Homeઆમચી મુંબઈમુંબઈગરા, પાણી સંભાળીને વાપરજો! દસ દિવસ રહેશે પાણીકાપ

મુંબઈગરા, પાણી સંભાળીને વાપરજો! દસ દિવસ રહેશે પાણીકાપ

આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો હોવાથી મુંબઈને પાણી પૂરું પાડતા તમામ ડેમ છલકાઈ ગયા છે તેમ છતાં મુંબઈ મહાનગર પાલિકા દ્વારા પહેલી નવેમ્બરથી 10મી નવેમ્બર સુધી 10 ટકા પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. પાલિકાએ મુંબઈગરાને પાણી સાચવીને વાપરવાની સલાહ આપી છે. પાલિકાના સંબંધિત અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે પાણીપુરવઠા ખાતા દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાથી પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ પાણીકાપની અસર થાણેમાં પણ થશે.

RELATED ARTICLES

Most Popular