પાણી સાચવીને વાપરજો! મુંબઈગરાના માથે થોપાયો ૧૦ ટકા પાણીકાપ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: વરસાદની ગેરહાજરીમાં મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોના તળિયા દેખાવા માંડ્યા છે. તેથી નાછૂટકે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાના માથા પર ૧૦ ટકા પાણીકાપ લાદી નાખ્યો છે. આ પાણીકાપ સોમવાર ૨૭ જૂનથી અમલમાં આવશે. મુંબઈની સાથે જ પાલિકા દ્વારા થાણે, ભિવંડી મહાનગરપાલિકા અને અન્ય ગામોને પણ પાણીપુરવઠો કરે છે. ત્યાં સુધી ૧૦ ટકા પાણી કાપ લાદી દેવામાં આવ્યો છે.

હાલ મુંબઈને પાણી પૂરું પાડનારા અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાતેય જળાશયમાં માંડ ૧,૪૧,૩૮૭ મિલિયિન લિટર એટલે કે ફક્ત ૯ ટકા પાણીનો જ્થ્થો બચ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.