Homeદેશ વિદેશડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો

ડૉલર સામે રૂપિયામાં ૧૦ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે બૉન્ડના વેચાણ મારફતે વિદેશી ફંડોનો આંતરપ્રવાહ તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૨૩ પૈસા મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૦ પૈસાના સુધારા સાથે ૮૧.૬૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં અટકેલો સુધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૭૪ના બંધ સામે નરમાઈના ટોને ૮૧.૮૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૮૨ અને ઉપરમાં ૮૧.૫૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૦ પૈસાના સુધારા સાથે ૮૧.૬૪ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૪૨ ટકાના સુધારા સાથે બેરલદીઠ ૮૦.૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ બૉન્ડના વેચાણ મારફતે વિદેશી ફંડોનો આંતરપ્રવાહ રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૦૬ ટકા વધીને ૧૦૩.૩૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૯.૯૮ પૉઈન્ટનો અને ૧૮.૪૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૧૦૯.૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular