મધ્ય પ્રદેશના જબલપુરની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ! 10 દરદીના મોત, મરણાંક વધવાની શક્યતા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મધ્ય પ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની ઘટના બની છે અને આ ઘટનામાં 10 દરદીના મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. દામોહ નાકા શિવનગર સ્થિત ન્યૂ લાઈફ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં ભાગાદોડી થઈ હતી. જોકે, ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ફાયરબ્રિગેડ આગ ઓલવવાની કોશિશ કરી રહી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર નીકાળવાની કવાયત ફાયર વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે. આ ઘટનામાં મરણાંક વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.