રાજ્ય સરકારના શિક્ષણ બોર્ડમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થાય તે સાબિત કરે છે કે વિદ્યાર્થી-વાલીઓને હવે રાજ્યના શિક્ષણ બોર્ડ કરતા અન્ય નેશનલ કે ઈન્ટરનેશનલ બોર્ડમાં બાળકોને ભાણવવામાં વધારે રસ છે અને અહીં ભણી બાળકો સારું ભવિષ્ય બનાવી શકશે. છેલ્લા ત્રણ વષર્ના બોર્ડના એસએસસીની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં 1.5 લાખનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મત પ્રમાણે બાળકો મોટા પ્રમાણમાં અન્ય બોર્ડ પસંદ કરતા હોવાનું કારણ સૌથી મોટું છે. છેલ્લા સાત વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે.
વર્ષ 2015માં 8,20,420 વિદ્યાર્થીએ દસમાની પરીક્ષા આપી હતી જે વર્ષ 2023માં 7,41,337 નોંધાઈ છે.
છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સ્ટેટ બોર્ડ અને ગુજરાતી મીડિયમ સ્કૂલોને પસંદ કરતા નથી. સેન્ટ્રલ બોર્ડની પસંદગી વધારે કરવામાં આવે છે. પસંદગીનું એક કારણ એ પણ હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની પૂર્વતૈયારી કરવાનો વધારે અવકાશ સેન્ટ્રલ બોર્ડના અભ્યાસક્રમમાં હોય છે, આથી વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ અથવા ઈન્ટરનેશનલ બોર્ડ તરફ વધારે વળ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશીયો પણ આ ઘટતી સંખ્યા માટે જવાબદાર છે.
સરકાર કરો વિચારઃ સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યામાં આટલો ઘટાડો
RELATED ARTICLES