(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પરથી રૂ. ૧.૩૯ કરોડની કિંમતનું સોનું પકડી પાડી બે પિતરાઇ બહેનની ધરપકડ કરી હતી. પકડાયેલી બંને બહેનને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
એઆઇયુના અધિકારીઓએ ધરપકડ કરેલી બંને પિતરાઇ બહેનની ઓળખ સૂરિયા નસરીનબાનો ફસેલ (૩૧) અને ખદીમ ફરિદા ઉમરફારુખ (૩૩) તરીકે થઇ હતી.
બંને બહેન બુધવારે દુબઇથી ફ્લાઇટમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી. દરમિયાન એઆઇયુના અધિકારીઓએ શંકાને આધારે બંનેને આંતરી હતી અને તેની તલાશી લેવામાં આવતાં રૂ. ૧.૩૯ કરોડની કિંમતનું સોનું મળી આવ્યું હતું. આથી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઇમાં નઝીમ નામની વ્યક્તિએ બંને બહેનને સોનું આપ્યું હતું અને મુંબઈ પહોંચ્યા બાદ આ સોનાની ડિલિવરી કોને આપવાની હતી તેની જાણ તેમને ફોન પર થવાની હતી.
મુંબઈ એરપોર્ટ પર ૧.૩૯ કરોડનું સોનું પકડાયું: બે પિતરાઈ બહેનની ધરપકડ
RELATED ARTICLES