Homeદેશ વિદેશકચ્છ મુંદરામાં ₹ ૩૪,૯૦૦ કરોડનો પેટ્રોકેમ પ્રોજેક્ટ સસ્પેન્ડ

કચ્છ મુંદરામાં ₹ ૩૪,૯૦૦ કરોડનો પેટ્રોકેમ પ્રોજેક્ટ સસ્પેન્ડ

હિંડનબર્ગ-અદાણી ઈફેક્ટ

નવી દિલ્હી: અમેરિકાસ્થિત શૉર્ટ સેલર હિંડનબર્ગના હેવાલને પગલે નિર્માણ પામેલી પરિસ્થિતિનો ઉકેલ લાવવા અને રોકાણકારોનો વિશ્ર્વાસ જાળવી રાખવાના પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અદાણી ગ્રૂપે ગુજરાતના કચ્છસ્થિત મુંદરામાં રૂ. ૩૪,૯૦૦ કરોડના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આગામી નૉટિસ આપવામાં ન આવે ત્યાં સુધી મુંદરા પેટ્રોકેમ લિ. ગ્રીન પીવીસી પ્રોજેક્ટની તમામ કામગીરી અને ગતિવિધિઓ સસ્પેન્ડ કરવાનું અદાણી ગ્રૂપે મેઈલ પર જણાવી દીધું હોવાનું સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
કંપનીએ મેઈલ મારફતે ગ્રાહકો અને સપ્લાયરોને પણ તાત્કાલિક અસરથી તમામ કામગીરી સસ્પેન્ડ કરવાનું જણાવી દીધું હતું.
ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈસ લિ. (એઈએલ)એ વર્ષ ૨૦૨૧માં ગુજરાતના કચ્છ જિલ્લામાં અદાણી પોર્ટ ઍન્ડ સ્પે. ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) ખાતે ગ્રીન ફિલ્ડ કૉલ ટૂ પીવીસી પ્લાન્ટ સ્થાપવા માટે મુંદરા પેટ્રોકેમિલકલ લિ.ને સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની બનાવી દીધી હતી, પરંતુ ૨૪ જાન્યુઆરીએ હિંડનબર્ગના જાહેર થયેલા અહેવાલ બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં ૧૪૦ અબજ ડૉલરનો ઘટાડો નોંધાયો હતો.
બજારમાં અગાઉની જૂની શાખ પાછી મેળવવા અને રોકાણકારોનો વિશ્ર્વાસ સંપાદિત કરવા અદાણી ગ્રૂપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અમુક લૉનની ચુકવણી કરીને કંપનીના દેવા અંગે રોકાણકારોમાં વ્યાપેલી ચિંતા ઓછી કરવાને આધારે બજારમાં કમબૅક કરવાનો વ્યૂહ પણ કંપની દ્વારા ઘડવામાં આવી રહ્યો છે.
હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને કંપનીએ નકારી કાઢ્યા છે.
બજારમાં કમબૅક કરવાનાં ભાગરૂપ નાણાકીય પ્રવાહિતા અને રોકડ રકમની ઉપલબ્ધતાને આધારે પ્રોજેક્ટનું નવેસરથી મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
કંપનીએ પ્રતિવર્ષ ૧૦ લાખ ટનની ક્ષમતાના ગ્રીન પીવીસી પ્રોજેક્ટને હાલ પૂરતો અટકાવી દેવાનો નિર્ણય લીધોે છે. કમબૅકના વ્યૂહના ભાગરૂપ ગ્રૂપે રૂ. ૭૦૦૦ કરોડને ખર્ચે કોલસાનો પ્લાન્ટ ખરીદવાનું માંડી વાળ્યું છે. આ પ્લાન હાલ પૂરતો અભરાઈ પર ચઢાવી દીધો છે.
ભાવિ નાણાકીય પ્રવાહિતા અને રોકડ રકમની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલા ગ્રૂપના વિવિધ સ્તરના બિઝનેસ ચાલુ રાખવા કે નહિ તે માટે તેનું ફેરમૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
આવનારાં મહિનાઓમાં ગ્રૂપ તેની પ્રાઈમરી કંપનીઓના પ્રોજેક્ટના ગ્રોથને આધારે તેની સ્થિતિનું મૂલ્યાંકન કરશે.
ગ્રૂપની તમામ સ્વતંત્ર કંપનીનો પોર્ટફોલિયો ખૂબ જ મજબૂત છે. અમારી પાસે ઉદ્યોગોનો વિકાસ કરતા પ્રોજેક્ટ તેને અમલમાં મૂકવાની ક્ષમતા હોવા ઉપરાંત સુચારુ કોર્પોરેટ વહીવટ, સુરક્ષિત મિલકત, મજબૂત કૅશફ્લો પણ છે અને અમારા બિઝનેસ પ્લાનને પૂરતા ભંડોળનો ટેકો છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular