નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વડપણ હેઠળની મળેલી પ્રધાનમંડળની બેઠકમાં રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ-યુપીઆઈ (પર્સન ટૂ મર્ચન્ટ) મારફતે કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાને લગતી ઈન્સેન્ટિવ સ્કીમને એક વર્ષના સમયગાળા માટે મંજૂરી આપી હતી.
મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીસ (એમએસસીએસ) ઍક્ટ ૨૦૦૨ અંતર્ગત પ્રધાનમંડળે મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ ઍક્સપોર્ટ સોસાયટી, મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ ઓર્ગેનિક સોસાયટી અને મલ્ટિ સ્ટેટ કો-ઓપરેટિવ સિડ સોસાયટી સ્થાપવાની પણ મંજૂરી આપી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ-યુપીઆઈ (પર્સન ટૂ મર્ચન્ટ) મારફતે કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાને લગતી ઈન્સેન્ટિવની સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં રૂ. ૨૬૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું
છે. આ યોજના અંતર્ગત બૅન્કોને રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ-યુપીઆઈ (પર્સન ટૂ મર્ચન્ટ) મારફતે કરવામાં આવતા પૉઈન્ટ ઑફ સેલ્સ (પીઓએસ) અને ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા બદલ આર્થિક વળતર આપવામાં આવશે.
વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ અંગેના ભાષણમાં નાણાં પ્રધાને અગાઉના બજેટમાં સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને આર્થિક ટેકો આપવાની અને યુઝર ફ્રૅન્ડલી પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની કરેલી જાહેરાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને તેને ટેકો આપવાનું ચાલુ રાખવીની ઈચ્છા વ્યક્ત કરી હતી.
બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને અનુરૂપ જ યોજના ઘડી કાઢવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેના બજેટમાં કરેલી જાહેરાતને અનુરૂપ વળતરની યોજનાને મંજૂરી આપી હતી, જેને કારણે કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વરસો વરસ ૫૯ ટકાનો વધારો નોંધાયો હતો અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો આંક અગાઉના વર્ષના રૂ. ૫,૫૫૪ કરોડથી વધીને રૂ. ૮,૮૪૦ કરોડ થઈ ગયો હતો.
ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના આંકમાં અગાઉના વર્ષની સરખામણીએ ૧૦૬ ટકા વધારો થયો હતો. મતલબ, ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો આંક અગાઉના વર્ષના રૂ. ૨,૨૩૩ કરોડથી વધીને રૂ. ૪,૫૯૭ કરોડ થઈ ગયો હતો.
ડિજિટલ પેમેન્ટના પ્રમાણ પર ઝીરો એમડીઆરની પડનારી વિપરીત અસર અંગે આરબીઆઈએ ચિંતા વ્યક્ત કરી હતી.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એનપીસીએલ)એ પણ વેપારીઓમાં ડિજિટલ પેમેન્ટ વધુ સ્વીકૃત બને અને લોકો રોકડ રકમથી ડિજિટલ પેમેન્ટ તરફ વળે તે માટે ડેબિટ કાર્ડ અને ભીમ-યુપીઆઈ મારફતે કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાને લગતી ઈન્સેન્ટિવ સ્કીમ અમલમાં મૂકવાની વિનંતી કરી હતી.
દેશભરમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સરકાર જરૂરી તમામ પગલાં લઈ રહી છે. છેલ્લાં થોડાંક વર્ષ દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં અસાધરણ વધારો જોવા મળ્યો છે.
કોરોનાની મહામારી દરમિયાન ડિજિટલ પેમેન્ટને કારણે જ નાના-મોટા વેપારો ટકી રહ્યા હતા અને તેને કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં પણ મદદ મળી હતી.
ડિસેમ્બર, ૨૦૨૨માં યુપીઆઈ મારફતે થયેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શને વિક્રમજનક રૂ. ૭૮૨.૯ કરોડનો આંક વટાવ્યો હતો. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના ધોરણે આ યોજના અંતર્ગત યુપીઆઈ લાઈટ અને યુપીઆઈ ૧૨૩પે પણ યુઝર ફ્રેન્ડલી ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનને પ્રોત્સાહન અને વેગ આપશે.
એ ઉપરાંત નેશનલ સેન્ટર ફૉર ડ્રિન્કિંગ વૉટર, સેનિટેશન ઍન્ડ ક્વૉલિટી (જોકા-કોલકાતા), ડૉ. શ્યામપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વૉટર ઍન્ડ સેનિટેશન (એસપીએમ-નિવાસ)નું નવેસરથી નામકરણ કરવાની પણ મંજૂરી આપી હતી. (એજન્સી)
———
દસ દેશમાંથી યુપીઆઇ દ્વારા નાણાં મોકલી શકાશે
નવી દિલ્હી: નેશનલ પૅમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ (યુકે), સંયુક્ત આરબ અમીરાત (યુએઇ), સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, હોંગ કોંગ, ઓમાન, કતાર, સઉદી અરેબિયા મળીને દસ દેશમાંના બિનરહીશ ભારતીયો (એનઆરઆઇ)ને નોન-રેસિડન્ટ (એક્સ્ટર્નલ) રૂપી (એનઆરઇ) બૅન્ક અકાઉન્ટ્સ અને નોન-રેસિડન્ટ ઓર્ડિનરી (એનઆરઓ) અકાઉન્ટ્સમાંથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) પ્લેટફૉર્મ દ્વારા ફંડ ડિજિટલી ટ્રાન્સફર કરવાની પરવાનગી આપી છે. તેના માટે એનઆરઆઇ પાસે તેઓના એનઆરઇ અને એનઆરઓ અકાઉન્ટ્સ સાથે આંતરરાષ્ટ્રીય સિમ દ્વારા યુપીઆઇ લિંક કરવાના રહેશે.
રૂપે કાર્ડ, ભીમ-યુપીઆઈ માટે ₹ ૨૬૦૦ કરોડ ફાળવાયા
RELATED ARTICLES