ગુજરાતમાં મહિલાઓને મહિને ₹ ૧,૦૦૦: ‘આપ’ની જાહેરાત

દેશ વિદેશ

કોના બાપની દિવાળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાની આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં સત્તા પર આવશે તો ગુજરાતની ૧૮ વર્ષથી મોટી ઉંમરની દરેક મહિલાને દર મહિને રૂપિયા ૧,૦૦૦ આપવાની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ડિસેમ્બર, ૨૦૨૨માં યોજાનારી ચૂંટણીમાં કૉંગ્રેસનો વિકલ્પ બનવા મથી રહેલી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે છેલ્લા ચાર માસથી ગુજરાતમાં સત્તાધારી ભાજપ સામે આક્ષેપો સાથે મતદારોને વચનોની લહાણી કરવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં ૧૦ લાખ યુવાઓને રોજગારી, બેરોજગારોને માસિક ૩૦૦ ભથ્થું, મફત વીજળી, આદિવાસી ગામડાઓમાં સારી સ્કૂલ અને ગાંવ ક્લિનિક અને બંધારણીય લાભો આપવાનાં વચનોને આપ્યા બાદ બુધવારે મહિલા મતદારોને રિઝવવા માટે કેજરીવાલે ૧૮ વર્ષની ઉપરની વયની મહિલાઓને દર મહિને તેમના ખાતાંમાં રૂ. એક હજાર આપવાનું પાંચમું ચૂંટણી વચન જાહેર કર્યું છે. કેજરીવાલે આ જાહેરાત કરતાં એવું પણ કહ્યું હતું કે આ અમીરો માટેની નહીં, પણ જનતા માટેની રેવડી છે. તેમણે પોલીસ કર્મચારીઓને પણ આકર્ષવા માટે તેમના પગાર પંચ સહિતની સમસ્યાઓનાં નિવારણ માટેની જાહેરાત કરી હતી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદ ખાતે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉન હૉલના કાર્યક્રમમાં કહ્યું હતું. પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુ:ખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.