₹ ૨૦૦૦ની નૉટની સંખ્યામાં સતત થઇ રહેલો ઘટાડો

દેશ વિદેશ

મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું કે દેશમાં રૂપિયા ૨૦૦૦ની ચલણી નૉટની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
ચાલુ વર્ષે માર્ચના અંતે કુલ ચલણી નૉટમાં રૂપિયા ૨૦૦૦ની નૉટ માત્ર ૧.૬ ટકા એટલે કે ૨૧૪ કરોડ જ હતી.
દેશમાં ચાલુ વર્ષના માર્ચમાં કુલ ૧૩,૦૫૩ કરોડ ચલણી નૉટ ચલણમાં હતી, જ્યારે ૨૦૨૧ના માર્ચમાં ૧૨,૪૩૭ કરોડ ચલણી નૉટ ચલણમાં હતી.
દેશમાં ૨૦૨૦ના માર્ચના અંતે રૂપિયા ૨૦૦૦ની ૨૭૪ કરોડ નૉટ ચલણમાં હતી.
આમ છતાં, દેશમાં ચલણમાંની રૂપિયા ૫૦૦ની ચલણી નૉટની સંખ્યા વધી છે. ચાલુ વર્ષના માર્ચના અંતે રૂપિયા ૫૦૦ની ૪,૫૫૪.૬૮ કરોડ નૉટ ચલણમાં હતી. અગાઉ, ૨૦૨૧ના માર્ચના અંતે રૂપિયા ૫૦૦ની ૩,૮૬૭.૯૦ કરોડ ચલણમાં હતી.
(એજન્સી)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.