‘ડેક્કન ક્વિન’નો ૯૩મા વર્ષમાં પ્રવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પહેલી જૂન, ૧૯૩૦ના રોજ મુંબઈ-પુણે વચ્ચેની ડેક્કન ક્વીન દોડાવવામાં આવી હતી, જે ટ્રેને આજે ૯૩માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. પ્રવાસીઓની સુવિધા માટે ટ્રેનની ડિઝાઈનથી લઈને કોચની બેઠક વ્યવસ્થા સહિત એલએચબી કોચવાળી ટ્રેનને ૨૨મી જૂનથી મુંબઈ-પુણે વચ્ચે દોડાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ડેક્કન ક્વીનમાં ડાઈનિંગ કાર અને ટ્રેનના કોચની આંતરિક ડિઝાઈન અમદાવાદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (એનઆઈડી) તથા રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રેનના કોચની બેઠક વ્યવસ્થાથી લઈને અન્ય સુધારાવધારા માટે રિસર્ચ, ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ), ચેન્નઈ આઈસીએફ અને મધ્ય રેલવેના ઈલેક્ટ્રિક વિભાગની મદદ લેવામાં આવી હતી. બુધવારે સીએસએમટી ખાતે ટ્રેનનું જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીની આગેવાનીમાં ટ્રેનના જન્મદિવસ નિમિત્તે રેલપ્રેમીઓ સાથે ડાઈનિંગ કારમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુંબઈ-પુણે વચ્ચેની આ સૌથી પહેલી ડાઈનિંગ કારવાળી ટ્રેન જ નહીં, પરંતુ સૌથી પહેલી સુપરફાસ્ટ ટ્રેનનું ગૌરવ ધરાવે છે. ડેક્કન ક્વીનના તમામ એલએચબી (લિંકે હોફમેન બુશ)ના આધુનિક કોચ સાથે ૨૨મી જૂનથી મુંબઈથી દોડાવવામાં આવશે, એમ મધ્ય રેલવેના જનરલ મૅનેજર અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું. ગ્રેટ ઈન્ડિયન પેનિનસ્યુલા રેલવે (જીઆઈપીઆર) દ્વારા પહેલી જૂન, ૧૯૩૦ મુંબઈથી પુણે વચ્ચે ડેક્કન ક્વીન ટ્રેનને સાત કોચ સાથે દોડાવી હતી, પરંતુ તબક્કાવાર ટ્રેનમાં ફેરફાર કર્યા હતા. ડેક્કન ક્વીનની ગૌરવશાળી બાબત એ છે કે ડાઈનિંગ કાર (મોર્ડન પેન્ટ્રી કાર) છે. ૨૨મી જૂનથી દોડાવવામાં આવનારી નવી ટ્રેનમાં ચાર એસી ચેર કાર, આઠ સેક્ધડ ક્લાસ ચેર કાર કોચ, એક એસી ડાઈનિંગ કાર, એક આધુનિક વિસ્ટાડોમ કોચ સહિત બે સેક્ધડ ક્લાસ કમ બ્રેક વાન સાથે દોડાવાય છે. આ ટ્રેનને ‘દખ્ખન કી રાણી’ના નામે ઓળખવામાં આવે છે. મુંબઈ અને પુણે વચ્ચેની આ ટ્રેન આજે નહીં, પરંતુ વર્ષોથી પ્રવાસીઓમાં લોકપ્રિય છે.
વર્ષમાં વિસ્ટાડોમ કોચમાં ૧૬,૪૫૩ પ્રવાસીનો પ્રવાસ
ભારતમાં સૌથી પહેલી વખત ડાઈનિંગ રેસ્ટોરાં ચાલુ કરવામાં આવી હતી, જે આજની તારીખે લોકોમાં વિવિધ ખાણીપીણી મુદ્દે લોકોમાં લોકપ્રિય છે. ઉપરાંત, આ ટ્રેનમાં અલગથી બે વિસ્ટાડોમ કોચ ફાળવ્યાં હોવાને કારણે આ ટ્રેનના કોચમાં ૧૦૦ ટકા ઓક્યુપન્સી રહે છે. એક વર્ષમાં ૧૬,૪૫૩ જેટલા પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે ૧.૧૧ કરોડ રૂપિયાની આવક થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઉ