હોલીવૂડ: આવી જાવ યાર, બોલીવૂડ: ખમી જાવ યાર

મેટિની

હિન્દી ફિલ્મોની સરખામણીમાં હોલિવૂડનું ફલક ઘણું વિશાળ છે. હિન્દી ફિલ્મોમાં પગ જામી ગયા પછી હોલીવૂડની ફિલ્મોમાં ચમકવાની ઈચ્છા કલાકારને થાય એ સ્વાભાવિક છે. વિશ્ર્વભરના દર્શકોની નજરમાં વસી જવાની તક મળે અને બેન્ક બેલેન્સ પણ તગડું થાય. અલબત્ત નામાંકિત કલાકારોએ વિવિધ કારણોસર હોલીવૂડની ઓફરનો અસ્વીકાર કર્યો હોવાના ઉદાહરણ છે. દિલીપ કુમારનું નામ એમાં પહેલા આવે. ડેવિડ લિનની ‘લોરેન્સ ઓફ અરેબિયા’નો એક રોલ દિલીપસાબને ઓફર થયો હતો, પણ હોલીવૂડની ફિલ્મોમાં ચમકવાની કોઈ ઈચ્છા નથી એવું કારણ આપી તેમણે ના પાડી દીધી હતી. બાદશાહ ઓફ બોલીવૂડ તરીકે જાણીતા શાહરૂખ ખાનને ‘સ્લમડોગ મિલિયોનેર’માં ગેમ શોના સંચાલક પ્રેમ કુમારનો રોલ ઓફર થયો હતો. અલબત્ત રોલમાં દમ નથી એવું કારણ આપી બાદશાહે ના પાડી હતી. પછી એ રોલ અનિલ કપૂરે કર્યો અને ફિલ્મને કેટલાક ઓસ્કર અવોર્ડ મળ્યા. વિદેશી ફિલ્મ માટે જરૂરી એવું કસાયેલું શરીર અને મોહક વ્યક્તિત્વ અને નૃત્ય શૈલીમાં નિપુણ એવા રિતિક રોશને સમયના અભાવે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૭’માં કામ કરવાની ના પાડી હતી. આ સિવાય ‘પિન્ક પેન્થર’ના રોલને પણ રિતિકે ના પાડી હતી. હિન્દી ફિલ્મોમાં જ્વલંત સફળતા મેળવનાર અક્ષય કુમારને પણ હોલીવૂડની ઓફર આવી હતી. જોકે, ઘરઆંગણે ધ્યાન કેન્દ્રિત કરવાને તેણે પ્રાધાન્ય આપ્યું હતું. બોલીવૂડની ઓફરથી મને આનંદ અને સંતોષ મળે છે. મારા અનેક ચાહકો છે જેમનું મનોરંજન કરવાની મારી જવાબદારી છે. હોલીવૂડના ચોકઠામાં હું ફિટ નહીં બેસું. એટલે મને ઓફરો આવતી રહે છે ને હું ના પાડતો રહું છું’ એમ તેનું કહેવું હતું. ઐશ્ર્વર્યા રાય, પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણે હોલીવૂડની ફિલ્મો કરી છે, પણ ચોક્કસ કારણોસર કેટલીકને ના પણ પાડી છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.