Homeમેટિનીહોલિવૂડ ફિલ્મનું નામ ‘અવતાર’ જ કેમ રાખ્યું?

હોલિવૂડ ફિલ્મનું નામ ‘અવતાર’ જ કેમ રાખ્યું?

હોલિવૂડ ફિલ્મ ‘અવતાર: ધ વૅ ઑફ વૉટર’ના પાત્રો, વાર્તાની લાઇન અને ફિલ્મના નામમાં ભારતના સમૃદ્ધ ઇતિહાસની ઝલક જોવા મળે છે. તો જાણીએ આ હોલિવૂડ ફિલ્મનું નામ કેવી રીતે ભારત સાથે સંકળાયેલું છે. થોડા દિવસ પહેલાં જ હોલિવૂડની સૌથી મોંઘી ગણાતી ફિલ્મ ‘અવતાર: ધ વૅ ઑફ વૉટર’ થિયેટરમાં રજૂ થઈ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૯માં આવેલી ‘અવતાર’ ફિલ્મની સિક્વલ છે. ત્યારે તેના પાત્રો, સ્ટોરી લાઇન અને ફિલ્મના નામમાં ભારતના સમૃદ્ધ ઇતિહાસની ઝલક જોવા મળે છે.
નવી દિલ્હીમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં જેમ્સ કેમરૂને જણાવ્યું હતું કે, ‘પૌરાણિક કથાઓ, હિંદુ મંદિરો અને હિંદુ ધર્મ સાથે જોડાયેલી દરેક વસ્તુ મને આબેહૂબ અને ખૂબ જ સમૃદ્ધ લાગે છે.’ પ્રથમ ‘અવતાર’ ફિલ્મમાં કેમરૂને કોમ્પ્યુટર જનરેટેડ અદ્ભૂત ગાઢ જંગલ અને તરતા પહાડોની સુંદર દુનિયા બતાવી હતી. જેમાં મોટાભાગના કલાકારો વાદળી કલરની ચામડીવાળા હતા. એના વિશે વાત કરતા કહ્યું હતું કે ‘હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં પણ ભગવાનને વાદળી કલરની ચામડીવાળા બતાવવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં મહત્ત્વના ગણાતા ‘ત્રિદેવ’માંથી એક ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણને પણ ધાર્મિક ગ્રંથોમાં વાદળી ચામડીવાળા જ બતાવ્યા છે. મારે હિંદુ ધર્મનો આટલી બારીકાઈથી ઉલ્લેખ નહોતો કરવો, પણ મારું મન માન્યું નહી. મને આશા છે કે મેં આવું કર્યું છે તેનાથી કોઈની ધાર્મિક લાગણીને ઠેસ નહીં પહોંચી હોય. આ ફિલ્મનું નામ સંસ્કૃતમાં જ છે. આમ જોવા જઈએ તો ‘અવતાર’ શબ્દનો અર્થ થાય છે ‘ફરીવાર જન્મ લેવો’ અથવા ‘પુન:જન્મ’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular