[ad_1]
મુંબઇ: ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઓડિટ બ્યૂરો ઓફ સર્ટિફિકેશન (આઇએફએબીસી)ની જનરલ એસેમ્બલીમાં ઓડિટ બ્યૂરો ઓફ સર્કયુલેશન (એબીસી) ઇન્ડિયાના સેક્રેટરી જનરલ હોર્મઝદ મસાણી એશિયા પેસિફિક ઓડિટ બ્યૂરો ઓફ સર્ટિફિકેશન (એપીએબીસી)ના પ્રમુખ તરીકે અને આઇએફએબીસીના કારોબારી મંડળના સભ્ય (ખજાનચી) તરીકે ફરી ચૂંટાયા હતા. આઇએફએબીસીની કારોબારીમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, રુમાનિયા, સ્પેન, ઇંગ્લેંડ અને અમેરિકાના સભ્યો છે. મસાણી ૨૦૦૮થી કારોબારીમાં ભારતના એબીસીનું પ્રતિનિધિત્વ કરે છે. મસાણી ડિસેમ્બર ૧૯૯૮થી એબીસીના સેક્રેટરી જનરલ છે.
[ad_2]