હિમાચલમાં કેબલ કાર હવામાં અટકી: ૧૧ને બચાવાયા

ટૉપ ન્યૂઝ

દિલધડક ઓપરેશન: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કેબલ કારમાંથી ફસાયેલા તમામ ૧૧ પ્રવાસીઓને બચાવવામાં આવ્યા હતા. (પીટીઆઈ)

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાનુ ટિમ્બર ટ્રેઇલમાં યાંત્રિક ખામીને કારણે કેબલ કાર અધવચ્ચે અટકતાં દિલ્હીના ૧૧ પર્યટકોના જીવ જોખમમાં મુકાયા હતા.
જિલ્લા પ્રશાસન અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમોએ કલાકોના રેસ્ક્યુ ઑપરેશન દ્વારા એ ૧૧ જણને વારાફરતી બચાવી લીધા હતા.
સવારે ૧૧ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં રેસ્ક્યુ ઑપરેશન પૂરું થયું હોવાનું રાજ્યના ડિઝાસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું.
રેસ્ક્યુ ઑપરેશન માટે વધારાની કેબલ કાર ટ્રૉલીનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.