હિન્દુ મરણ

મરણ નોંધ

કડવા પટેલ
વડનગર હાલ બોરીવલી સ્વ. કુસુમબેન તથા સ્વ. જયંતીલાલ રામજીભાઇ પટેલના પુત્ર પરેશભાઇ (ઉં. વ. ૫૬) તા. ૧૬-૫-૨૨ના રોજ અક્ષરધામ પામેલ છે. તે અલ્પાના પતિ. તે ચાંદની મહર્ષિકુમાર મિસ્ત્રી તથા આકાશના પિતા. તે કુંજેશભાઇ ડાહ્યાભાઇ મિસ્ત્રીના વેવાઇ. તે ભાવનગર નિવાસી સ્વ. પ્રતિભાબેન તથા સ્વ. જશવંતરાય રતિલાલ બદાણીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૫-૨૨ના શુક્રવારના સાંજે ૫થી ૭. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).
દશા ગોભવા મોઢ વણિક
લીબંડીના સ્વ. ચંદ્રકાંત ચંદુલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવતી મહેતા ૧૮-૫-૨૨ ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે મનીશ, સંદીપના માતુશ્રી. ભાવિકા, કિન્નાના સાસુ. રીકીન, યશ, નક્ષ, મીલી, જૈનીનાં દાદી. તે સ્વ. નારાણજી વિરજી ગાંધીની દીકરી. બેસણું ૨૦-૫-૨૨ને શુક્રવારે ૫ થી ૭. ઠે. વર્ધમાન સ્થાનક વાશી જૈન સંઘ ઉપાશ્રય, સેકટર-૬, શાંતિનગર ગુરુદ્વારાની સામે, મીરા રોડ (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. મંગલાબેન લવજી રાયમંગીયા ગામ રાપર (સોનારાવાલી)ના મોટા પુત્ર કીર્તિકુમાર (ઉં. વ. ૬૬) હાલે મુલુંડ તે ગીતાબેનના પતિ. કેતન, ભક્તિ હિતેશકુમાર ઠક્કરના પિતા. વિજયભાઈ, શૈલેષભાઈ, માલતીબેન મહેન્દ્રકુમાર તન્નાના મોેટાભાઈ. લવજી મુરજી રાયચન્ના ફરાદીવાળાના નાના જમાઈ ૧૯-૫-૨૨, ગુરુવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
કરાચીવાળા હાલ કાંદિવલી ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૭૫) તે સ્વ. રમણીકલાલ માવજી દક્ષીણીના ધર્મપત્ની. તે સ્વ. રવિભાઈ, દિવ્યેશભાઈ, જયભાઈના માતુશ્રી. તે અ. સૌ. દિપીકા તથા અ. સૌ. એકતાના સાસુ. તે યુગ અને પર્વના દાદી. તે દુર્લભજી મુલજી પોપટની દીકરી ૧૮-૫-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૧-૫-૨૨ના શનિવારે ૬.૩૦ થી ૭.૩૦. સ્થળ: હાલાઈ લોહાણા મહાજન વાડી, ત્રીજે માળે, શંકરના મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (વે.).
કચ્છી ભાટીયા
અ. સૌ. પ્રીતી ભીમાણી (ઉં. વ. ૭૪) તા. ૧૭-૫-૨૨ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. રમેશ લાલજી ભીમાણીના પત્ની. લાલજી જેરામ ભીમાણીના પુત્રવધુ. અમી રમેેશ ભીમાણીના માતુશ્રી. બીના અને હરીશના ભાભી. સ્વ. રણછોડદાસ જમનાદાસ ટોપરાણીના સુપુત્રી. હરેન્દ્ર, નલિની, રજની અને કોકીલાના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટીયા
પ્રમોદિની બાબલા (પમ્પુબેન) (ઉં. વ. ૮૨) તે રણજીતસિંહ હંસરાજ એબજી બાબલાના ધર્મપત્ની. કિરણ બાબલાના માતુશ્રી. જીજ્ઞા, કિરણના સાસુ. હર્ષવર્ધનના દાદી અને જગદીશ ભાટિયાના બહેન. તા. ૬-૫-૨૨ના શુક્રવારે દારેસસલામ, તાન્ઝાનિયામા શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા
મોડાસા હાલ કાંદિવલી સ્વ. ચંપાબેન અમૃતલાલ શાહના પુત્રવધૂ તથા કૌશિકભાઈના ધર્મપત્ની સ્મિતાબેન (ઉં.વ. ૬૨) તે ૧૭/૫/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે નેહા લુકેશકુમાર શાહ તથા સ્વ. મિહિરના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. પ્રમીલાબેન શ્યામસુંદર રામચંદ્ર શેઠ ગોરેગામના દીકરી. શૈલા ઘનશ્યામ શાહ, પૂર્ણિમા વિનોદ શાહ, સ્વ. વિનયના બહેન. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૧/૫/૨૨ના ૪થી ૬ કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ.વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.