હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

સિહોર સં. ઔ. અ. બ્રાહ્મણ/ મરાઠા
ઘાંઘળી હાલ દહીંસર પ્રવિણકુમાર દલપતરામ યાજ્ઞિક અને જયોતીબહેનના જમાઈ વિનાયકકુમાર રાજારામ સૂર્યવંશી (ઉં.વ. ૫૨) (લાતુર – અષ્ટા હાલ વિરાર) તે વૈશાલીબેનના પતિ. કપિલના પિતા. રિષિ, રાજના બનેવી. છાયાતાઈ નામદેવ જાધવ, ગયાતાઈ જ્ઞાનભાઉ સૂર્યવંશી, અનુતાઈના ભાઈ તા. ૧૧-૬-૨૨, શનિવારે કૈલાસવાસ પામ્યા છે. ટેલિ. પ્રાર્થનાસભા ૧૬-૬-૨૨, ગુરુવારે સાંજે ૬ થી ૭ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં.સ્વ. નીર્મલાબેન (રાધાબેન) નારાયણદાસ કોઠારી (ઉં.વ. ૯૦), સુમરી રોહા હાલ મુલુંડ તા. ૧૨-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ચિ. મનીષ તથા સૌ. મનીષા મિતેષ જોબનપુત્રાના માતુશ્રી. તે સૌ. મીરાના સાસુજી. તે નીલ તથા જીલ કરણ માણેકના દાદીમા. સામાપક્ષ સ્વ. શીવજી મુલજી ચોથાણી ગામ વાંકીપત્રીવાળાના પુત્રી. સ્વ. લીલાવતીબેન લીલાધર, ગં.સ્વ. ચંદ્રીકાબેન સુર્યસિંહ, ગં.સ્વ. સરલાબેન પ્રવીણભાઈ, સ્વ. પ્રેમાબેન, સ્વ. ગુણવંતીબેનના ભાભી. લૌકિક વ્યવહાર
બંધ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ
પોરબંદર નિવાસી શ્રી નવીનચંદ્ર દ્વારકાદાસ શાહ (હાલ મલાડ) ગં. સ્વ. દિવ્યપ્રભાના પતિ (ઉં.વ. ૮૩) તે સ્વ. હીરાકુંવર દ્વારકાદાસ શાહના જ્યેષ્ઠ પુત્ર તથા લલિત ધરમદાસ દામાણીના બનેવી તથા હિતેશના પિતા અને ભાવિનીબેનના સસરા તથા પાયલ વિશ્ર્વનાથ પેડણેકરના દાદા તા. ૧૪-૬-૨૨ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬-૬-૨૨ ગુરુવારે લોહાણા મહાજન વાડી (બીજે માળે), એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, સાંજે ૫થી ૭ દરમિયાન કાંદિવલી (વેસ્ટ). લૌકિક વહેવાર બંધ છે.
લુહાર સુથાર
ગં.સ્વ. ઈન્દુબેન દાવડા (ઉં.વ. ૭૨) તે ગામ શેખપિપરિયા હાલ કાંદિવલી તેઓ તા. ૧૩/૬/૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વ્રજલાલ હરિલાલ દાવડાના ધર્મપત્ની. સ્વ. અનિલભાઈ, રેખાબેન રસિકલાલ સોલંકી તથા અમીબેનના માતૃશ્રી. પિયરપક્ષે ચાવંડવાળા સ્વ. શાંતાબેન અને સ્વ. રાઘવજીભાઈ જીવરાજભાઈ પરમારના દીકરી. સ્વ. મગનભાઈ, સ્વ. રતિલાલ, સ્વ. મનુભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ તથા સ્વ. સવિતાબેન ગોકળદાસ પરમારના ભાભી. ઈશા ચેતનકુમાર કવા, ગૌરવ, વૈભવ, પ્રિયાંશીના નાની. પ્રાર્થનાસભા તા. ૧૭/૬/૨૨ શુક્રવારના સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે. સ્થળ: લુહાર સુથાર વેલફેઅર સેન્ટર, દત્તપાડા મેઈન રોડ, કાર્ટર રોડ ૩, બોરીવલી ઇસ્ટ.
સત્તાવીસ સાબરાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ
આગલોડ-દેરોલ હાલ ચારકોપ-કાંદીવલી. શ્રી મધુસૂદન ચુનીલાલ જોષી (ઉં.વ. ૮૬) તે સ્વ. સ્નેહલતાબેનના પતિ તથા પ્રકાશ વિઠ્ઠલદાસ ઠાકર (રંગપુર)ના બનેવી. જે સ્મિતાબેન, કિશોર, કાશ્મીરા, જાગૃતિ અને પરેશના પિતાશ્રી. મંગળવારે તા. ૧૪/૬/૨૨ના દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૭/૬/૨૨ના સાંજે, સમય ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યે, સ્થળ- ગંગાબેન જપી હોલ, મંડપેશ્ર્વર રોડ, રોકડીયા લેન, બોરીવલી (વેસ્ટ).
મોતાળા બ્રાહ્મણ
અ. સૌ. ભક્તિ દેવકીનંદન ઈનામદાર (ઉં. વ. ૮૪) સોમવાર, ૧૩-૬-૨૨ના દિને દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૬-૬-૨૨ના ૫ થી ૭. સ્થળ: ૧૪મે માળે, રેફ્યુજ એરિયામાં સિલ્વર આર્ક કો. હા. સોસાયટી, શાસ્ત્રીનગર, સમર્થ સર્કલ, અંધેરી (પશ્ર્ચિમ).
લોહાણા
સ્વ. વનમાળીદાસ મોહનદાસ સાગલાણીના પુત્ર અમૃતલાલ મૂળ ગામ મોટી કુંકાવાવ- હાલ બોરીવલી (ઉં. વ. ૭૮) ૧૪-૬-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ જ્યોત્સનાબેન સાગલાણીના પતિ. અજયકુમાર બાબુલાલ સાગલાણીના કાકા. નેહલ હેતલ રાડિયા તથા સેજલ ભાવિન સામાણીના પિતા તથા સ્વ. હરિલાલ દેવચંદ કોટકના જમાઈની પ્રાર્થનાસભા ૧૬-૬-૨૨, ગુરુવારના ૪ થી ૬. સ્થાન: લુવાણા મહાજન વાડી. કનકીયા પોલીસ સ્ટેશનની સામે, બેર્વલી પાર્ક, મીરા રોડ (ઈ.).
દશા મોઢ માંડલીયા વણિક
જસદણના હાલ બોરીવલી નીતિન પ્રભુદાસ કલ્યાણી (ઉં. વ. ૭૦) તે બીનાના પતિ. ચિંતન, મિત્તલના પિતા.પંકિલ થતા પ્રાંચીના સસરા. સુરેશભાઈ, ભારતીબેન, પંકજભાઈના ભાઈ. તે પ્રદીપ શાંતિલાલ દેસાઈના બનેવી ૧૪-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેની પ્રાર્થનાસભા ૧૬-૬-૨૨ના ૫ થી ૭. સ્થળ: હિરવતી હોલ, ટાગોર રોડ, પોદાર સ્કૂલ પાસે, શાંતાક્રુઝ (વે.).
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
પાલીતાણા (કુંભણ) હાલ ભાંડુપ અમૃતલાલ ભગવાનભાઈ સોલંકીના પુત્ર નરેશભાઈ અમૃતલાલ સોલંકીની પુત્રી દર્શિકા (ઉં. વ. ૨૪) રવિવાર, ૧૨-૬-૨૨ના રામશરણ પામેલ છે. તે કલ્પનાબેનની પુત્રી. લીના શશીકાંત સોલંકી, રંજનાબેન ધર્મેશ સોલંકી, શોભનાબેન મંગેશકુમાર વાગલેની ભત્રીજી. તે સુમિત, યશ, શૌર્ય, પ્રતિકના બહેન. તે ત્રાપજના હાલ ચેમ્બુર રસીકભાઈ મગનભાઈ વાઘેલા, નટવરભાઈ હિંમતભાઈની ભાણેજની પ્રાર્થનાસભા, ૧૬.૬.૨૨ના ગુરુવારે ૪ થી ૬. સ્થળ: ગીતા હોલ, ભાંડુપેશ્ર્વર મહાદેવ મંંદિર, ભાંડુપ સ્ટેશન રોડ (વેસ્ટ). (ધાર્મિક વિધી નાસિકમાં રાખેલ છે.)
ઘોઘારી લોહાણા
આકોટ હાલ કાંદિવલી સ્વ. જસુમતીબેન ગોવર્ધનદાસ ઠક્કરના પુત્ર રોહિતભાઈ (ઉં.વ. ૬૩) તે રાધાબેનના પતિ. ધ્રુવ, જીજ્ઞા, જીનલના પિતા. ચાર્વી – ગૌરવના સસરા. અયાનના નાના. ભારતીબેન ઘનશ્યામકુમાર, રીટાબેન વિલાસકુમાર, હિનાબેન શૈલેષકુમાર, નીપાબેન અતુલકુમાર, સોનલબેન વિજયકુમારના ભાઈ. સ્વ. રણજીતલાલ તથા સ્વ. પુષ્પાબેન વડેરાના જમાઈ મંગળવાર, તા. ૧૪-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬-૬-૨૨ના સાંજે ૪ થી ૬. ઠે. જાસ્મીન બેંકવેટ હોલ (૪થે માળે), રઘુલીલા મોલ, પોઈસર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
લાઠીવાળા હાલ દાદર ડો. રસિકલાલ ગીરધરલાલ મુળજી વળિયા (ઉં.વ. ૯૧) બુધવાર, તા. ૧૫-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે ડો. સુધાબેનના પતિ. અમિતના પિતા. શિલ્પાના સસરા. જુહી, શ્રીજા ધ્રુવ સંઘવીના દાદા. સુશીલાબેન લક્ષ્મીદાસ ગાંધીના જમાઈ. સ્વ. ચંદાબેન, સ્વ. હીરાબેન સ્વ. જશુભાઈ, પ્રભુદાસ, કનૈયાલાલ, સ્વ. મધુભાઈ, કુસુમબેન, દિનેશભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સહસ્ત્ર સાઠા સમાજ
ટીંટોઈ નિવાસી જગદીશભાઈ કાંતિલાલ ભટ્ટ (ઉં.વ. ૭૯) તે કુસુમબહેનના પતિ. સમીર, નિકી, મિલીંદના પિતા. માધુરી, સિધ્ધી, પેટ્રિસ્યાના સસરા. સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, દિપકભાઈ, નલીનીબહેન ધીરજલાલ જોષી, સુધાબહેન વિનોદચંદ્ર ઠાકરના ભાઈ. સ્વ. કાંતાબહેન હરગોવિંદદાસના જમાઈ શનિવાર, તા. ૧૧-૬-૨૨ના દેવલોક પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬-૬-૨૨ના સાંજે ૫.૩૦ થી ૭ સમાજ મંદિર હોલ, વસઈ વિકાસ બેંકની ઉપર, ન્યૂ ઈંગ્લિશ સ્કુલની સામે, વસઈ ગામ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
ચિતલ હાલ મુંબઈ સ્વ. લલિતકુમાર (બાબુભાઈ) હિરાલાલ ખેતશી નિર્મળના ધર્મપત્ની ગં. સ્વ. રમાબેન (ઉં.વ. ૯૪) તે સ્વ. હંસરાજ નારણજી મેરના દિકરી. તે સ્વ. ભાયલાલ હંસરાજ મેરના બહેન. સ્વ. નગીનભાઈ તથા ત્રંબકભાઈ ત્રિભોવનદાસ નિર્મલના ભાભી. જગદીશ કાનજીભાઈ છાટબારના માસી. પ્રિતમભાઈ ભાયલાલ મેરના ફઈબા તા. ૧૪-૬-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૬-૨૨, ગુરુવારના સાંજે ૪ થી ૬. ઠે. ૧૫૨, સૂર્યનારાયણ મંદિર, ૩જી પાંજરાપોળ લેન, મુંબઈ-૪.
સોરઠીયા સારસ્વત બ્રાહ્મણ
માંગરોળ હાલ વિક્રોલી-મુંબઈ સ્વ. ગોદાવરીબેન ગિરજાશંકર જોષીના પુત્ર બાલમુકુંદ જોષી (ઉં.વ. ૭૪) તે હર્ષાબેનના પતિ. કિરણ, સ્વ. જતીનના પિતા. પદમાબેનના સસરા. ગં. સ્વ. ચંદ્રકલા મનસુખલાલના નાના ભાઈ. સેજલ, ગિરીશના દાદા. જયંતીલાલ ચત્રભુજ અધ્યારૂના જમાઈ તા. ૧૨-૬-૨૨, રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી ગુરુવાર, તા. ૧૬-૬-૨૨ના સાંજે ૪ થી ૬. ઠે. ૨/૭ સોનાવણે ચાલ, શકુંતલા નર્સિંગ હોમ સામે, ગણેશ મંદિર માર્ગ, ગ્રુપ નં. ૨, ટાગોર નગર, વિક્રોલી ઈસ્ટ.
વિસાનાગર વણિક
રમેશચંદ્ર વરજીવનદાસ શ્રોફ (ઉં.વ. ૯૩) તા. ૧૧-૬-૨૨, શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સંયુક્તાબેન (સ્મિતાબેન)ના પતિ. અંજલિ ગજજર, સુજાતાના પિતા. બિપીનભાઈ ગજજરના સસરા. મનન ગજજરના નાના. સ્વ. કૃષ્ણકાંત શ્રોફ તથા સ્વ. અરૂણભાઈ શ્રોફના નાના ભાઈ. યોગેશભાઈ, જગદીશભાઈ, સ્વ. અશોકભાઈ, સુધાબેન, રીટાના કાકા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.