હિન્દુ મરણ

મરણ નોંધ

હાલાઇ ભાટિયા
કૃષ્ણરાજ નેણસી ચીખલ (કિસનભાઇ) સ્વ. અરૂણાબેનના પતિ. સ્વ. રાજીવ અને અર્ચના મુન્શૉના પિતા. સ્વ. નિર્મળા મુલરાજ તથા સ્વ. ઇન્દુ જયંતના ભાઇ. લીના, હિના, મયુરી, વર્ષા, હેમાંગીના મામા. સ્વ. ગોકલદાસ જેરાજાણીના જમાઇ. તા. ૧૦-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા. ૧૩-૬-૨૨ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. પ્રેમપુરી આશ્રમ, બાબુલનાથ, મુંબઇ-૪૦૦૦૦૭.
કચ્છી રાજગોર
બિદડા મોટા રતાડિયાના ગં. સ્વ. જયાબેન કેશવાણી (ઉં. વ. ૭૫) તા. ૯-૬-૨૨ના શુક્રવારે મુલુંડ-મુંબઇ મધ્યે રામશરણ પામેલ છે. સ્વ. વસંતલાલ કેશવાણીનાં ધર્મપત્ની. સ્વ. મણીબાઇ, હીરબાઇ દયાશંકર દામોદરના પુત્રવધૂ. ગામ ભીટારા, મુલુંડ મુંબઇના સ્વ. રામીબેન હીરજી ગોપાલજી મોતાના પુત્રી. વિજય, ભરત, અર્ચનાના માતુશ્રી. ભારતી વિજય અને મિનાક્ષી ભરતના સાસુ. રમેશભાઇ, મહેશભાઇ, રાજેશભાઇ, સ્વ. રમીલાબેન મોહનલાલ, કુસુમબેન પ્રવીણભાઇ, ગીતાબેન રાજેશભાઇના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૨-૬-૨૨ના રવિવારે સાંજે ૪થી ૬. ઠે. કચ્છી રાજગોર મિત્ર મંડળ, ૬ લવ કુશ એમ. જી. રોડ., મુલુંડ (વેસ્ટ).
દશા સોરઠીયા વણિક
વેકરી હાલ ઘાટકોપર સ્વ. જયંતીલાલ માધવજી સેલારકાના ધર્મપત્ની નીલાબેન (ઉં. વ. ૮૦) તા. ૧૦-૬-૨૨ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મણિલાલ મોતીચંદ માલવીયાની પુત્રી. વિજય, સ્વ. કમલેશના માતુશ્રી. મયૂરી, સ્મીતુના સાસુ. જીમીત, રાજવી, નિહાર માલવીના દાદી. સ્વ. વસંતભાઇ, વજુભાઇ, વિનોદભાઇ, સ્વ. નટવરલાલ, લલિતભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. તારાબેન કાંતિલાલ, સ્વ. લીલાવંતીબેન ગજવંતરાય, ભાવનાબેન નરેન્દ્રના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. મણીબેન, ગં. સ્વ. ઝવેરબેન (ઝવેરમા) સ્વ. જાદવજી ખીમજી ગંધા (ઠક્કર) મોડવદરવાલા હાલ વડાલાના પુત્ર સ્વ. વિઠ્ઠલદાસ (વિઠુભા) હાલ ડોમ્બિવલીના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાવતી (ઉં. વ. ૮૯) તે સ્વ. દયાલજી મોનજી ધીરાવાણી કોઠારાવાલાની પુત્રી. ગં. સ્વ. ઉષાબેન વસંતભાઇ માણેક, સ્વ. અતુલ, ઉમેશ, સ્વ. દિનેશ, વિજયના માતુશ્રી. ગં. સ્વ. નીતા, સૌ. ગીતા, સૌ. ચંદ્રીકાબેનના સાસુ. સ્વ. અરવિંદભાઇ, ગં. સ્વ. પુષ્પાબેન તુલસીદાસ ઠક્કર, યોગેશ, ભરત, સૌ. ભક્તિ દીનેશભાઇ દાવડા, સ્વ. હિમાંશુ કાશ્મીરાના ભાભી. શુક્રવાર, તા. ૧૦-૬-૨૨ શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
જાફરાબાદવાળા મુંબઇ સ્થિત હર્ષદરાય વોરા (ઉં. વ. ૮૫) તે ગુણવંતીબેન અને વસંતરાય ગંભીરદાસ વોરાના પુત્ર. સ્વ. સરલાબેન પ્રતાપરાય સંઘવીના ભાઇ. અનુરાધા મયંક બક્ષી, અજય અને રવિના મામા. ભાવનગરવાળા સ્વ. કરસનદાસ, સ્વ. ત્રિભુવનદાસ અને સ્વ. ચીમનલાલ નરોતમદાસ શેઠના ભાણેજ શુક્રવાર, તા. ૧૦-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક ક્રિયા બંધ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. જશવંતીબહેન વલ્લભદાસ પારેખના સુુપુત્ર જગત પારેખ (ઉં. વ. ૭૭) તા. ૧૧-૬-૨૨ શ્રીજીચરણ પામેલ છે. તે હેમાબહેનના પતિ. જયેશ, હિતેશ, નેહાના પિતા. બેલા અને દીપાના સસરા. ધર્મિલ, વંશીકા અને દિવ્યાના દાદા. તે ભેરાઇવાળા બાબુભાઇ રવજી ગોરડીયાના જમાઇ અને મોસાળ પક્ષે રણછોડદાસ આણંદજી સંઘવીના ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.
વિશા સોરઠીયા વણિક
બાલાગામવાળા હાલ વિરાર ગં.સ્વ. ભારતીબેન પારેખ (ઉં.વ. ૬૫) તે સ્વ. મોહનલાલ હીરાચંદ પારેખના ધર્મપત્ની. નયનના માતુશ્રી. નેહાના સાસુ. સ્વ. દ્વારકાદાસ તથા સ્વ. વ્રજલાલના ભાઈના પત્ની. માંગરોળ નિવાસી સ્વ. હીરાલક્ષ્મી નગીનદાસ લાખાણીના દીકરી. ૯/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દશા મોઢ ખંભાત અડાલજા વણિક
ખંભાત નિવાસી હાલ ગ્રાન્ટ રોડ ગં.સ્વ. દેવયાનીબેન બિપીનભાઈ શાહ (ઉં.વ. ૮૬) તે હેમત તથા હિના ગાંધીના માતુશ્રી. કીર્તિદા તથા બિનેશ દલીચંદ ગાંધીના સાસુ. રાજેન્દ્ર હરિદાસ શાહ તથા માલતી જીતેન પરીખના ભાભી. સ્વ. દશરથભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ તથા હેમંતિબેન અરવિંદભાઈ શાહના બહેન. માનવ, કિંજલ, ક્રિશિકા, મિતુલ, બિરાજ-નીલાભ, માનીતી યશના બા. ૧૦/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદીચ્ય ગોરવાલ બ્રાહ્મણ
કોજરા નિવાસી હાલ વિલેપાર્લા ગં. સ્વ. કમળાબેન ત્રિવેદી (ઉં.વ. ૮૪) તા. ૧૦-૬-૨૨ ને શુક્રવારના સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. રમણલાલ જેશંકર ત્રિવેદીના ધર્મપત્ની. સૌરભી, પરિમલ, શશી, કનક અને કશ્યપના માતુશ્રી. અ. સૌ. જ્યોત્સના, નરેન્દ્રજી દવે, અ. સૌ. બેલા અને અ. સૌ. હર્ષદાના સાસુજી. પિયર પક્ષે દેવગઢ નિવાસી સ્વ. નારાયણદત્તજી અને સ્વ. મીઠીબાઇ દવેના પુત્રી. સ્વ. ભાગવંતીદેવી, સ્વ. ગીતાદેવી, સ્વ. દેવશંકરજી અને જયપ્રકાશ દવેના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬-૬-૨૨ના સાંજે ૪ થી ૭. સ્થળ: વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલો માળ, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લા (પશ્ર્ચિમ).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.