હિન્દુ મરણ
હાલાઇ-નવગામ ભાટિયા
અં. સૌ. પલ્લવી પૂનમ (ઉં. વ. ૪૧) બોરીવલી નિવાસી તે સ્વ. ઉષાબેન તથા સ્વ. મધુસુદન કજરીયાના પુત્રવધૂ. હેમંત કજરીયાના ધર્મપત્ની. રંજનબેન તથા સ્વ. ચંદ્રકાન્ત પદમશી વેદના પુત્રી. તનીશના માતુશ્રી. લીના અશ્ર્વિન સંપટના ભાભી. નિધી તથા મનીષ વેદના બહેન તા. ૨૧-૧-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
ચિંચણ હાલ મુંબઇ ગં. સ્વ. ગુલાબબેન શાહ (ઉં. વ. ૯૯) તે સ્વ. જેકીશનદાસ વનમાળીદાસ શાહના ધર્મપત્ની. સ્વ. મણીબા ઝવેરચંદ કરમચંદ સાંગાણી (જૂનાગઢ)ની દીકરી. રાજેન્દ્ર તથા મહેન્દ્રના માતુશ્રી. વાસંતી તથા રમીલાના સાસુ. સારિકા, નીતા, કેતન, નિખિલ, નિકિતાના દાદી. રીચા તથા જયાના દાદી સાસુ તા. ૧૯-૧-૨૩ના ગુરુવારે મસ્કત મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
સુરત નિવાસી અ. સૌ. ભારતીબેન તે ભીખાલાલ રમણિકલાલ નાગ્રેચાના પત્ની અને મોહનલાલ પ્રેમજીભાઇ પંજવાણીના દીકરી. તે ભાવિન ભીખાલાલ, મીના મયુરકુમાર, નીતુબેન મનિષકુમાર, વંદના દેવાંગકુમારના માતુશ્રી. હિના ભાવિન નાગ્રેચાના સાસુ. જશ, ક્રિષ્ણાના દાદીમા. રવિવારે તા. ૨૨-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું સાંજે ૫થી ૬. કસ્તુરબા હોલ, ટેકરાવાળા સ્કૂલની બાજુમાં, રાંદેર રોડ, સુરતમાં રાખેલ છે.
ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ
નિલેશભાઇ, લાભશંકર (બાબુભાઇ) વ્યાસના પુત્ર તા. ૨૩-૧-૨૩ના સોમવારના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી. અશોક લાભશંકર વ્યાસ (ભાઇ), અ. સૌ. નીના અશોક વ્યાસ, (ભાભી). ડો. રશ્મીકાંત એન. શુકલ (બનેવી). અ. સૌ. દક્ષાબેન રશ્મીકાંત શુકલ (બેન).
પોરેચા મોઢ વણિક
ચંદ્રકાંત કાંતિલાલ કોઠારી (ઉં. વ. ૯૦) તે રંજનબેનના પતિ. સ્વ. અનીલભાઇ, સ્વ. પ્રતાપભાઇ તથા સ્વ. કિશોરીબેનના ભાઇ. કમલ, નંદરાજ, રાધિકાના પિતા. પ્રીતિ, સોનલ, અશ્ર્વિન ભુવાના સસરા. શનિવાર, તા. ૨૧-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છ વાગડ લોહાણા
ગામ મનફરાના હાલ ડોમ્બિવલી અ. સૌ. રમાબેન (ઉં. વ. ૭૧) તે અ. ની. કાંતાબેન માનસંગ રામાણીના પુત્રવધૂ. તે રમેશભાઇ રામાણીનાં ધર્મપત્ની. તે ગામ વજપાસરનાં અ. નિ. રાધાબેન પરષોતમ વેલજી પોપટના સુપુત્રી. તે મનોજ, ભાવના વિજય ઠક્કર તથા ધીરેનનાં માતુશ્રી. તે મીનાબેન, પ્રીતીબેનનાં સાસુ. તે નિરાલી, કેયુર, કિંજલ તથા યશ્વીનાં દાદીમા. તા. ૨૧-૧-૨૩ના શનિવારે અક્ષરધામ ગયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૪-૧-૨૩ના ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદીચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ- બામણેરા નિવાસી હાલ ભાયંદર ગૌતમ નગર કાંતિલાલ દુર્ગાશંકરના પત્ની સ્વ પૂર્ણાબેન તા. ૧૭/૦૧/૨૦૨૩ ના અવસાન થયેલ છે. દામોદર, ફુટરમલ, પુખરાજ, આનંદબાલા ,લલિતા, બેબીના ભાભી. પ્રિયા ગિરીશ, સ્વ ભાવના કિશોર કુમાર, સાજના નિલેશ કુમારના માતુશ્રી , જિયાના દાદીમા. સાંડેરાવ નિવાસી સ્વ નટવરલાલજી પારેશ્ર્વરજીની પુત્રી સ્વ મોતીલાલજી, બેબી, મંજુલાના બેન. લૌકીક પ્રથા બંધ છે. સ્થળ શ્રી અક્ષર પુરષોત્તમ સ્વામી નારાયણ સત્સંગ કેન્દ્ર, બી. પી. ક્રોસ રોડ, સાઈબાબા હોસ્પિટલ ની પાછળ ભાઈંદર (ઇસ્ટ)
હાલાઇ લોહાણા
મૂળવતન વિરમદળ હાલ કોલ્હાપુર હરિદાસ દામોદરદાસ સામાણીના ધર્મપત્ની હંસાબેન (ઇન્દુબેન) (ઉમર:૮૪) તે ૨૨/૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વલ્લભદાસ શામજી બથિયાના પુત્રી, સ્વ. કાંતિભાઈ, સ્વ. કાકુભાઇ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ભાનુબેનના બહેન, જયશ્રીબેન યોગેશભાઈના ભાભી, ધનેશ, અજિત, રાકેશ તથા પિયુષના માતા, હેમાંગ, પૂજા, તેજલ તથા દર્શનાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ. લીલાવંતીબેન કમળશી રૂગનાથ મહેતાના સુપુત્ર રસિકલાલ, ઉ.વ. ૭૫, તા. ૨૩-૧-૨૦૨૩, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોતિબેનના પતિ, તે મેહુલ તથા નિતા વિનય પારેખના પિતા, તે ધરાબેન તથા વિનયકુમાર રસિકલાલના સસરા, તે સ્વ. અરવિંદભાઈ, ગિરીશભાઈ, દિલીપભાઈ, સ્વ. ભરતભાઈ તથા પન્નાબેન જીતેન્દ્ર પારેખના ભાઈ, તે મહુવાવાળ સ્વ. મગનલાલ જમનાદાસ પારેખના જમાઈ, લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
રાજકોટ નિવાસી હર્ષાબેન જયેન્દ્રભાઈ શેઠ(ઉ.વ.૬૫), તે જયેન્દ્રભાઈ(જીતુ) દામોદરભાઈ શેઠના ધર્મપત્ની, તથા કવલકાવાળા સ્વ. રણછોડદાસ નાથાલાલ વેકરીયાના સુપુત્રી અને હસમુખભાઈ, નટુભાઈ, પ્રકાશભાઈ વેકરીઆ તેમજ દિવ્યાબેન રમેશચંદ્ર ધ્રુવના બહેન તા. ૨૧-૧-૨૦૨૩ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે.