હિન્દુ મરણ

મરણ નોંધ

શ્રી વિશા સોરઠીયા વણિક
ગં. સ્વ. ચંદ્રિકા (રેણુ) રમેશચંદ્ર શાહ (ઉં. વ. ૭૦) મૂળ ગામ માધવપુર હાલ મુંબઈ તે કાલાવડ, સ્વ પુરુષોત્તમદાસ મુળજીભાઈ શાહના સુપુત્રી. અમિત અને પથિક (વિકી) ના માતુશ્રી. હેમાલી અને પ્રેરીતાના સાસુ. દર્શીના દાદી તે તા. ૬ જૂન ૨૨ના સોમવારને શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
વિસા સોરઠીયા વણિક
ગં. સ્વ. ગીતા મલકાણ, ગામ ટિણમસ હાલ કાંદિવલી (ઉં. વ. ૭૪) તે સ્વ. ગોપાલદાસ મલકાણના ધર્મપત્ની. ખુશાલદાસ જરીવાલાની પુત્રવધૂ. પિયુષ, જીગનાનાં મમ્મી. આરતી, પરેશનાં સાસુ. જયાબેન ગુલાબચંદ શાહની દીકરી સોમવાર તા. ૬ જૂન ૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે).
સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
કલ્યાણ નિવાસી સ્વ. શ્યામભાઈ શિંગડીયા (ઉં. વ. ૯૦) સોમવાર, તા. ૬/૬/૨૨ના શ્રીરામશરણ પામ્યા છે. તે સ્વ. ડાહીબેન તથા દેવાનંદભાઈ શિંગડીયાના સુપુત્ર અને સ્વ. ગોમતીબેન નથુભાઈ દેવળીયાના જમાઈ. તેઓ સ્વ. નિર્મળાબેનના પતિ સ્વ. વિશ્રામભાઈ, સ્વ. માધવજીભાઈ, પીતાંબરભાઈ, સ્વ. હસુમતીબેન તથા સ્વ. કુંવરબેન પીતાંબર ધોકિયાના ભાઈ. તે મનોહરભાઈ, સ્વ. ધીરુભાઈ, દીપકભાઈ, વિનોદભાઈ, મેહુલભાઈ, હંસાબેન, સ્વ. લલીતાબેન, ગં. સ્વ કમળાબેન, નિર્મળાબેન, રેખાબેન, રજનીબેન તથા નેતલબેનના કાકા. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯/૬/૨૨ના ૩ થી ૫ કલાકે, સેરેમની બેંકવેટ હોલ, શ્રી રામમંદિરની સામે, કોન કલ્યાણ ખાતે
રાખેલ છે.
સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
કલ્યાણ કોન ગામ નિવાસી ગં. સ્વ. ગંગાબેન શિંગડીયા (ઉં. વ. ૯૦) તા. ૪/૬/૨૨ને શનિવારના શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ. આણંદજીભાઈના ધર્મપત્ની. સ્વ. મેણીબેન તથા સ્વ. વેલજી જેઠાના રાજાના પુત્રવધૂ. મુંબઈ નિવાસી સ્વ. જાનુબેન લાખાભાઈ જાધવના દીકરી. તે સ્વ. રસિકલાલભાઈ, દિનેશભાઈ, મનોજભાઈ સ્વ. પ્રભાબેન, ભારતીબેન હરીશ છાયા તથા દમયંતીબેન કિરણ ધોકિયાના માતુશ્રી. તે ગં.સ્વ. કલ્પનાબેન, નીતાબેન અને વર્ષાબેનના સાસુ તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯/૬/૨૨ ના રોજ બપોરે ૩ થી ૫ સેરેમની બેન્કવેટ હોલ, શ્રી રામ મંદિરની સામે, કલ્યાણ કોનગામ ખાતે રાખેલ છે.
કપોળ
આંબાડેલી (ધોળકા) હાલ કાંદિવલી સ્વ. મુળજીભાઇ આશારામ મહેતા તથા સ્વ. શીલાબેનના પુત્ર રાજેશ (ઉં. વ. ૬૨) તા. ૬-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે મીનાના પતિ. વિશલી, રૂષભના પિતા. પુનીત શૈલેષભાઇ દોશી તથા દૃષ્ટીનાં સસરા. દિપક-જયશ્રી રાજેશ પારેખ, જાગૃતિ અતુલ વોરા, આરતી દિપક પારેખ, ભાવના પરેશ પટેલના ભાઇ. સાસરી પક્ષે સ્વ. પ્રતાપરાય હરજીવનદાસ સંઘવીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૯-૬-૨૨ ગુરુવારના સાંજે ૫થી ૭. ઠે. સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૪થે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠિયા વણિક
મૂળ કેરાલા હાલ મુંબઇ સ્વ. સમરથબેન વલ્લભદાસ શેઠના પુત્ર મુલરાજ વલ્લભદાસ શેઠ (ઉં. વ. ૮૭) રવિવાર તા. ૫-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નિર્મળાબેનના પતિ. ગીતા, આશા, અશોક, હીના, હીતેનના પિતા. ધર્મિષ્ઠા, સ્વરૂપા, વદન આંત્રોલિયાના સસરા. સ્વ. કાશીબેન કેશવલાલ પારેખના જમાઇ. સ્વ. કાંતિલાલ, પ્રભુદાસભાઇ, મોંઘીબેન, લીલીબેન, કમળાબેન, જયાબેન, અનસુયાબેન, ભાનુબેન, નલિનીબેનના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. નારાણજી રાઘવજી પલણ ગામ અંજાર હાલ ઉરણના પુત્રવધૂ અ. સૌ. કસ્તુરીબેન (ઉં. વ. ૬૭) તે ગોવર્ધનદાસ પલણના ધર્મપત્ની તા. ૬-૬-૨૨ના સોમવારના રામશરણ પામેલ છે. તે દીપક, પ્રકાશના માતુશ્રી. મીના, ડીમ્પલના સાસુજી. સ્વ. ગોપાલભાઇ, ગં. સ્વ. મુક્તાબેન, સ્વ. તારાબેન, ગં. સ્વ. સીતાબેનના ભાભી. તે સ્વ. વસંતબેનના દેરાણી. સ્વ. નાગજી તુલસીદાસ મુળીયા ગામ હમલામંજલ વાળાની પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૬-૨૨ના ગુરુવારના સાંજે ૫થી ૭. ઠે. તેરાપંથી સભાભવન ઉરણ મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
લોહાણા
ભારતીબેન જોબનપુત્રાનો સ્વર્ગવાસ તા. ૩-૬-૨૨ના શુક્રવારે થયેલ છે. તે વિજયભાઇ જોબનપુત્રાની પત્ની. હિતેશભાઇના માતુશ્રી. અને અંજલીબેનનાં સાસુ. તથા ગાયત્રીબેનના માતુશ્રી. અને અનુપકુમાર અગ્રવાલના સાસુ. તથા કપિલભાઇ લાભશંકરભાઇ ત્રિવેદી, મહેશભાઇ લાભશંકરભાઇ ત્રિવેદી તથા પૂર્ણિમાબેન નરેશભાઇ વ્યાસનાં બહેન. પ્રાર્થનાસભા તા. ૯-૬-૨૨ ગુરુવારે સાંજે ૪થી ૬. ઠે. ફલેગ્સ બેન્કવેટ હોલ, લિબર્ટી ગાર્ડન, મલાડ (વેસ્ટ).

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.