સ્વ. કાનજી હીરજી ભાનુશાલી ગામ હમલા (ઉં. વ. ૮૬) તા. ૫-૬-૨૨ના દહીંસર મધ્યે ઓધવશરણ પામેલ છે. પુત્ર : રમેશ, ભાઇલાલ, કિશોરભાઇ દયાળજી હીરજી. જમાઇ: વલભજી ધનજી ભમડભાડઇ. મોસાળ : સ્વ. જેઠાલાલ વીરજી ગોરી મોડકુબા. સસરા: સ્વ. ત્રીકમ અરજણ મંગે નરેડી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
પટેલ
ગામ ખરસાડ હાલ મુંબઇ (દાદર) સ્વ. રતનજીભાઇ દેવજીભાઇ પટેલના સુપુત્ર, ભાવનાબહેન પટેલના પતિ. કૃપાબેન તથા શિતલબેનના પિતા. જગદીશભાઇ અને દિલીપભાઇ પટેલના ભાઇ. સ્વ. જયોતિન્દ્રભાઇ પટેલ તા. ૪-૬-૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. શોકસભા તા. ૮-૬-૨૨ બુધવારના બપોરે ૨થી ૫, અને પુષ્પાણી તા. ૧૫-૬-૨૨ બુધવાર બપોરે ૩થી ૫, તેમના નિવાસસ્થાને. ઠે. રૂમ. નં.૬, ૨૨, એ. વાડિયા કંપાઉન્ડ, આર. કે. વૈધ રોડ, દાદર (વેસ્ટ).
ઘોઘારી લોહાણા
ધરામપુરવાળા હાલ બોરીવલી સ્વ. નિર્મળાબેન રમણીકલાલ વસાણીના પુત્ર વિપીનચંન્દ્ર (ઉં.વ. ૮૯) તે ૪/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પ્રેમિલાબેનના પતિ. સ્વ. ધરમદાસ મગનલાલ મસરાણીના જમાઈ. સ્વ. શારદાબેન, પુષ્પાબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. હસમુખભાઈ, મધુકરભાઈના ભાઈ. દિપક તથા વૈશાલી ધીરેન વ્યાસના પિતા. આરતીના સસરા. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
શ્રી માંગરોલ દશા શ્રીમાળી વણિક
ગં.સ્વ. લલીતાબેન અમૃતલાલ લોઢવીયા (ઉં.વ. ૯૫), તે રંજન વિનોદ, કલ્પના જયેન્દ્ર, રાજેન્દ્ર તથા સુધીરના માતુશ્રી. કામિની તથા ભારતીના સાસુ. સ્વ. છગનલાલ પ્રભુદાસ કોઠારી પુત્રી. સ્વ. જયંતીલાલ છગનલાલ કોઠારીના બેન. શ્રી વિનયચંદ્ર લીલાધર લોઢવીયા, સ્વ. પ્રાણવંતી જમનાદાસ, રસીકબેન જયંતીલાલ જુઠાણી તથા સ્વ. મધુલતા ચંદ્રકાન્ત શેઠના ભાભી રવિવાર, તા. ૫-૬-૨૨ના શિકાગો (અમેરિકા) મુકામે શ્રીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
મોટા ઝીંઝુડાવાળા હાલ થાણા સ્વ. નટવરલાલ છગનલાલ શાહ અને સ્વ. ઉર્મિલાબેન નટવરલાલ શાહ (માંડવિયા)ના પુત્ર નરેન્દ્ર શાહ (ઉં. વ. ૬૪) શનિવાર, તા. ૪-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રેખાબેનના પતિ. મહેશ તથા પ્રકાશના પિતા. સ્વ. રવીશચંદ્ર, સ્વ. પરમાણંદભાઇ, સ્વ. રસિકલાલ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. વિમલાબેન જગન્નાથ મલકાણ, સ્વ. પુષ્પાબેન વ્રજલાલ માલવીયા તથા સ્વ. રાધાબેન ધનસુખલાલ ગગલાણીના ભત્રીજા. સ્વ. ઉર્મિલાબેન નરભેરામ વઝીરના જમાઇ. સાદડી પ્રથા અને લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ચિ. કિશોર વેદ (ઉં. વ. ૭૩) હાલ ઘાટકોપર તે સ્વ. પ્રાગમલ લક્ષ્મીદાસ વેદ તથા સ્વ. બેનાબેનના પુત્ર. તે રેખાબેનના પતિ. તે ચી. ઉર્વીના પિતા. તે સ્વ. ગોરધનદાસ પરસોતમ રાજડાના જમાઇ. તે ચંદ્રુબેન, અ. સૌ. દમુબેન કિરિટ દુતિયા, અ. સૌ. હંસાબેન તુષાર સંપટ, ચી. રજનીબેનનાં ભાઇ તા. ૪-૬-૨૨ના શનિવારે શ્રીજીના ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
મૂળ ગામ વસ્તડી હાલ તિલકનગર, ચેમ્બુર, ચિંતરંજન ત્રિવેદી (રાજુભાઇ) (ઉં. વ. ૬૩) તે સ્વ. જશવંતરાય તથા સ્વ. લાભગૌરી ત્રિવેદીના પુત્ર. તે જયશ્રીબેનના પતિ. રોનક તથા દેવાંગના પિતા. નિધિના સસરા તા. ૨-૬-૨૨ ગુરુવારના સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. દેવીપ્રસાદ, સ્વ. નૈતમભાઇ, જયકલાબેન, ઇન્દીરાબેન, સ્વ. અનુપમાબેન, સ્વ. ચંદ્રમાબેન, સ્વ. પૂર્ણિમાબેનના ભાઇ. સાસરી પક્ષે ગં. સ્વ. જયોત્સનાબેન પ્રેમશંકર ઠાકરના જમાઇ.
દશા સોરઠીયા વણિક
બગસરા હાલ કાંદિવલી સુંદરજી રતનશી માધાણીના સુપુત્ર વૃજલાલ સુંદરજી માધાણી (ઉં. વ. ૮૩) તા. ૫-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ધીરજલાલ, સ્વ. શાંતિલાલ, કાંતિલાલ, દિલીપભાઇ, જયેશભાઇ, રમેશભાઇ તથા સ્વ. શારદાબેન અમરશી શેઠ, ગં. સ્વ. ભાનુબેન લલિતકુમાર કામદાર, કંચનબેન ભરતકુમાર માલવિયાના ભાઇ તથા ચિ. રાજીવ દિલીપ માધાણી, અ. સૌ. પૂર્વી વિપુલ ગાંધીના મોટા બાપુજી. અ. સૌ. ધરા રાજીવના મોટા સસરા. પ્રાર્થનાસભા તા. ૭-૬-૨૨ મંગળવાર, સાંજે ૪થી ૬. ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ), મધ્યે
રાખેલ છે.
વિશા વાયડા વણિક
દ્રુપદભાઇ મારફતીયા (ઉં. વ. ૭૨) તે સ્વ. કિશનલાલ તેમ જ સ્વ. હેમપ્રભાબેનના પુત્ર. સ્વ. કાંતિલાલ દલાલ તેમ જ સ્વ. કુસુમબેન દલાલના જમાઇ. રેણુકાબેનના પતિ. કેયુરી, અને ભાવિનના પિતા. મુફીભાઇ, જલ્પાના સસરાજી. પલ્લવીબેન, ધનીલભાઇના નાના ભાઇ. તા. ૬-૬-૨૨ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૬-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. વલ્લભ શિક્ષણ સંગીતા આશ્રમ, પ્લોટ નં. ૬, સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ, નિયર ગુરુકૃપા હોટેલ, સાયન (વેસ્ટ).
લોહાણા
મૂળ ગામ નાની ધસારી હાલ ભિવંડી થાણા કિરણભાઇ (ઉં.વ. ૫૮) તે ગં. સ્વ. રમાબેન વૃંદાવનદાસ ઠક્કર, (ડબ્બા)ના દીકરા. તે દક્ષાબેનના પતિ. તે નિલ તથા અ. સૌ. પ્રિયંકા ચિરાગકુમાર મહેતાના પિતા. તે અનિલભાઇ તથા કમલેશભાઇના મોટાભાઇ. તે સ્વ. વિનોદરાય ગોકળદાસ મધલાણી પોરબંદરવાળાના જમાઇ. શનિવાર તા. ૪-૬-૨૨ના ગૌલોકવાશી થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૭-૬-૨૨ના સાંજે ૪-૩૦થી ૬-૩૦. ઠે. નિલકંઠેશ્ર્વર મહાદેવ મંદિર, રાધાકૃષ્ણ હોલ, તિનબત્તી હફસન આળી, ભિવંડી મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.