હિન્દુ મરણ

મરણ નોંધ

પટેલ
ગામ વલસાડ નિવાસી હાલ બોરીવલી ચંદ્રકાન્ત ગોપાલદાસ પટેલના ધર્મપત્ની અ.સૌ. કાંતાબેન પટેલ (ઉં. વ. ૭૨) તે ૨/૫/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે વિમલ, તેજલ, રચનાના માતુશ્રી. દિપેશકુમાર ગીરીશભાઈ આશરા તથા રાજનકુમાર ભરતભાઈ સોનીના સાસુ. સ્વ. અમૃતલાલ, ધનસુખભાઇ, સ્વ. પદમાબેન પટેલ તથા પુષ્પાબેન પટેલના ભાભી. પિયરપક્ષે કોઠાનિવાસી સ્વ. પાર્વતીબેન ગુલાબદાસ પટેલના દીકરી.
ઈડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
બડોલી-ઈડરના વિમળાબેન મણીલાલ રાવલ (ઉં. વ. ૯૬) તે સ્વ. મણિલાલ રાવલના પત્ની. સ્વ. રામનારાયણ, હંસાબેન ભાનુશંકર ત્રિવેદી, ઉષાબેન સુરેશકુમાર રાવલ, કિરણબેન સતિશકુમાર ભટ્ટ, વિભાબેન સાગરકુમાર રાવલના માતુશ્રી. શકુંતલાબેનના સાસુ. કેતન અને કોમલ જિગરકુમાર દોશીના દાદી. સ્વ. શંકરલાલ કેવળદાસ ગોટી ધુલિયાવાળાના દીકરી ૩.૫.૨૨ ને મંગળવારના બડોલી મુકામે દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
શ્રીમાળી સોની
મહેસાણા હાલ મુંબઈ સોની પિયુષકુમાર પાનાચંદના ધર્મપત્ની અ.સૌ. કાશમીરાબેન (ઉં.વ.૬૭) તા. ૩-૫-૨૨ના મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ પ્રેમલ તથા અ.સૌ. જીજ્ઞાના માતુશ્રી. અ.સૌ. પૂર્વી તથા ભાવેશકુમારના સાસુ. તે ઈશા તથા પ્રિયાના દાદી. તે દક્ષ, ધૈર્ય તથા હેમાક્ષીના નાની. લૌક્કિ વ્યવહાર બંધ છે.
કપોળ
ડેડાણવાળા (ફોર્ટ સોનગઢ) નિવાસી સ્વ. જેકુંવરબેન વચ્છરાજભાઈ મહેતાના પુત્ર સ્વ. જયંતિલાલ મહેતાના ધર્મપત્ની જયશ્રીબેન (હાલ મુલુંડ) (ઉં.વ.૭૪) તેઓ બુધવાર, તા. ૪-૫-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ મનીષ-સીમા, જયેશ-સોનલ, જશ્મીન બિપિનકુમાર શેઠ, દિપ્તી અશોકકુમાર દેસાઈના માતૃશ્રી. તેઓ ચંદ્રપુરવાળા સ્વ. વૃજલાલ પોપટલાલ મહેતાના દીકરી. તેઓ ઉષા ધીરજલાલ, સ્મીતા જવાહરભાઈ, નયના રોહિતભાઈના જેઠાણી. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૬-૫-૨૨ના સાંજે ૫થી ૭ લૌકિક પ્રથા બંધ છે. સ્થળ: લોહાણા મહાજનવાડી, ફસ્ટ ફલોર, શંકર મંદિરની બાજુમાં, એસ.વી.રોડ, કાંદિવલી (વે).
ઘોઘારી લોહાણા
ગં. સ્વ. પન્નાબેન વિનોદભાઈ પજવાણી (ઉં. વ. ૮૪), તે સ્વ. જીવરાજભાઈ રૂપારેલીઆના દીકરી. તે સ્વ. મુકેશભાઈ, હિતેશભાઈ, નમીતા જીતેન્દ્ર સોમૈયા અને વંદિતા દિલીપભાઈ ઠક્કરના માતુશ્રી. સુનંદાબેન, વર્ષાના સાસુ. અમરીશ, કૌશીક, જીત અને ગંગોત્રી ધવલ સીમરીઆના દાદી. તે હીના, દર્શીતા, ભક્તિના દાદીસાસુ. તા. ૫-૫-૨૨ના દહાણુ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૭-૫-૨૨ના રોજ દહાણુ મુકામે સાંજે ૪ થી ૬, દહાણુ વિભાગ, લોહાણા મહાજન વાડી, પારનાકા, દહાણૂ ખાતે રાખેલ છે.
કચ્છી ભાટીયા
ગં.સ્વ. ભાનુમતી પ્રતાપસિંહ ભીમાણી (ઉં. વ. ૯૩) તે સ્વ. પ્રતાપસિંહ પ્રાગજી જમનાદાસ ભીમાણીના પત્ની.કિશોરના માતુશ્રી. અ.સૌ. કલ્પનાના સાસુ. રામના દાદીમા, ઠા. કાનજી ભીમજી સંપટના પુત્રી. તા. ૫-૫-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ગુર્જર સુતાર
મૂળગામ સાયરા કચ્છ હાલ મુંબઈ જયંતીલાલ મેઘજી પીનારા (ઉં. વ. ૮૫) તે ૨/૫/૨૨ના રામશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. ધીરેન તથા રાખીના પિતા. સ્વ. મનુભાઈ, સ્વ. રંજનબેન પરમાનંદ સંક્લપુરાના ભાઈ. દિપકકુમાર પંચાલ તથા ઝોલીબેનના સસરા. હીરાલાલ મુળજીભાઈ વડગામા, ગં.સ્વ. ભગવતીબેન શાંતિલાલ બાસોપિયા, જયવંતીબેન હરીશભાઈ ચવેલીયા, પ્રવિણાબેન મહેન્દ્રભાઈ સંચાણીયા, સ્વ. જ્યોતિબેન હરેશભાઇ સંચાણીયાના બનેવી. પ્રાર્થનાસભા ૬/૫/૨૨ના ૫ થી ૭. ઠે. લુહાર સુતાર જ્ઞાતિ મંડળ અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી દશા દિશાવળ વણિક
કોળિયાક નિવાસી હાલ ભાવનગર દેવિન્દ્રાબેન નટવરલાલ પારેખ (ઉં. વ. ૭૬) તે ૩/૫/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નટવરલાલ કાનજીભાઈ પારેખના ધર્મપત્ની. પ્રદીપ, પરાગ, અનિતાના માતુશ્રી. કૃણાલ, ઝરણાં, ખુશ્બુ રોહિતકુમારના બા. રક્ષાબેન, સુનીતાબેનના સાસુ. સ્વ. કનૈયાલાલ, નવીનચંદ્ર, અરવિંદરાય વ્રજલાલ મહેતાના બહેન. તેમની સાદડી ૬/૫/૨૨ના ૪.૩૦ થી ૬. નિવાસસ્થાન મેન્યુલ એપાર્ટમેન્ટ, ક્રોસ ગાર્ડનની બાજુમાં, સ્ટેશન રોડ, ભાયંદર વેસ્ટ.
પાવરાઈ ભાટીયા
ગં. સ્વ. દમયંતીબેન (દમુબેન) (ઉં. વ. ૮૪) તે સ્વ. ખટાઉ કેશવજી રાયગગા (ભુજવાળા)ના પત્ની. સ્વ. જમનાદાસ ગોપાલદાસ દામજીયાણીના પુત્રી. અલકા અને દીપકના માતા. રૂપક ઉદેશી અને બંસરીના સાસુ. નીલ, યશ, ઉર્વી રીષીકેશ અંજારીયા અને શ્રેયાનાં દાદી-નાની તા. ૪-૫-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.