Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

ઘોઘારી લોહાણા
હાલ બોરીવલી ગં.સ્વ. વિમળાબેન (ઉં.વ. ૮૭) તે મેન્ગલોરવાળા સ્વ. કમળાબેન તથા સ્વ. કેશવલાલ ભાઇલાલ વસાણીના દીકરી. સ્વ. પ્રવિણચંદ્ર (બકુલભાઈ) ત્રિભોવનદાસ કેસાણીના ધર્મપત્ની. માલાબહેન કિરણભાઈ તન્ના તથા સ્વ. યોગેશના માતુશ્રી. નીરવ તથા અક્ષયના નાની. ધ્વનીના નાનીસાસુ. ૪/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ કડવા પાટીદાર
ગામ દયાપર (લખપત), હાલ મલાડ સ્વ.શંકરલાલ પોકાર (પટેલ) (ઉં. વ. ૭૬) તે સ્વ. રાજબેન અને નારાયણભાઈ પોકારના પુત્ર. પાર્વતીબેન ના પતિ. સ્વ. શાંતાબેન વિશ્રામ લીંબાણી, રૂક્ષ્મણીબેન રાજેશ લીંબાણી, કસ્તુરબેન તુલસીદાસ ધોળું, મણીલાલ રામજીભાઇ પોકાર, મોહનલાલ રામજીભાઇ પોકારના મોટાભાઇ. સુધા મનોજ રામાણી, મીના રમેશ વાસાણી, જાગૃતિ હસમુખ રામજીઆણીના પિતાશ્રી. તે નાગપુર નિવાસી સ્વ.ધનુબેન વિરજીભાઈ રૂડાણી (દોલતપર)ના જમાઈ તે તા.૫/૧૧/૨૨ શનિવારે પ્રભુશરણ થયા છે, તેમની પ્રાર્થનાસભા તા. ૮/૧૧/૨૨ ને મંગળવારે સમય ૩.૩૦ થી ૫ કલાક, સ્થળ: કચ્છ કડવા પાટીદાર વાડી, દોલત નગર રોડ નં. ૧૦, રતન નગર, બોરીવલી (પૂર્વ).
હાલાઇ લોહાણા
મૂળ વતન મોરબી ટંકારા હાલ કાંદિવલી સ્વ. રણછોડદાસ છગનલાલ કક્કડના ધર્મપત્ની કમળાબેન કક્કડ (ઉં.વ. ૮૫) તે ૬/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ગુણવંતીબેન તથા સ્વ. ગોરધનદાસ રામજી મોદીના દીકરી. હંસાબેન અમૃતલાલ મશરૂ, ભરતભાઈ તથા અક્ષયભાઈના માતા. દક્ષાબેન, હીનાબેન તથા અમૃતલાલ મશરૂનાં સાસુ. સ્વ. ભગવાનદાસ, સ્વ. મણીબેન, ઇન્દીરાબેનના બહેન. ક્રિષ્ના, સ્નેહલ (ગોપી), ભાવના હિતેનકુમાર અમલાણી, ધવલ, રોનકના દાદી. સ્વ. જીવીબેન બાબુલાલ રૂપાના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
શિહોર સંપ્રદાય ઓદિત્ય અગ્યારસે બ્રાહ્મણ
કુક્ડ નિવાસી હાલ મલાડ વિનોદ ગૌતમરાય ભટ્ટ તથા સ્વ. કાશ્મીરા ભટ્ટનો પુત્ર આનંદ (ઉં.વ. ૩૬) તા. ૪-૧૧-૨૨ના શુક્રવારે સ્વર્ગસ્થ થયેલ છે. તે વિશાખા નિખિલકુમાર દોશી તથા જસ્મી નિશિતકુમાર ઠાકરના ભાઈ તથા નિતીન ભુપતભાઇ બધેકાના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
પોરબંદર હાલ કાંદિવલી છોટાલાલ વડેરા (મામા) (ઉં. વ. ૮૯) મીનાબેન છોટાલાલના પતિ. તે સ્વ. નર્મદાબેન મુલજીભાઇ વડેરાના પુત્ર. તે સંજયભાઇ, પરેશભાઇ, સંદીપભાઇ, નીલા ધર્મેશ જાનીના પિતા. કામિનીબેન સંજય વડેરાના સસરા. રિતેશના દાદા. પૂર્વી રિતેશ વડેરાના દાદાજી સસરા. રોશની જાની, મિત જાનીના નાના. તા. ૫-૧૧-૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોતાળા બ્રાહ્મણ
અશોક મધુસુદન ભટ્ટ (ઉં. વ.૮૩) તે શકુંતલા અને મધુસુદન મુગટલાલ ભટ્ટના સુપુત્ર તા. ૫-૧૧-૨૨ના સ્વર્ગવાસ થયેલ છે. લૌક્કિ પ્રથા બંધ છે.
કંઠી ભાટીયા
જતીન (ઉં. વ. ૬૬) તે સ્વ. મંજુલા મહેન્દ્ર આશરના પુત્ર. સ્વ. હીરાબેન ગીરધરદાસ વેદનાં જમાઇ. પ્રીતીબેનના પતિ. મીનાક્ષી તથા ઉત્કર્ષના પિતા. ગં. સ્વ. હેમનલીની, ગં. સ્વ. કાલીન્દી, અ. સૌ. મંજરી, અ. સૌ. આરતી તથા અંજનના ભાઇ તા. ૬-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૯-૧૧-૨૨ના બુધવારે લાયન્સ કોમ્યુનીટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ) સાંજે ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

RELATED ARTICLES

Most Popular