Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

ઘોઘારી મોઢ વણિક
શિહોર નિવાસી હાલ કલ્યાણ મહેન્દ્રભાઈ પ્રભુદાસ વોરા (ઉં.વ. ૯૦) તા. ૩-૧૧-૨૨ના રોજ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હરબાળાબેનના પતિ. તે કનુભાઈ, દિપકભાઈ, જયેશભાઈ, રેખાબેન, કલ્પનાબેનના પિતાશ્રી. તે સ્વ. બળવંતભાઈ, કિશોરભાઈ, સ્વ. ચંદનબેન મહેતાના ભાઈ. તે ભારતીબેનના જેઠ. તે સ્મિતાબેન, લિનાબેન, માધવીબેનના સસરા. તે પંક્તિ, બંસરી, તુલસી, સલોની, જયતીના દાદા. પ્રાર્થનાસભા તા. ૫-૧૧-૨૨ને શનિવારે સાંજે ૫ થી ૭. વાઈટ લીલી બેન્કવેટ હૉલ, પામ રિસોર્ટ, રોશન પેટ્રોલ પંપની પાસે, મુરબાડ રોડ, કલ્યાણ પશ્ર્ચિમ. (લૌકિક વ્યવહાર બંધ છે).
સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ખેડાવાડા નિવાસી હાલ ઘાટકોપરના રતિલાલ શિવશંકર પાઠક (ઉં.વ. ૯૧) તે વિનોદીનીબેનના પતિ. તે સ્વ. નાનાલાલ દુ. ઠાકરના જમાઈ. વિજયભાઈ, સંજયભાઈ, મિતાંજલી ને કેતનભાઈના પિતાશ્રી. સ્વ. ચંદ્રિકાબેન પંડ્યાના ભાઈ. પ્રિતીબેન, વંદનાબેન, જગતકુમાર ને સેજલબેનના સસરા તા. ૩-૧૧-૨૨ના રોજ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ છે.
કચ્છી રાજગોર
ગામ ફરાદીના દિલીપભાઈ શર્મા (પેથાણી) (ઉં.વ. ૮૨) તા. ૨-૧૧-૨૨ ને બુધવારે રામશરણ પામ્યા છે. તે માતુશ્રી સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી શર્માના પુત્ર. તે સ્વ. વેજબાઈ હરીરામ, ધીરજલાલ, સ્વ. શાંતિલાલ શર્માના ભાઈ. તે મુક્તાબેનના પતિ. તે પંકજ, સ્વ. ચેતન તથા અ.સૌ. હિનાના પિતાશ્રી. તે ગામ કોઠારાના રશ્મિનભાઈ, રમેશભાઈ તથા મનિષાબેનના સસરા. તે ભુજના સ્વ. પાર્વતીબેન મીઠુભાઈ મોતાના જમાઈ. સાદડી રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઘોઘારી લોહાણા
ઇંગોરાળા (ભાડ) હાલ કલ્યાણ નરેશભાઈ વડેરા (ઉં.વ. ૬૯) તે સ્વ. કલ્પનાબેનના પતિ. તે સ્વ. વિજયાબેન નાનાલાલ નારાયણદાસ વડેરાના પુત્ર. તે ભાવેશભાઈ અને વૈશાલીબેનના પિતા. તે નિમિષાબેન અને નિમેષભાઈના સસરા. તે હર્ષ, ધાર્મિક, જશના દાદા. તે રમેશભાઈ, ઉર્મિલાબેન, કિશોરભાઈ અને કિરીટભાઈના ભાઈ. તે સ્વ. બાબુલાલ કેશવજી મશરુ (વસઈ)ના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર તા. ૫-૧૧-૨૨ના સાંજે ૪.૩૦ થી ૬. માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ પશ્ર્ચિમ.
હાલાઈ લોહાણા
રાજકોટ હાલ ખેતવાડી સ્વ. ભુપેન્દ્રભાઈ રાયજાદાના ધર્મપત્ની સરયૂબેન (ઉં.વ. ૭૪) તે માટુંગા નિવાસી સ્વ. દયાલભાઈ શ્રોફના દીકરી. સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. સુરેશભાઈના ભાભી. મિથિલેશભાઈ, અરૂણાબેન, શીલાબેન, રીટાબેનના મોટાબહેન. મયુરભાઈ, ધીરેનભાઈના મોટા મમ્મી. સુશીલાબેન, ભાવનાબેનના જેઠાણી શુક્રવાર, તા. ૪-૧૧-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૫-૧૧-૨૨ના સાંજે ૪ થી ૬માં ખેતવાડી ૭મી ગલી, હનુમાન નિવાસ, રૂમ નં. ૮, મુંબઈ-૪૦૦૦૦૪.
કપોળ
મહુવાવાળા હાલ મુંબઈ સ્વ. ધીરજલાલ મથુરાદાસ પારેખના પત્ની ગં.સ્વ. તારાબેન પારેખ (ઉં.વ. ૮૯) શુક્રવાર, તા. ૪-૧૧-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે દેલવાડાવાળા સ્વ. શીવકોરબેન અને તાપીદાસ કરસનદાસ મહેતાના દીકરી. તે અશ્ર્વિન અને ચેતનના માતા. તે પ્રજ્ઞા અને પ્રતિમાના સાસુ. તે તેજસ, પૂર્વી, અમિત, કરિશ્મા, નીરલ, રીધીમા, હર્ષના દાદી. તે યશ, સાન્વી, શાન, આરશિવ અને અવિરાજના પરદાદી. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
સ્વ. ચંદાબેન ગોપાલજી ગણાત્રા તે સ્વ. ગોપાલજી આર. ગણાત્રાના પત્ની. તે સ્વ. કાંતાબેન, સ્વ. વલ્લભદાસ વેલજી સોઢાના પુત્રી. તે પ્રતિભા, હરેશ, રાજેશના માતુશ્રી. કૌશિક સંઘવી, અનુરાધા તથા ગીતાના સાસુ. દેવાંશીના નાની. પ્રણવ, વિહર, જેનીશના દાદી તા. ૨-૧૧-૨૨ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૫-૧૧-૨૨ શનિવારે સાંજે ૪.૩૦ થી ૬. પુષ્પકુંજ, ગ્રાઉન્ડ ફ્લોર, એ. રોડ, ચર્ચગેટ મુકામે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે)
કચ્છી લોહાણા
કચ્છ ગામ મુરૂ હાલે મુલુન્ડ સ્વ. ઝવેરબેન નરશીદાસ ગોકુલદાસ તન્નાના પુત્રવધૂ તે પ્રકાશ નરશીદાસ તન્નાના ધર્મપત્ની. પ્રીતિબેન, તે સ્વ. રતનબેન જ્યંતિલાલ મોનજી (બાટ) ઠક્કરના પુત્રી (ઉં.વ. ૬૦) તા. ૩-૧૧-૨૨ના શ્રીરામ શરણ પામેલ છે. તે ઉર્વેશના માતુશ્રી. લિપિ ઉર્વેશના સાસુમા. સ્વ. લક્ષ્મીબેન દ્વારકાદાસ કારિયા, સ્વ. લીલાવતીબેન હરીશભાઈ ઠક્કર, હંસાબેન, ત્રિવેણીબેન સુરેશભાઈ કોઠારીના ભાભી. પ્રાર્થનાસભા તા. ૫-૧૧-૨૨ શનિવાર સમય સાંજે ૫ થી ૬.૩૦ સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
સુરતી દરજી
ધનેશચંદ્ર સુરતી (ઉં. વ. ૮૪) તે સ્વ. હરકીસનદાસ નરસિંહદાસ સુરતી તથા ભીખીબેનના પુત્ર. મિનાક્ષીબેનના પતિ. હિરેનભાઇ, પ્રીતિબેનના પિતા. અમિષાબેન, દીપકકુમારના સસરા. વિશાખ, ઉર્વ, દિવ્યા, કરણના નાના-દાદા. ૩૧મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૬ઠ્ઠીને રવિવારે બપોરે ૪થી ૬. ઠે. ૩૩ ધનવંતી કો.ઓ. હા. સો. લિ., ૨જે માળે, પેરૂબાગ, દાદા સાહેબ પેંડસે માર્ગ, આરે રોડ, આશારામ બાપુ આશ્રમની બાજુમાં, ગોરેગામ (પૂ.).
વિશા પોરવાડ વણિક
હાલ કાંદિવલીના સ્વ. કાંતિલાલ તારાચંદ પારેખના ધર્મપત્ની ગં.સ્વ. કળાવંતી પારેખ (ઉં.વ. ૯૫) તે ૧/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેન, શોભાબેન, સ્વ. અમિતાબેન, સુધીરભાઈ, સ્વ. બીનાબેન, વિજયભાઈ, ભૂષણભાઈ, પિન્કીબેનના માતુશ્રી. કાંતિલાલ (કનુભાઈ), દિનેશકુમાર, સ્વ. મીનાબેન, સ્વ. દિલીપભાઈના સાસુ. ધોરાજી નિવાસી મણિલાલ જીવરાજ શાહના પુત્રી. સ્વ. હરકિશનભાઇ, સ્વ. ધનીબેન, સ્વ. નિર્મળાબેન, સ્વ. જશવંતરાય, કીર્તીકુમારના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કપડવંજ દશા પોરવાડ
મુંબઈ નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. શકુંતલાબેન (ઉં.વ. ૯૦) તે સ્વ. રજનીકાંત રમણલાલ પરીખના ધર્મપત્ની. દિપક તથા જ્યોતિના માતુશ્રી. હીનાબેન તથા ભરતકુમાર પટેલના સાસુ. સ્વ. બાબુભાઇ, ચંદ્રકાંતભાઈ, કનુભાઈ, સ્વ. શારદાબેન, સ્વ. ધનુબેન, સ્વ. શાંતાબેનના ભાભી. ચીમનભાઈ દેસાઈ તથા પ્રમુખભાઈ રતનલાલ દેસાઈના બેન. ૩/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિશા સોરઠીયા વણિક
ઉપલેટાવાળા હાલ કાંદિવલી દિનેશ શાહ (ઉં.વ. ૬૯) તે ૨૮/૧૦/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેન શાંતિલાલ શાહના પુત્ર. કલ્પનાબેનના પતિ. જીગર, ડોલી, ધ્રુવના પિતા. જીજ્ઞેશ, ધારા, સલોનીના સસરા. મનીષ, રક્ષાના ભાઈ. સ્વ. હીરાબેન ગુલાબદાસ શાહના જમાઈ. પ્રાર્થનાસભા ૬/૧૧/૨૨ના ૧૦.૩૦ થી ૧૨.૩૦ કલાકે લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ રોડ એક્સટેંશન, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી
તળાજા, હાલ કાંદિવલી અરવિંદભાઈ મોહનલાલ ખીમચંદ પારેખ (ઉં.વ. ૬૬) તે ૩/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. ભારતીબેનના પતિ. ભૂમિકા, સ્વ. મોનાના પિતા. ચિરાગ મહેતાના સસરા. સ્વ. મહેશભાઈ, સ્વ. પ્રફુલચંદ્ર, સ્વ. જ્યોતિબેન ચોખાવટિયા તથા ભરતભાઇના ભાઈ. સ્વ. હઠીસિંહ મુળજી મોદીના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ ચિત્રોડા હાલ બોરીવલી મધુસુદન મગનલાલ પંડ્યા (ઉં.વ. ૮૩) તે ૩/૧૧/૨૨ના દેવલોક પામેલ છે. તે સુભદ્રાબેનના પતિ. સ્વ. પ્રહલાદભાઈ, સ્વ. ભાનુભાઇ, સ્વ. રમણભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ. મહાલક્ષ્મીબેન હરગોવિંદદાસ, સ્વ. લીલાવંતી કરુણાશંકર, ગં.સ્વ. ભાનુમતીબેન અનિરુદ્ધ, સ્વ. સરલાબેન મહેન્દ્ર, ગં.સ્વ. જયાબેન મુરલીધર, સ્વ. નિર્મળાબેન મહેન્દ્રના ભાઈ. કિશોરી, રાકેશ, દિલીપના પિતા. ચેતન ભીખાલાલ, શિલ્પા, નીલિમાના સસરા. સ્વ. ચંદુશંકર નારાયણ ત્રિવેદી કુકડીયાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૫/૧૧/૨૨ના ૫ થી ૭ કલાકે સોનીવાડી, સિમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.
મેઘવાળ
ગામ નેસડા હાલ ઈગતપુરીના સ્વ. પીઠાભાઈ વિરાભાઈ બોરીચાના પત્ની સ્વ. કેસરબેન (ઉં.વ. ૧૦૦) તા. ૨૫-૧૦-૨૨ મંગળવારના શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ. જેઠાભાઈ મૂળાભાઈ ડોડીયા તથા સ્વ. જેઠીબેનના દિકરી. સ્વ. રમેશભાઈ, શ્રી સુરેશભાઈ, સ્વ. અશોકભાઈ, અ.સૌ. ઉષાબેન પ્રેમજી વોરાના માતુશ્રી. દિવેશભાઈ, સચીનભાઈ, દક્ષાબેન રાઠોડના દાદી. નિતીનભાઈ મિનાક્ષી બેનના દાદી સાસુ. સ્વ. જૂઠાભાઈ, સ્વ. જેસિંગભાઈ, સ્વ. જગજીવનભાઈ, સ્વ. કાળીબેનના બહેન. તેમના બારમાની વિધી તા. ૫-૧૧-૨૨ શનિવાર સાંજે ૫ કલાકે શ્રી કચ્છી વિશા ઓશવાળ દેરાવાસી જૈન, મહાજન વાડી, કેશવજી નાયક રોડ, ચીંચબંદર, મુંબઈ-૯.
કપડવંજ દશા પોરવાડ
વારાસમડી, હાલ બોરીવલી ગં. સ્વ. હસુમતીબેન (ઉં.વ. ૮૩) તે સ્વ. અમૃતલાલ કાનજી સાંગાણીના ધર્મપત્ની તા. ૨/૧૧/૨૨ના બુધવારના શ્રીજીશરણ પામેલ છે. તે વસંત, શૈલેષ, હર્ષિકા, મીનાના માતુશ્રી. કલ્પના, પલ્લવી, પ્રકાશ ડી મેહતા, સુનીલ બી. કાપડીયાના સાસુ. તે મગનલાલ વલ્લભદાસ શેઠના દીકરી. સ્વ. રમણીકભાઈ, સ્વ. શશીભાઈ, કકૂભાઈ, ભરતભાઈ, સ્વ. ભાનુબેન, ઉષાબેન, કુસુમબેનના બહેન. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૫/૧૧/૨૨, સમય સાંજના ૪ થી ૬, કોરાકેન્દ્ર હોલ, આર. એમ. ભટ્ટડ માર્ગ, બોરીવલી વેસ્ટ.
આતરસુંબા દશા શ્રીમાળી વણીક
હાલ સાયન ચુનાભટ્ટી મીનાબેન, તે હેમેનભાઈના પત્ની. તે સ્વ. ભાનુબેન મફતલાલ અંબાલાલ શાહના પુત્રવધૂ. તે શિવાનીના મમ્મી. પ્રીતેશના સાસુ શુક્રવાર, તા. ૪ નવેમ્બરના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૭ નવેમ્બર, સાંજે ૪ થી ૫.૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર હોલ, લવન્ડર બો ની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.

 

RELATED ARTICLES

Most Popular