દરજી સમાજ બાબરીયાવાડ
નાગેશ્રી હાલ દહિસર સ્વ. કલ્યાણજી પરસોત્તમભાઈ ગોહિલના ધર્મપત્ની હંસાબેન (દિવાળીબેન) (ઉં. વ. ૮૪) ૧/૯/૨૨ના રામશરણ પામેલ છે. તે પ્રકાશભાઈ, વિનોદભાઈ, પ્રવિણાબેન સંજયકુમાર, કીર્તિબેન ભરતકુમારના માતુશ્રી. અશ્વિનભાઈ પરસોત્તમભાઈ, પ્રવીણભાઈ, અમુભાઈ, નટુભાઈ, રમેશભાઈના ભાભી. રાજુલા નિવાસી સ્વ. બચુભાઈ, સ્વ. બાલુભાઈ, લક્ષમણભાઇ ભગવાનભાઇના બહેન. મનીષા, સ્વ. અમિતાના સાસુ. તેમની પ્રાર્થનાસભા ૪/૯/૨૨ના ૩ થી ૪.૩૦ કલાકે દેસાઈ સઈ સુતાર સમાજ, સ્વયંભૂ ગણેશ મંદિર સામે, અશોક ચક્રવાતી રોડ કાંદિવલી ઈસ્ટ.
દમણિયા દરજી
ગોરેગામ નિવાસી હેમંતભાઈ જેકીશનદાસ મરોલીયા (ઉં. વ. ૬૧) તે ૨૫/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. સ્વ. વિજયાબેન જેકીશનદાસના પુત્ર. સ્વ. હરીગંગાબેન તથા રમણલાલ ટેલરના જમાઈ. વિમીષા આશિષ લાંબા, દીપેક્ષા વિનય બલસારા, બિનિતા શિવાંગ દમણિયાના પિતાશ્રી નર્મદાબેન ચંદ્રકાન્ત ટેલર, હંસાબેન કિશોરભાઈ દમણિયા, જયશ્રીબેન કિશોરભાઈ બોધવાલાના ભાઈ. તેમની પ્રાર્થનાસભા ૫/૯/૨૨ ના રોજ ૩ થી ૫ કલાકે મહાવિષ્ણુ મંદિર, મહાજનવાડી, મીરા ગાવઠન સીઝન હોટેલની સામે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, મીરારોડ ઈસ્ટ.
હાલાઇ લોહાણા
કરાચીવાળા સાયન નિવાસી હાલ કાંદિવલી સ્વ. દેવીબેન અમરશી કારિયાની પુત્રી સાવિત્રીબેન કારિયા (ઉં. વ. ૮૪) તે ૨૯/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે કુ. નિર્મળાબેન, સ્વ. નારણભાઇ, છગનભાઇ, ચંપકભાઈ, હેમલત્તાબેન, લક્ષ્મીબેનના બહેન. ભાનુબેનના નણંદ, હિમાંશુ, અલ્કેશ, મનીષા, ભક્તિ, પ્રિયાંશ તથા અનિકાના ફઈ. લૌકિક વ્યવહાર બંધ છે
કલોઠીયા અગ્રવાલ
શ્રીમતી ગંગાદેવી જુગલકિશોરજી અગ્રવાલ (ઉં.વ. ૧૦૦) તા. ૨૯-૮-૨૨ સોમવારે વૈકુંઠવાસ પામ્યા છે. તે શ્યામસુંદર-ભગવતી, રામચંદ્ર-સંતોષ, રામનિવાસ-ઉષા, સુરેશ-અનુરાધા, નરેશ-આશા, રમેશ-વિનિતા, તારા સાવરમલજી હલવાઈ, ગાયત્રી રાધાકિશનજી બિલોટીયાના માતુશ્રી. પ્રાર્થનાસભા: તા. ૦૪-૯-૨૨ના સાંજે ૪ થી ૬ વાગે સત્યનારાયણ ગોયંકા ભવન, પહેલે માળે, ૮૭, જે. બી. નગર, અંધેરી (ઈસ્ટ).
કંડોળીયા બ્રાહ્મણ
મહુવાવાળા હાલ મુંબઇ સ્વ. શકુંતલાબેન તથા સ્વ. પરેશભાઇ રમણીકલાલ અધ્વર્યુના પુત્ર રોહિત (ઉં. વ. ૪૭)તા. ૨-૯-૨૨ને શુક્રવારના કૈલાસવાસી થયેલ છે. તે પુર્વાના પતિ. તે હર્ષના પિતા. હિરેનભાઇ, કેતનભાઇના મોટાભાઇ. તથા કથન, રીયાના બાપુજી. તે સસરા પક્ષે બોરીવલીવાળા જીતેન્દ્રભાઇ હરિલાલભાઇ અધ્વર્યુના જમાઇ. સાદડી તથા દરેક વિધિ ઘરમેળે રાખેલી છે.
શ્રી વિશા સોરઠીયા વણિક જ્ઞાતિ
ગણોદવાળા હાલ બોરીવલી, હરિદાસ પાનાચંદ શાહ (ઉં. વ. ૮૮) તે સ્વ. વસંતબેનના પતિ. પ્રજ્ઞાબેન હર્ષદકુમાર, નીતા નિલેશકુમાર, અમિતા જયેશકુમાર, વીરેનના પિતા. સ્વ. કૌશિકાના સસરા. સ્વ. ત્રિભોવનદાસ, સ્વ. પ્રભુદાસ, સ્વ. બાબુલાલ, પ્રવિણચંદ્ર, પુષ્પાબેન પ્રાણલાલ તલાટીના ભાઈ. સ્વ. પ્રભાબેન પુરુષોત્તમ મુલચંદ શાહના જમાઈ ૩૧/૮/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લાડ વણિક (પારસી)
અમી મરઝબાન પારડીવાળા, (ઉં. વ. ૪૪) ૩.૯.૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે મરઝબાન પારડીવાળાના પત્ની, નયના અને રોબિન નવનીતલાલ શાહના પુત્રી, આયેશા, જેનલના માતૃશ્રી, જાલૂ જિમી પારડીવાળાના વહુ, કોકિલા નવનીતલાલ શાહ, અરુણા અશોક મરચન્ટના ભત્રીજી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. બકુલાબેન, (ઉં. વ. ૭૬) તે સ્વ. ડો. નવીનચંદ્ર શ્યામદાસ ચતવાણીના ધર્મપત્ની. તે ડો. કેયુરીબેનના માતુશ્રી. તે સ્વ. વૃંદાવનદાસ, રમેશચંદ્ર, સ્વ. જયંતભાઈ, રાજેન્દ્ર, પ્રબોધ, પ્રમોદ, સ્વ. ઘનશ્યામ, સ્વ. નીલાબેન હરીશકુમાર ઠક્કરના ભાઈના ધર્મપત્ની. તે હ્રિતિકના નાની. તે સ્વ. વનમાલીદાસ ગોકળદાસ ચંદારાણા (મેંગ્લોર)ના પુત્રી તા. ૦૨-૦૯-૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. કુસુમ પોપટ, મૂળ ગામ સરગવાળા, જુનાગઢ હાલ કાંદિવલી, સ્વ. શાંતીલાલ જયરામ કક્કડના પુત્રી, તે સ્વ. દિનેશ નારાયણદાસ પોપટના ધર્મપત્ની, તે રૂપા, જસ્મીના, શેફાલી, સમીરના માતા. તે કમલેશકુમાર, રાજેન્દ્રકુમાર, સંજયકુમાર, બીજલના સાસુમા. તે મિહિરના દાદીમા. તે અનીશ, પ્રાંજલ, ઈશા, જાનવી, જૈનમ, ધૈર્યના નાનીમા તા. ૧-૯-૨૦૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૫-૯-૨૦૨૨ના સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન પિયરપક્ષ અને સાસરાપક્ષની સાથે રાખેલ છે. સ્થળ- હાલાઈ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં,એસ.વી.રોડ, કાંદિવલી-વેસ્ટ.
હાલાઈ ભાટિયા
અશોક (ઉં.વ. ૬૧) તે ગં.સ્વ. પ્રેમીબેન પદમશી સંપટ (પારેખવાળા)ના પુત્ર. તે ભારતીબેનના પતિ. તે શ્રુતીના પિતા. તે સ્વ. જયાબેન પ્રાગજીભાઈ મારુના જમાઈ. તે અ.સૌ. નયનાબેન અશોકકુમાર વેદ, કિશોરભાઈ, અ.સૌ. નીતા નિખિલ કામત તથા હિતેન્દ્રના ભાઈ. તે અ.સૌ. સરોજ શૈલેષ વેદ તથા જયંતભાઈના બનેવી. તે ૨-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
નંદૉરા વાણિયા
માંગરોળ નિવાસી હાલ ઘાટકોપર પ્રવિણાબેન પ્રભુદાસ પટેલના પુત્ર પીયૂષભાઈ પટેલ (ઉં. વ. ૭૨) તા. ૨-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે છાયાબેનના પતિ. નિયતી અને પાર્થિવના પિતા. વિશ્રુતીના સસરા. વર્ષાબેન કિશોરભાઈ પારેખના ભાઈ. સ્વ. પદ્માબેન મહેન્દ્રભાઈ મહેતાના જમાઈ. જનકના બનેવી. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૫-૯-૨૨ના રોજ સાંજે ૫ થી ૭ બાલ્કનજી બારી, રાજાવાડી, ઘાટકોપર (ઈસ્ટ).
હાલાઈ લોહાણા
ગંગા સ્વરૂપ ભાનુબેન નંદલાલભાઈ ઠક્કર, તે સરલા રતિલાલ, ગં.સ્વ. સ્મિતા ચત્રભુજના ભાભી. રેખા દિપક, હીના દવે, તેજસ અને ડૉ. કમલેશના માતુશ્રી. માધવી અને શીતલના સાસુ. ઓમની, દીયા અને અંગના દાદી. તેમજ પોરબંદરવાળા સ્વ. જયાબેન મથુરાદાસ લાખાણીના પુત્રી. તા. ૩-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમની ટેલિફોનીક પ્રાર્થનાસભા સોમવાર તા. ૫-૯-૨૨ના રોજ રાખવામાં આવી છે. સમય સાંજના ૪ થી ૬. ૭૮/અર્જુન-૫૦૩, વસંતવિહાર, થાણા વેસ્ટ ૪૦૦૬૧૦.

Google search engine