દમણિયા સાલવી દરજી જ્ઞાતિ
મુંબઈ સ્વ. વિજયકુમાર રતનજીના ધર્મપત્ની ગં.સ્વ. લલીતાબેન વિજયકુમાર દમણિયા (ઉં.વ. ૮૨), તે મનોજ, ઇલા, કપિલા, દિલીપના માતૃશ્રી. મિતા, પ્રવીણકુમાર, જીતેશકુમાર, કીર્તિના સાસુ. જીત, તૃષ્ણાના દાદી. અંબિકાના વડસાસુ. સ્વ. રતનજી પુરુષોત્તમ તથા સ્વ. સુંદરબેન રતનજીના પુત્રવધૂ. તા. ૧૪/૮/૨૨ને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તા. ૨૬/૮/૨૨ને શુક્રવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી ઈરા બૅન્કવેટ્સ, ૧લે માળે, ગગનગીરી કૉમ્પલેક્ષ, મેકડોનેલની બાજુમાં, ન્યૂ લીંક રોડ, દહિસર વેસ્ટ. લૌકિક પ્રથાઓ તથા અન્ય વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ – ચુડા, હાલ દહાણુ નિવાસી જીતેન્દ્ર (જીતુ) ચીમનલાલ કવૈયાના ધર્મપત્ની અ.સૌ. સ્વ. ઇન્દિરાબેન કવૈયાના વહુ. તે સોનલબેન દિલીપભાઇના દેરાણી. તે વીણાબેન ધિરેનભાઈના જેઠાણી. તે સ્વાતિબેન મહેશકુમાર રાઠોડના ભાભી. તે ધ્વનિબેન તેજસકુમાર, આદિત્ય, પ્રથમ તથા વિધિના કાકી, રવિવાર, તા. ૨૧/૮/૨૨ના શ્રીજીશરણ થયેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૫/૮/૨૨ના સાંજે ૩ થી ૫ કલાકે નિવાસ્થાને રાખેલ છે. બી-૧૦૫, પાર્શ્ર્વનાથ એનક્લેવ, બેંક ઓફ મહારાષ્ટ્ર પાછળ, પારનાકા, દહાણુ, જી.પાલઘર, સર્વ લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
સુરતી દશા પોરવાડ
સુરત નિવાસી હાલ બોરીવલી લતાબેન (ઉં.વ. ૭૪) તે ૨૨/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે દિલીપ તાલાટના ધર્મપત્ની. મીતા નિમિષ પરીખ, કૃપા કેતન શાહના માતુશ્રી. મૈત્રી, કશ્યપ, હિતાર્થના નાની. સ્વ. કુસુમબેન જગમોહનદાસ શાહના દીકરી. જયંત શાહ, સ્વ. કમલેશ શાહ, મનુભાઈ મહેતાના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ ભાટિયા
મોરબી નિવાસી હાલ બોરીવલી શ્રીમતી પ્રભાબેન વિઠ્ઠલદાસ વેદ (ઉં.વ. ૯૦) તે ભરત વેદ, રેખા કૃષ્ણરાજ, બિંદીયા મુકેશ, દીપિકાના માતૃશ્રી. અ.સૌ. અંજુ ભરતના સાસુ. તે અન્વી શારોખ, ઉર્વી અભિરાજના દાદીમા. તે સ્વ. જયાબેન રણછોડદાસ, સ્વ. શાંતાબેન ધીરજલાલના બેન. અલ્પા પ્રશાંત, સૌરભ, દીપ, મયુરી મૃદુલના નાનીમા, તા. ૨૦/૮/૨૨ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૫/૮/૨૨ના સાંજે પાંચ થી સાત રાખેલ છે. સ્થળ: હોલ નંબર પાંચ, ઠઠ્ઠાઈ ભાટિયા મહાજન વાડી, શંકર ગલી, ઓફ એસ.વી. રોડ, કાંદીવલી વેસ્ટ.
પરજીયા સોની
દાઠાવાળા હાલ બોરીવલી સ્વ. વિઠ્ઠલભાઈ તુલસીદાસ સુરૂના ધર્મપત્ની ગં.સ્વ. ઉર્મિલાબેન (ઉં.વ. ૭૧) તે ૨૧/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે વિજય, રાજીવના માતુશ્રી. મીરા તથા અનિતાના સાસુ. સ્નેહા, ઉન્નતિ, ઝરણાંના દાદી. રાજુલાવાળા ઘનશ્યામભાઈ, સુભાષભાઈ નરોત્તમભાઇ તુલસીદાસ ઝગડાના બહેન. પ્રાર્થનાસભા ૨૫/૮/૨૨ના રોજ ૧૦ થી ૧૨ કલાકે સોનીવાડી, સિમ્પોલી, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ભાવનગર નિવાસી ધીરુભાઈ પુરુષોત્તમભાઈ ઉજમલાલ વકીલ (ઉં.વ. ૮૩) તે ૨૩/૮/૨૨ના બરોડા મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે રંજનબેનના પતિ. કમલબેન અમિતકુમાર શાહ, કૌશિકભાઈ તથા કર્મેશના પિતા. સ્વ. વિનુભાઈ, કનુભાઈ તથા કમળાબેન અનંતરાય મહેતાના ભાઈ. સ્વ. જયાબેન ગોરધનદાસ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
લાઠીવાળા હાલ ઘાટકોપર સ્વ. જગમોહનદાસ ચત્રભુજ સંઘવી તથા સ્વ. ગુલાબબેન સંઘવીના સુપુત્ર જયંતકુમાર (ઉં.વ. ૬૯) તે ચંદ્રીકાબેનના પતિ. હાર્દિકભાઇના પિતા. કિરીટભાઇ તથા બકુલભાઇ સંઘવીના ભાઇ. મધુરી કિરીટભાઇ સંઘવીના દિયર તથા માલતીબેન બકુલ સંઘવીના જેઠ. તે મોટા ખુંટવડાવાળા બાબુભાઇ હરજીવનદાસ પારેખના જમાઇ તા.૨૧-૮-૨૨ રવિવારના શ્રીગોવિંદચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. આણંદજી કાનજી રૂપારેલ કચ્છ ગામ સંઘડ હાલે ગોંદીયાવાળાના નાના પુત્ર સ્વ. મોરારજી (ઉં. વ. ૮૯) તા. ૨૨-૮-૨૨ સોમવારના રામશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. તે સ્વ. અમૃતબેન રાઘવજી વીરજી સોમૈયા કચ્છ ગામ તુણા હાલ ઘાટકોપરવાળાના મોટા જમાઇ. તે સ્વ. રાજેશ તથા વિનયના પિતા. તે અરુણાબેન તથા મનિષાબેનના સસરાજી. તે દામજીભાઇના નાનાભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૮-૨૨ ગુરુવારના સાંજે ૫.૦૦ વાગ્યે. ઠે. લોહાણા વાડી, જલારામ મંદિર, રામનગર ગોંદિયા મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
જોડીયા જામનગર હાલ ઘાટકોપર કિરીટ શિવલાલ દવે (ઉં.વ. ૭૧) સોમવાર તા. ૨૨-૮-૨૨ના કૈલાસવાસી પામ્યા છે. તે મીનાક્ષીબેનના પતિ. ભાર્ગવ, કામાક્ષી, દેવીકાના પિતા. વૈભવી, બહાદુરસિંઘ, વિક્રાંતના સસરા. ગૌરીશંકર (વૈધરાજ)ના ભત્રીજા. અંશ, જશ, કુલદીપના દાદા. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
ચંદ્રબાળાબેન નરોતમદાસ સોમેશ્ર્વર (ઠક્કર) (ઉં. વ. ૬૯) તા. ૨૨-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નરોતમદાસ ધરમશી સોમેશ્ર્વર તથા સ્વ. નર્મદાબેન સોમેશ્ર્વર (આર્યનિવાસ મુલુંડ)ના સુપુત્રી તેમ જ સ્વ. દેવયાનીબેન ગણાત્રા, શોભના, રાજેશ, હીનાના બેન. વિપુલ, હેતલ અને મકરંદના માસી. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
સાવરકુંડલા હાલ કાંદિવલી સ્વ. સાંકળીબેન તથા સ્વ. દ્વારકાદાસ કાણકિયાના સુપુત્ર ભૂપેન્દ્રભાઇ (ઉં. વ. ૭૭) તે પુષ્પાબેનના પતિ. પ્રીતીબેન-પ્રવિણકુમાર, સ્વીટીબેન-વિપુલકુમાર તથા ભાવિનભાઇ-રિદ્ધિબેનના પિતા. ગં. સ્વ. ભાનુબેન, સ્વ. મધુબેન, માલતીબેન, સ્વ. રમેશભાઇ તથા જીતુભાઇના ભાઇ. સ્વ. હિરાબેન બાબુભાઇ નાયાણી (મહેતા)ના જમાઇ સોમવાર, તા.૨૨-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. સર્વે પક્ષે પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૫-૮-૨૨ના સાંજે ૪થી૬. ઠે. લોહાણા મહાજન વાડી, એસ.વી.રોડ, શંકરના મંદિર પાસે, કાંદિવલી (વેસ્ટ) ખાતે રાખેલ છે.
અબોટી બ્રાહ્મણ
ધુણઇ હાલ કોપર ખેરાણે પ્રભાબેન ત્રિપાઠી (ઉં.વ. ૬૯) સોમવાર, તા. ૨૨-૮-૨૨ના રામશરણ પામેલ છે. તે મણીલાલ મુલશંકરના ધર્મપત્ની. ચેતન, સંદીપના માતુશ્રી. જાગૃતી, સ્વાતિના સાસુ. નિધી, શુભમ, ખનકનાં દાદી. તે શાંતાબેન દામજી ભટ્ટના સુપુત્રી. તે સ્વ. પુષ્પાબેન, લતાબેન, મીનાબેન, ચંદ્રિકા, મમીતા, જગદીશના બેન. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
કૈલાસબેન ધારિયા (દાઉદીયા) (ઉં.વ. ૮૮) તા. ૨૧-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મધુસુદન ઓચ્છવલાલ ધારીયા (દાઉદીયા)ના પત્ની. સ્વ. ગીરજાબેન મૂળજીદાસ કડકીયા (હાલોલવાલા)ના સુપુત્રી. પ્રીતીબેનના માતા. મનોજકુમાર રસીકલાલ પરીખના સાસુ. ચિ. દિવ્યાના નાની. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૫-૮-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. લાડવાડી, એસી સભાગૃહ, ૧લે માળે, ૨૬-એ, વી. પી. રોડ, સી. પી. ટેન્ક, મુંબઇ-૪.
પાંચગામ વિશા ઝારોળા વણિક
ધીણોજ હાલ મુંબઇ અ. સૌ. સરયુબેન ગાંધી (ઉં. વ. ૭૯) તે મહેન્દ્ર ચંદુલાલ ગાંધીના ધર્મપત્ની. મહેસાણા નિવાસી સ્વ. ચંદુલાલ પ્રભુદાસ કોઠારીના સુપુત્રી. તે પૌલોમી, જતીન, અમીના માતુશ્રી. તે શૈલેષભાઇ, નિલેશભાઇ તથા રાખીના સાસુ. તે કાર્તિક, પરમના દાદી. રોમા, જય, જૂહી, સોહમના નાની સોમવાર, તા. ૨૨-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૮-૨૨ ગુરુવારના સાંજે ૫થી ૭. ઠે. ઓબેરોય ગાર્ડન, બેન્કવેટ હોલ, કલબ હાઉસ, ૧લે માળે, ઠાકુર વિલેજ, કાંદિવલી (ઇસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ગઢાળીના હાલ અંધેરી સ્વ. ન્યાયલચંદ માણેકચંદ બોટાદરાની સુપુત્રી આશા (ઉં.વ.૬૬) તા. ૨૨-૮-૨૨ના અક્ષરવાસી થયેલ છે. તે અ. સૌ. સુરેખા અરુણભાઇ ભટ્ટ, સ્વ. નીલા દિલીપભાઇ ડડ્ડા, સ્વ. નયના, હેમેન્દ્ર, અ. સૌ. અમીતા રૂપેશ મહેતાના બેન. અ. સૌ. સંગીતાના નણંદ. અ. સૌ. મીતાલી અને પૂજાના ફૈબા. તથા યશ, રાજના માસી. નૌતમલાલ પાનાચંદ મહેતાના ભાણેજ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કપોળ
મોણપરવાસી હાલ મુંબઇ અરુણભાઇ મહેતા (ઉં. વ. ૮૮) તે સ્વ. મંજુલાના પતિ. તે સ્વ. મુળજીભાઇ પુરુષોતમ તથા સ્વ. વિમળાબેન મુળજીભાઇના પુત્ર. સ્વ. હમીરના પિતા. તે સ્વ. યશવંત, સ્વ. ઇશ્ર્વર, સુરેશ, સ્વ. દેવેન્દ્ર, સ્વ. લક્ષ્મીબેન શાંતિલાલ ગોસલીયા તથા સ્વ. અનસુયાબેન ચંદ્રકાન્ત શેઠના ભાઇ સોમવાર, તા. ૨૨-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. શોકસભા તથા લૌકિક પ્રથા બંધ છે.

Google search engine