હિન્દુ મરણ

મરણ નોંધ

દશા સોરઠિયા વણિક
બગસરાનિવાસી હાલ મુંબઇ મધુકાંત પ્રભુદાસ ગગલાણી (ઉં. વ. ૭૭) તે રમિલાબેનના પતિ. મોના વિશ્ર્વાસ શાહ, અલકા, ઇલા તથા હાર્દિકના પિતા. સ્વ. કાંતિલાલ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, મનહરલાલ, સ્વ. ઇંદીરાબેન તથા ગં. સ્વ. સુશીલાબેનના ભાઇ. ગં. સ્વ. શાંતાબેન નાગરદાસ શાહના જમાઇ. નરેન્દ્રભાઇ, હિતેશભાઇ તથા શીલાબેન નીતિનકુમાર જનાણીના બનેવી. નવીનચંદ્ર વાડીલાલ શાહ (જનાણીના) વેવાઇ. તા. ૨૪-૬-૨૨ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ સાભરાઇ હાલ મુલુંડ ગં. સ્વ. મનુબાળાબેન (ઉં. વ. ૭૯) તે સ્વ. કલ્યાણજીભાઇ ખટાઉ બડીયાના પત્ની. તે સ્વ. જમનાબેન ખટાઉ પ્રાગજી બડીયાનાં પુત્રવધૂ. તે સ્વ. શાંતાબેન વેલજી આઇયા કચ્છ ગામ મોથાળાનાં પુત્રી. તે સ્વ. દયાળજીભાઇ, સ્વ. સુરજીભાઇના પુત્રવધૂ. તે સ્વ. કબીબેન, સ્વ. શાંતાબેન, સ્વ. સીતાબેન દામજીભાઇ અને શરદભાઇના ભાભી. તે અનીલ, વિપુલ, રાજેશ, સુનીલ, સંગીતા અને અંજનાના માતુશ્રી. તા. ૨૬-૬-૨૨ રવિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
કંઠી ભાટિયા
ગં. સ્વ. લક્ષ્મીબેન રતનશી ગોંડલિયા (ઉં. વ. ૮૮) તા. ૨૬-૬-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હરીદાસ પુરુષોતમ કંધિયાના પુત્રી. કિશોર, રમા (ગ્રીષ્મા) ગિરીશ વાંડુચા, ભારતી (રશ્મિ) રણજીત વેદના માતા. સૌ. પૂર્ણિમાના સાસુજી. તે દક્ષા, ધર્મી મયંક સાદરાનીના દાદી. અક્ષય, મોહિતના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાનુશાળી
અ. સૌ. નિર્મલાબેન (વાલબાઇ) તેજપાલ લાલજી ભદ્રા ગામ સાંધાણ હાલ નવી મુંબઇ (ઉં. વ. ૬૦) તા. ૨૩-૬-૨૨ના ઓધવશરણ પામેલ છે. પુત્ર: નારાયણ, મહેશ, હિંમત, કમલેશ, ભાવેશ, દિપક, હિરેન, રવિ, હર્ષ, દર્શન. જમાઇ: નિલેશ જેશન દામા-ગામ પરજાઉ. દેવર: મોહન લાલજી, જયરામ ધનજી. માવિત્ર સ્વ. જેવત ખટાઉ કટારમલ નલીયા. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ બાગના સુમનલાલ મીઠુભાઇ મોતા (ઉં.વ. ૭૬) તા. ૨૫-૬-૨૨ના દેશ મધે રામશરણ પામેલ છે. તે મહેશભાઇ, મનસુખભાઇ, અ. સૌ. હેમલતાના બેન મોરારજી બોડા, તથા ધર્મિષ્ઠાબેન હિતેશ નાગુનાં પિતાશ્રી. અમૃતબેનના પતિ. સ્વ. ભચીબાઇ શિવજી માકાણીના જમાઇ. સ્વ. શંભુલાલ, સ્વ. ખીમજીભાઇ (કચ્છ કેસરી) દયાશંકર, જેન્તીલાલ, સ્વ. ગોદાવરીબેન, ગં. સ્વ. હાંસબાઇ દામોદર વ્યાસ, ગં. સ્વ. વેલબાઇ ગોપાલજી મોતા તથા ગં. સ્વ. હિરબાઇ વિશનજી વ્યાસનાં બનેવી. સાદડી રાખેલ નથી.
કડોદ વિશા લાડ વણિક
કડોદ નિવાસી નયના શાહ (ઉં. વ. ૬૯) હાલ બોરીવલી તે સ્વ. મનીષ કાંતિલાલ શાહના પત્ની. સ્વ. મંજુલાબેન તથા સ્વ. નટવરલાલ મોતીરામ રેશમદલાલના પુત્રી. અ. સૌ. સ્વ. ધનગૌરી તથા સ્વ. કાંતિલાલ ત્રિભોવનદાસ શાહની પુત્રવધૂ. ક્ધિનરી, ચિરાગના માતા. ચિંતન ભટ્ટ તથા ડો. રોનકના સાસુ. યાસ્મીના, વંદના હિતેશ શાહના ભાભી રવિવાર તા. ૨૬-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે.
મિસ્ત્રી સુથાર
હેમાંશુ મિસ્ત્રી (ઉં. વ. ૬૧) (હાલ ડોમ્બિવલી) સ્વ. છોટુભાઇ વલ્લભભાઇ અને ગં. સ્વ. ઇન્દુબેન છોટુભાઇ મિસ્ત્રીના સુપુત્ર. સ્વ. મૌલિકના ભાઇ, અંજનાબેનના પતિ. નિલમના પિતા. સાગરના સસરા તા. ૨૫-૬-૨૨ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૯-૬-૨૨ના પથી ૭. ઠે. ૩૦૪, વિશ્ર્વજીવન પ્રકાશ સોસાયટી, નવા હનુમાન મંદિરની બાજુમાં, ચોલે ગાંવ, ઠાકુર્લી (ઇસ્ટ).
હાલાઇ લોહાણા
મૂળ ગામ જામખંભાળીયા, હાલ બોરીવલીના સ્વ. નર્મદાબેન જીવણદાસ જમનાદાસ મજીઠીયાના પુત્ર સુધીરભાઈ મજીઠીયા (ઉં. વ. ૭૨) તે ૨૫/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. વિધિના પિતાશ્રી. સ્વ. અનિલભાઈ, સ્વ. રમેશભાઈ, મુકેશભાઈ, મહેન્દ્રભાઈ તથા જ્યોતિબેન સતિષભાઈ મોદીના ભાઈ. તે સાસરાપક્ષે વેરાવળવાળા સ્વ. વિજયાબેન જયંતીલાલ જાધવજી રૂઘાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ઉનાવાળા, હાલ વિલેપાર્લા, સ્વ. લીલાવતી જગજીવનદાસ ગાંધીના પુત્ર સ્વ. પ્રાણલાલભાઈના ધર્મપત્ની ગં. સ્વ. ઉષાબેન (ઉં. વ. ૮૩), તા. ૨૫-૬-૨૨, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે નિમેષ, નુતન, દેવાંગનાના માતોશ્રી, તથા સ્વ. કૈલાશભાઈ, પ્રશાંતભાઈ તથા અલ્પાના સાસુ. તે મનહરલાલ, તારાબેન, ચંદ્રપ્રકાશ પારેખના ભાભી. તે દેલવાડાવાળા સ્વ. મોહનલાલ માવજી ગોરડીયાની પુત્રી. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨૮-૬-૨૨ના ૫ થી ૭. સ્થળ-ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલેપાર્લે (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.