હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

અનાવિલ
વેડછા હાલ વિલેપાર્લે સ્વ. ઠાકોરભાઇ હરિભાઇ નાયકના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુબેન (ઉં. વ. ૯૨) તે અજય, બકુલ, હેમ તથા ભારતીના માતુશ્રી. હર્ષાબેન તથા વંદનાબેનના સાસુ તથા અનુભૂતિ, તેજસ, સ્નેહા, વિવેકના દાદી. સ્મીતિ, રાયા, નવ્યા, ઇશાન, અર્જુનના પરદાદી તા. ૧૯-૬-૨૨ના રવિવારના દેવલોક પામ્યા છે. લૌકિક રિવાજ બંધ રાખેલ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
ગં. સ્વ. ડાઇબેન તે સ્વ. તુલસીદાસ લધાભાઇના ધર્મપત્ની (દુધઇ) હાલ સાયન (ઉં. વ. ૯૬) સ્વ. રામજી વલ્લભજી વકીલ (ભુજ)ના પુત્રી. સ્વ. અરવિંદભાઇ, સ્વ. મૃદુલાબેન, નિરંજનભાઇ, યોગેશભાઇના માતુશ્રી. ગં. સ્વ. પ્રફુલાબેન, લતાબેન, સ્વ. અંજનાબેન, ભૂપેન્દ્રભાઇના સાસુમા. સ્વ. રુત્વી, સિધાર્થ, પૂર્વી, ભાવીની, ફાલ્ગુની, પંકતી, ખ્યાતીના દાદીમા. ચેતનના નાનીમા તા. ૧૯-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
પુષ્કર્ણા બ્રાહ્મણ
ગામ ડબાસંગ (જામનગર) હાલ ઘાટકોપર ગં. સ્વ. પ્રેમકુંવરબેન પ્રાગજી મહેતાના પુત્ર પ્રભુલાલ પ્રાગજી મહેતા (ઉં. વ. ૯૩) તે સ્વ. મનહરલાલ પ્રાગજી મહેતાના મોટા ભાઇ તે સુરેશ મુલજી ઠક્કરના પિતાતુલ્ય, હેમા સુરેશ ઠક્કરના સસરા. તથા મંજુલા મનહર મહેતાના જેઠજી. મમતા, આનંદ ઠક્કર ને નિશીતા દિલીપના દાદા. તા. ૧૮-૬-૨૨ના શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વાગડ લોહાણા
ગામ વોંધ હાલ વડાલા (ઉં. વ. ૭૬) લીલાવતીબહેન તે સ્વ. નરેન્દ્રભાઇ શંભુલાલ જોબનપુત્રાના ધર્મપત્ની તા. ૧૯-૬-૨૨ના રામશરણ પામેલ છે. તે પ્રિયા ધીરજ ઠક્કર, અરુણા ધીરેન ભમરીયા અને હીના પરેશ માંડલીયાના માતા. તે સ્વ. અરજણ વાલજી રાણાના પુત્રી. પ્રાર્થનાસભા તા. ૨૧-૬-૨૨ મંગળવારના રામબાગ લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (સે. રે.), સાંજે ૫થી ૭.
ઘોઘારી મોઢ વણિક (હળવદ)
અક્ષર નિવાસી પ.પૂ .પિતાશ્રી લલિતચંદ્ર મોહનલાલ ગાંધી (ધનબાદ ઝરીયા નિવાસી) હાલ અમદાવાદ મુકામે તા. ૧૬-૬-૨૨ના ગુરુવારના અક્ષર નિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર મુંબઈ ખાતે રાખેલ નથી. પિયુષભાઇ ગાંધી (પુત્ર), ભારતીબેન ગાંધી (પુત્રવધૂ), નીતિનભાઈ ગાંધી (પુત્ર), આરતીબેન ગાંધી (પુત્રવધુ), દીનાબેન પરીખ (પુત્રી) ડો. દિનેશભાઈ પરીખ (જમાઈ), જીજ્ઞાબેન મેહતા (પુત્રી), હિરેનભાઈ મેહતા (જમાઈ).
હાલાઈ લોહાણા
રાજકોટ હાલ મીરારોડ અ.સૌ. મનિષા અશોક બુધ્ધદેવ (ઉં. વ. ૫૦) તા. ૧૮/૦૬/૨૦૨૨ (શનિવાર)ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વીણાબેન હરિલાલ બુધ્ધદેવના પુત્રવધૂ. તે પુષ્ટી તથા ભક્તીના માતુશ્રી, અક્ષય, ગં.સ્વ. હર્ષા નિતિન પારેખના ભાભી. ભંડુરીવાળા ગોવિંદદાસ (ભીખુભાઇ) જગજીવનદાસ તન્નાના દીકરી. કિરણ, મેહુલ, શ્રધ્ધા જીતેન્દ્ર વજાણીના મોટા બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
(૨૫) પચ્ચીસ ગામ ભાટીયા
સુધીરભાઈ હરજીવનદાસ સરૈયા, (ઉં. વ. ૭૧) તે સ્વ. ગોદાવરીબેન હરજીવનદાસ સરૈયાના પુત્ર, સ્વ. નરેન્દ્રભાઈ અને સ્વ. ભાનુમતી પ્રવિણચંદ્ર ઉદ્દેશીના ભાઈ. સ્વ. નિલમબેન, સ્વ. સુરેખાબેનના પતિ. ચિ. કૃતિકા, સ્વ. નીતા અને ચિ. શિતલ નિરવ પાલેજાના પિતા. સ્વ. રમાબેન મણીલાલ આશરના જમાઈ અને ચિ. ભવના નાના. મુંબઇ મુકામે તા. ૧૮-૬-૨૦૨૨, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. કમળાબેન કરસનદાસ સોમૈયા ગામ કલ્યાણપુર હાલે મુલુંડના સુપુત્ર પુરુષોત્તમ (ઉં. વ. ૭૦), તા. ૧૪ જૂનના અમરધામવાસી થયેલ છે. તે સ્વ. સાકરબેન ચત્રભુજ મુળજી માણેક નારાયણ સરોવરવાળાના જમાઈ. જતીન, પરેશ તથા વૃંદા ધર્મેશ મંગેના પિતાશ્રી. અને શ્લોકના નાના. તે નર્મદાબેન, હેમાબેન, સ્વ. મહેશ, મુકેશ અને રાજનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલી હાલ વિલેપાર્લે જયોત્સનાબેન (ઉ. વ. ૮૨) તે પ્રતાપરાય ગોપાલજી વોરાના પત્ની તા. ૨૦-૬-૨૨ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિરલના માતુશ્રી. જાગૃતિના સાસુ અને આદિત્યના દાદી. ભાવનગરવાળા મંગળાબેન મગનલાલ મકનદાસ સંઘવીના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૩-૬-૨૨ના અમૃતબાગ, બજાજ રોડ, વિલેપાર્લે, (વેસ્ટ), સાંજના ૫થી ૭.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.