હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

વિજાપુર સત્તાવીશ વિશા શ્રીમાળી
લીંબોદરા હાલ ગોરેગામ સ્વ. લાલુભાઇ શંકરચંદ શાહના ધર્મપત્ની શાન્તાબેન શાહ (ઉં. વ. ૯૧) તા.૧૭-૬-૨૨ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે ભરતભાઇ, યશવંતભાઇ, અનિલભાઇના માતુશ્રી. અને સંધ્યાબેન, સ્મિતાબેન, અરુણાબેનના સાસુ. પિંકલ-મેઘના, જીગર-સિદ્ધિ, રોનક-કનિકા, હિરલ-દિપેનકુમાર, સેજલ -મલ્કેશકુમાર, અન્વી-સપનકુમાર, અવની-વિરલકુમારના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઇ લોહાણા
અમદાવાદ (હાલ મુંબઇ) નિવાસી મયૂર પ્રભાકર રાચ્છ (ઉં. વ. ૬૩) તે સ્વ. પ્રભાકર બેચરદાસ રાચ્છના પુત્ર. સ્વ. લક્ષ્મીદાસ ગોરધનદાસ કાનાબારના જમાઇ. પ્રીતીબહેનના પતિ. કિરણ (રાજકોટ), સુનીલ (અમદાવાદ)ના ભાઇ. શ્રેયા રાચ્છ અને નેહા જિજ્ઞેશ સિદ્ધપુરાના પિતા તા. ૧૬-૬-૨૨, ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક ક્રિયા બંધ છે.
કપોળ
ભાવનગરવાળા હાલ મુંબઇ સ્વ. ઠાકોરદાસ લક્ષ્મીદાસ સંઘવીના પુત્ર રમેશભાઇની સુપુત્રી ફાલ્ગુની (ઉં. વ. ૫૭) તા. ૧૫-૬-૨૨ના માતાજી શરણ પામેલ છે. તે બેલાબેનના બેન. બચુભાઇ, જીતુભાઇ, કિરિટભાઇ, સ્વ. મનોરમાબેન, દેવીકાબેનના ભત્રીજી. મોસાળ ડુંગરવાળા વૃજલાલ પ્રભુદાસ રેશમીયા, હસમુખભાઇ, નરેન્દ્રભાઇ, ઘનશ્યામભાઇની ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.
ચોવીસી ત્રિવેદી મેવાડા
સ્વ. કલ્પના જોષી તા. ૧૫-૬-૨૨ના (ઉં. વ. ૬૮) ગામ ચોરીવાડ, હાલ વિલેપાર્લે મુકામે મરણ પામેલ છે. તે સ્વ. ગજાનંદ હીરાલાલ જોષીના ધર્મપત્ની. છાયા, ટ્વીંકલ અને શીતલના મમ્મી. યજ્ઞેશ અને રાજેન્દ્રના સાસુ. સાક્ષી, મહેક અને ઓમની નાની. પ્રાર્થનાસભા તા. ૧૯-૬-૨૨ના સાંજે ૫થી ૭. ઠે. ખડાયતા ભુવન, હનુમાન રોડ, વિલેપાર્લે (ઇસ્ટ), (તા. ૨૫ અને ૨૬ના રોજ વિધિ ઘરે રાખેલ છે).
કપોળ
રાજુલાવાળા હાલ મલાડ સ્વ. અમીદાસ રામજી મોદીના પુત્ર તથા સ્વ. મગનલાલ હરજીવનદાસ ગાંધીના જમાઇ. સ્વ. અરવિંદભાઇ મોદી (ઉં. વ. ૮૪) તા. ૧૪-૬-૨૨ના મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. ચી. પ્રકાશ, મનોજ, હર્ષાના પિતા. અ. સૌ. પ્રીતિ, હીના, સંદીપના સસરા. પ્રિયા, મીલી, યશના દાદા. મોહનભાઇ, હરકીશનભાઇ, કિશોરભાઇ, નલીનીબેન, ઇન્દુબેનના ભાઇ. સર્વપક્ષીય પ્રાર્થનાસભા તા. ૧૯-૬-૨૨ના રવિવારના સાંજે ૫થી ૭. ઠે. કપોળ બેન્કવેટ હોલ, કાચપાડા, રામચંદ્રલેન, એકટેન્શન રોડ, મલાડ (વેસ્ટ).
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
મૂળ લીંબડી હાલ ગોરેગાંવ ગં. સ્વ. વિનોદીનીબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. હરિકૃષ્ણ મગનલાલ કિરીના પત્ની. સંજય અને બિમલના માતુશ્રી. સ્મીતા અને ભાવનાના સાસુજી. ભવ્યેશ-નમ્રતા, જૈનિશા, રિશીત, વંશિકાના દાદીમા. ખુડખુડિયા કાંતિલાલ, અમૃતલાલ, રજનીકાન્તના બહેન તા. ૧૬ જૂનના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
વિશા ખડાયતા
ગામ ઉમરેઠ હાલ મલાડ, સ્વ. રમીલાબેન શાહ (ઉં. વ. ૮૨) તા. ૧૩-૬-૨૨ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચંદ્રકાંત જેઠાલાલ શાહના પત્ની. ભરત, સંધ્યા, મનોજના માતુશ્રી. શ્રીકાંત, સોનલ, તૃપ્તીના સાસુ. વિરલ, અભિષેક, રોનક, સ્નેહાના દાદી. જાગ્રીત, એકતાના નાની. પ્રાર્થનાસભા તા. ૧૯-૬-૨૨ રવિવારના રોજ રાખેલ છે. સાંજે ૪થી ૬. ઠે. સરાફ માતૃમંદિર પોદાર રોડ, ગોલ ગાર્ડન પાસે, મલાડ (ઇસ્ટ).
મચ્છુકઠીયા સઈ સુથાર જ્ઞાતિ
ગામ આરબલુસ, હાલ મુંબઈ સાંતાક્રુઝ સ્વ. હસમુખ તુલસીદાસ ટંકારીયાના પત્ની જયશ્રીબેન ટંકારીયા (ઉં.વ. ૬૮) તે ૧૬/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ચિરાગ તથા પ્રિયતા હેમલ ચૌહાણના માતુશ્રી. આફ્રિકા મોઝામ્બિક બેરા નિવાસી લક્ષ્મીબેન હરચલાલ ચાવડાના દીકરી. ટેલિફોનિક બેસણું ૧૮/૬/૨૨ના ૪ થી ૬ રાખેલ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ બડોલી નિવાસી, હાલ બોરીવલી રાજેન્દ્ર દેવશંકર મહાશંકર જાની (ઉં.વ. ૭૪) તે ૧૬/૬/૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે પ્રફુલ્લાબેનના પતિ. તુષાર તથા રિદ્ધિના પિતાશ્રી. અનિરુદ્ધભાઈ તથા ક્રિષ્નાબેનના ભાઈ. તન્વીના સસરા. સ્વ. કનૈયાલાલ, ભાનુશંકર, કિશોર જયશંકર શુક્લ તથા હંસાબેનના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૮/૬/૨૨ના ૫ થી ૭. ઠે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગી નગર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણીક
ઊખરલા નિવાસી, હાલ બોરીવલી સ્વ. મહીપતરાઈ વૃજલાલ શાહ (વાઘાણી)ના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવંતીબેન (ઉં.વ. ૯૩) તા. ૧૭-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જયોતિ અતુલભાઈ મોદી, શોભના સુરેનભાઈ ભાયાણી, ઈલા હીતેષભાઈ મેહતા તથા મનીષના માતુશ્રી તથા તે ગીતાબેનના સાસુ. તે સ્વ. મનુભાઈ, સ્વ. નવનિતભાઈ, સ્વ. શાંતિભાઈ તથા સ્વ. ચંદ્રકાન્તભાઈના ભાભી. પિયર પક્ષે પ્રભુદાસ હરજીવનદાસ મેહતાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ગામ દાઠા, હાલ ગોરેગામ-મુંબઈ, સ્વ. કાંતાબેન કાંતિલાલ સુરૂના સુપુત્ર કિશોરભાઈ (ઉં.વ. ૫૮), તે મીરાબેનના પતિ. રાજના પિતાશ્રી. દેવીલાબેન વિનોદકુમાર મહાજન અને હર્ષાબેનના ભાઈ. સ્વ. કૃષ્ણકાંત પોપટલાલ જગડા (ખાગેશ્રીવાળા)ના જમાઈ તા. ૧૭-૬-૨૨ના અક્ષરધામ નિવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૬-૨૨ના સાંજે ૫ થી ૬ના આત્મિયધામ મંદિર, એમ.જી. રોડ એક્સટેંશન, બાંગુરનગર, વસંત ગેલેક્ષીની બાજુમાં, કેનેરા બેંકની સામે, ગોરેગામ વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. ભવાનજી લક્ષ્મીદાસ સોતા (કચ્છ-માંડવી) હાલ મુલુંડના પુત્ર રામજીભાઇ (શંકરભાઇ) (ઉં. વ. ૮૭) સ્વ. મધુરીબેનના પતિ. તા. ૧૬-૬-૨૨ના ગુરુવારના રામશરણ પામેલ છે. તે સ્વ. જાધવજી ભોજરાજ માધવાણી (નેરળ નિવાસી)ના જમાઇ. તે સ્મિતા શૈલેષ કોઠારી, હર્ષા ઇલેશ ઝવેરી, છાયા આશિત કોટકના પિતાશ્રી. તે સ્વ. નરેન્દ્રભાઇ, કિશોરભાઇ, જગદીશભાઇ, ગં. સ્વ. પુષ્પાબેન દામજીભાઇ સોમૈયા, જયોતિબેન બિપીનભાઇ પલણના મોટાભાઇ. તે સ્વ. વિમલાબેન, મીનાબેન, ઉષાબેનના જેઠ.બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૬-૨૨ના શનિવાર સાંજે ૫.૩૦થી ૭. ઠે. શ્રી જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મેહુલ ટોકીઝ બાજુમાં, નાહુર રોડ, મુલુન્ડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બ્રહ્મક્ષત્રિય દિવેચા
ડો. હેમંત વર્મા (ઉં. વ. ૬૧) તે વૃંદાના પિતા. સ્વ. મહેન્દ્ર વરજીવનદાસ તથા જયાલક્ષ્મીબેનના પુત્ર. દેવેન્દ્ર, મુકેશ, સ્વ. જયોતિબેન, પારુલબેન, કીર્તિદાબેનના ભાઇ. અંકુર, કૃતિ સેવંતીલાલ દોશીના પિતા તા. ૧૬-૬-૨૨ના દેવલોક પામ્યા છે. લૌ. વ્ય.
બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.