Homeટોપ ન્યૂઝહા મોજ હા! ખેલૈયાને 12 વાગ્યા સુધી ગરબે રમવાની આપી છૂટ, ગૃહ...

હા મોજ હા! ખેલૈયાને 12 વાગ્યા સુધી ગરબે રમવાની આપી છૂટ, ગૃહ રાજ્ય પ્રધાને કર્યું ટ્વીટ

[ad_1]

નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારે લાઉડ સ્પીકર મામલે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવતાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ધૂમી શકશે. હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરવામાં આવશે.
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.Post Views:
162
[ad_2]

RELATED ARTICLES

Most Popular