રેલવે ટ્રેકના મરમ્મત માટે સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ ઍન્ડ ડાઉન સ્લો લાઈનમાં પાંચ કલાકનો બ્લોક લેવામાં આવ્યો ત્યારે પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવાનું રવિવારે ભારે હાલાકીભર્યું રહ્યું હતું. રવિવારે બપોરના દાદરથી સીએસએમટી વચ્ચે લોકલ ટ્રેનો એટલી ધીમે ધીમે ચાલતી હતી કે એક-એક ટ્રેન અડધો કલાકથી વધુ સમય લેતી હતી, પરિણામે પ્રવાસીઓ કંટાળીને નજીકના સ્ટેશને પહોંચવા રેલવે ટ્રેક પર ચાલી નીકળ્યા હતા.
