Homeદેશ વિદેશહાય રે અંધશ્રદ્ધા! સગા બાપે જ દિકરીની બલિ ચઢાવી!

હાય રે અંધશ્રદ્ધા! સગા બાપે જ દિકરીની બલિ ચઢાવી!

[ad_1]

ગીર સોમનાથમાં હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. ગીર સોમનાથના તલાલા ગામે 14 વર્ષની સગીરાની પિતાએ બલિ ચઢાવી હોવાનું સામે આવ્યું છે. નવરાત્રિમાં તાંત્રિક વિધિના નામે સગીરાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રથમદર્શી પુરાવાઓમાં જાણવા મળ્યું છે, જેને કારણે સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ છે અને બે દિવસથી ઘટના સ્થળે ધામા નાખ્યા છે.
ઘટના મુજબ ભાવેશ અકબરીની દીકરી આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આઠમા નોરતે તે ગાયબ થઇ ગઇ હતી. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સગીરાના પિતાએ જ કથિત રીતે તેની બલિ ચઢાવી હતી. પોલીસને પણ આવી બાતમી મળી હતી. પોલીસે ભાવેશભાઇની વાડીએ જઇને તપાસ કરતા વાડીમાંથઈ રાખની ભરેલી બે ગુણી, કપડા મળી આવ્યા હતા. તાંત્રિકવિધિમાં અંધવિશ્વાસમાં પિતાએ દિકરીની બલી ચડાવી ખૌફનાક મોત આપ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. હત્યા કર્યા બાદ ચાર દિવસ સુધી સગીરાનો મૃતદેહ સાચવી રાખવામાં આવ્યો હતો અને મંત્રવિદ્યાથઈ તેને જીવિત કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા હતા.
પોલીસે સગીરાના માતા-પિતાને પોલીસ ચોકીમાં લઇ જઇ પૂછપરછ હાથ ધરી છે. પોલીસને હજી સુધી કોઇ નક્કર પુરાવા સાંપડ્યા નથી, પરંતુ માતા-પિતાની તપાસ બાદ સત્ય બહાર આવશે, એમ લોકોનું માનવું છે.

The post હાય રે અંધશ્રદ્ધા! સગા બાપે જ દિકરીની બલિ ચઢાવી! appeared first on બોમ્બે સમાચાર.

[ad_2]

RELATED ARTICLES

Most Popular