Homeઆમચી મુંબઈહાઈ કોર્ટની નાગપુર બેંચના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ

હાઈ કોર્ટની નાગપુર બેંચના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ

રખડતા શ્ર્વાનને ખાવાનું નહીં આપીએ તો ભૂખે મરશે એવી પ્રાણી પ્રેમીઓની અરજી

પવઈમાં પ્રાણીપ્રેમીઓને પ્રોટેસ્ટ માર્ચ

મુંબઇ: રખડતા કૂતરાઓના જોખમને અંકુશમાં લાવવા અંગેના તાજેતરના હાઇ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. હાઇ કોર્ટના આ ચુકાદાની વિપરીત અસર થઇ શકે છે તેવી દલીલ કરીને નાગપુરમાં રખડતા કૂતરાઓને ભોજન આપનારી એક પ્રાણીપ્રેમી સંસ્થાએ હાઇ કોર્ટના આ ચુકાદા વિરુદ્દ અરજી કરી છે.
હાઇ કોર્ટનો આદેશ રખડતા કૂતરાઓને ભૂખમરાની સ્થિતીમાં ધકેલશે અને તેમને વધારે હિંસક બનાવશે અને વાસ્તવિક ઉદ્દેશને હાંસલ કરી શકાશે નહીં એમ જણાવતી સ્પેશિયલ લીવ પિટિશન એનિમલ વેલફેર ટ્રસ્ટના જેમીસ સ્મિથ અને ચેયરપર્સન મનોજ ઓસવાલ દ્વારા દાખલ કરવામાં આવી છે. નાગપુરની હાઇ કોર્ટની ખંડપીઠ સમક્ષ આ મામલાની આગામી સુનાવણી ૨૩ નવેમ્બરે થવાની છે જેમાં એનજીઓ કે ઓસવાલ પક્ષકાર નથી.
રખડતા શ્ર્વાન દ્વારા વધતા હુમલાના બનાવો અને જેને લીધે નાગરિકો જખમી થયાના ઘણા બનાવો બની રહ્યા છે અને આ બાબતે હાઇ કોર્ટની નાગપુર ખંડપીઠે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે રખડતા શ્ર્વાનોને ખાવાનું આપનારા પ્રાણીપ્રેમીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.
રખડતા શ્ર્વાનોને સાર્વજનિક ઠેકાણે ખાવાનું આપી શકાશે નહીં અને શ્ર્વાનોને ઘરે લઇ જઇને ખાવાનું આપવું એવો આદેશ હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. રખડતા કૂતરાઓને સાર્વજનિક જગ્યાએ ખાવાનું આપનાર પાસેથી રૂ.૨૦૦ /નો દંડ પણ વસૂલ કરવામાં આવશે, એમ ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું. આ આદેશ ના માનનારા પ્રાણીપ્રેમીઓ પર ગુનો દાખલ કરવાનો આદેશ ખંડપીઠે પોલીસ અને શહેર પ્રશાસનને આપ્યો હતો.
આ ઉપરાંત રખડતા શ્ર્વાનને પકડીને નસબંધી કરવાનું અને સેક્શન ૪૪ અંતર્ગત કાર્યવાહી કરવાની પણ પોલીસને સૂચના આપી હતી.

 

RELATED ARTICLES

Most Popular