હરિયાણા બાદ હવે ઝારખંડમાં મહિલા સબ ઇન્સ્પેક્ટરને ચેકિંગ દરમિયાન કચડવામાં આવી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ખાણ માફિયાઓએ હરિયાણાના નાયબ પોલીસ અધિક્ષકને ડંપર ટ્રક હેઠળ કચડી કાઢવાની ઘટના હજી તાજી જ છે ત્યાં ઝારખંડમાં પણ આવી હિચકારી ઘટના નોંધાઇ છે. રાજધાની રાંચીમાં મંગળવારે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સબ ઇન્સ્પેક્ટરને કચડી કાઢવાની નિંદનીય ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બુધવારે સવારે 3.00 વાગ્યાની આસપાસ બની હતી. સિમડેગા પોલીસને સિમડેગા પાસેથી પીકઅપ વાનમાં પશુઓની તસ્કરી થઈ રહી હોવાની બાતમી મળી હતી. રાંચી પોલીસે વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન 3 વાગ્યાના સુમારે સફેદ કલરની પીકઅપ વાન ખૂબ જ ઝડપથી આવતી જોવા મળી હતી. એ સમયે સબ-ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનો ચેકિંગ પોસ્ટ પર હતા. તેમણે પીક-અપ વાનને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ડ્રાઇવરે વાહનની સ્પીડ વધારી દીધી હતી અને મહિલા સબ ઇન્સ્પેક્ટરને ટક્કર મારી દઇને વાહન તેમના પર ચઢાવી દીધું હતું. ત્યાર બાદ ડ્રાઇવરે વાનને લઇને ભાગવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં મહિલા ઈન્સ્પેક્ટરનું રિમ્સમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસે પીકઅપ વાનનો પીછો કર્યો હતો. વાન આગળ જઇને પલટી મારી ગઇ હતી. પોલીસે ડ્રાઈવર સહિત બે લોકોની ધરપકડ કરી છે.
હરિયાણાના નુહ જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ખનનની તપાસ કરી રહેલા ડીએસપીને મંગળવારે એક ટ્રકે કચડી નાખ્યો હતો. તેણે ડ્રાઇવરને રોકાવાનો ઇશારો કર્યો હતો. ડીએસપીના મૃત્યુના કલાકો બાદ પોલીસે કહ્યું કે પોલીસ અધિકારીની હત્યામાં સામેલ એક વ્યક્તિને એન્કાઉન્ટર બાદ ઘાયલ હાલતમાં પકડવામાં આવ્યો હતો. તેની ઓળખ ટ્રક ક્લીનર તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કેસમાં ધરપકડ કરાયેલા ટ્રક ક્લીનર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હાલ ટ્રક ડ્રાઇવરની શોધખોળ ચાલુ છે.
કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાએ આ ઘટના બાદ ટ્વીટ કર્યું છે કે રાંચીના ટુપુદાના પોલીસ સ્ટેશનમાં તૈનાત ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનો પર વાહન ચેકિંગ દરમિયાન પીકઅપ વાન ચઢી જતાં તેમનું આજે મૃત્યુ થયું હતું. તે સુનિયોજિત ષડયંત્ર જેવું લાગે છે. પ્રશાસને આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ. સંધ્યા જીના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. નમ્ર શ્રદ્ધાંજલિ.

आज राँची के तुपुदाना थाने में पदस्थापित दारोगा संध्या टोपनो के ऊपर वाहन चेकिंग के दौरान पिकअप वैन चढ़ाए जाने से उनकी मृत्यु हो गई।यह एक सुनियोजित साजिश लग रही है।प्रशासन इस मामले में गंभीरता दिखाएं।संध्या जी के परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं।विनम्र श्रद्धांजलि।
pic.twitter.com/FUbF3c6kX3

— Arjun Munda (@MundaArjun) July 20, 2022

“> 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.