Homeદેશ વિદેશહરિયાણાની કોર્ટમાં જજે જ કરી મહિલા વકીલની છેડતી! CCTV ફૂટેજ વાઇરલ

હરિયાણાની કોર્ટમાં જજે જ કરી મહિલા વકીલની છેડતી! CCTV ફૂટેજ વાઇરલ

[ad_1]





હરિયાણાના ભિવાની કોર્ટ કોમ્પ્લેક્સમાં જજે મહિલા વકીલની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. જજે મહિલા વકીલને પોતાના ચેમ્બરમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યારે મહિલા વકીલની ફરિયાદ પર હાઇકોર્ટે ADJને સસ્પેન્ડ કર્યા ત્યારે તેમણે બીજા વકીલ મારફત ઘટના સાથે જોડાયેલા CCTV ફૂટેજ વાઇરલ કર્યા હતા.
મહિલા વકીલે આ મામલે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે તે પોતાના જુનિયર એડવોકેટ સાથે કોર્ટના કોમ્પ્લેક્સમાં હતી તે સમયે ભિવાની કોર્ટમાં ADJ કોઈની બાઇક પરથી ઊતરીને સેશન્સ કોર્ટ તરફ આવ્યો. ત્યારે તેણે નમસ્તે કરી ADJએ તેને બોલાવ્યો અને પૂછ્યું કે તમે એ જ વકીલ છો ને? હું આ અંગે કોઈ જવાબ આપું તે પહેલા ADJ એ ખભા પર હાથ મૂકીને તેને પોતાના તરફ ખેંચી લીધી. એ પછી ADJ એ તેના ચહેરા પરથી વાળ હટાવ્યા. એ જ સમયે ADJના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તે નશામાં હતો. જેમ-તેમ કરી તેનાથી પોતાની જાતને દૂર કરી. 13 ઓગસ્ટના રોજ ફરિયાદ લઈને ભિવાનીના સેશન્સ જજ પાસે પહોંચી હતી. તેની કહાણી સાંભળ્યા બાદ સેશન્સ જજે કોર્ટ પરિસરમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ મગાવ્યા હતા. CCTV ફૂટેજ દ્વારા આ બનાવની પુષ્ટિ થઈ હતી.



Post Views:
92




[ad_2]

RELATED ARTICLES

Most Popular