હમ સાથ સાથ હૈ!

મેટિની

અત્યાર સુધી બી-ટાઉનમાં ચર્ચાનું કેન્દ્ર હતા વિકી કૌશલ-કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ અને રણબીર કપુર. પણ બંને લવ બડર્સે લગ્ન કરી લીધા અને હવે તેમની જગ્યા લઈ લીધે છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ. જોકે, થોડાક સમયથી ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બંને જણ વચ્ચે સબસલામત નથી અને બ્રેકઅપની અફવાનું બજાર ગરમ છે. આ બધી કભી હા કભી નાની વચ્ચે એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે હવે બંને વચ્ચે બધું બરાબર છે અને બંનેનું પેચઅપ થઈ ગયું છે.
સિડ્ અને કિયારાના નજીકના મિત્રોએ જણાવ્યું કે કિયારાએ તેની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા-ટુ’ના પ્રીમિયર માટે સિદ્ધાર્થને ઈન્વાઈટ કર્યો હતો. તેણે સિદ્ધાર્થને ફોન કર્યો હતો. કિઆરાના ફોન બાદ સિદ્ધાર્થ પ્રીમિયરમાં આવ્યો હતો અને એક્ટ્રેસને ગળે લગાવી હતી. બંનેનો એકબીજાને આવો આલિંગન આપતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
વધુમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે જ્યારે કિઆરાએ સિદ્ધાર્થને ફોન કર્યો તો બંને ઘણાં જ ઇમોશનલ થઈ ગયા હતા અને એ જ સમયે બંનેએ બધુ ભૂલીને પેચઅપ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. એકબીજાથી દૂર રહ્યા બાદ બંનેને ખ્યાલ આવી ગયો છે કે બંને એકબીજા વગર રહી શકે તેમ નથી. એટલું જ નહીં તેમને પોતે કરેલી ભૂલનો અહેસાસ પણ થઈ ચૂક્યો છે. એવું માનવામાં આવે છે કે હવે બંને પાછા એક થઈ ગયા છે અને ફરીવાર સાથે જોવા મળશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિઆરા ‘ભૂલ ભુલૈયા ૨’ બાદ હવે ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે. આ ફિલ્મ ૨૪ જૂને થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં વરુણ ધવન, અનિલ કપૂર, નીતુ સિંહ છે, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાની વાત કરીએ તો તે ‘મિશન મજનુ’, ‘યૌદ્ધા’ તથા વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં કામ કરતો જોવા મળશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.