મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ શરૂ છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કરતા ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં મૂકાઇ ગઇ છે. આ દરિમાયન મહારાષ્ટ્રના રાજકારણને લઇને સામાન્ય નાગરિકથી લઇને જાણીતી હસ્તીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં વેબસિરીઝ મિર્ઝાપુરથી ફેમસ થયેલા મુન્ના ભૈયા ઉર્ફ દિવ્યેન્દુ શર્માએ તેમની પ્રતિક્રિયા આપી છે.
દિવ્યેન્દુએ એક ટ્વીટના માધ્યમથી રાજકારણીઓ પર નિશાનો સાધ્યો છે. એમણે ટ્વીટમાં લખ્યું છે કે સેલ…સેલ…સેલ…એમએલએ લઇ લો…આ સો કોલ્ડ નેતાઓ માટે રાજકારણ ફકત એક પ્રોફેશન છે.
<
SALE… SALE…SALE….
MLA lelooooooo
Politics is only a PROFESSION for these so called ‘leaders’
— divyenndu (@divyenndu) June 22, 2022
>
જોકે, આ ટ્વીટને લઇને કેટલાક યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે એક વેબસીરિઝ શું હિટ થઇ ગઇ તું તો તારી જાતને મહાન એકટર સમજવા લાગ્યો છે. ધારાસભ્યોને ખરીદવા હોત તો પહેલા જ ખરીદી લીધા હોત. તું જાતે જ વિચાર. ફકત શિવસેના જ જાણે છે કે તેની પાર્ટીમાં શું સમસ્યા છે.
અન્ય એક યૂઝરે લખ્યું છે કે એક્ટિંગમાં મન લગાવ, એન્ટરટેઇનમેન્ટ કર. રાજકારણ નહીં.