Homeદેશ વિદેશસેન્સેક્સે ઊંચી સપાટી સામે ૨૫૦ પોઇન્ટ ગુમાવ્યા છતાં ૬૧,૦૦૦ની સપાટી પુન: હાંસલ...

સેન્સેક્સે ઊંચી સપાટી સામે ૨૫૦ પોઇન્ટ ગુમાવ્યા છતાં ૬૧,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી લીધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારની તેજી પાછળ સ્થાનિક સ્તરે ઓટો, એનર્જી અને મેટલ શેરોની આગેવાનીએ લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સે ૨૩૪ પોઇન્ટના સુધારા સાથે ૬૧,૦૦૦ની સપાટી પાછી મેળવી લીધી હતી. બજારના સાધનો અનુસાર ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની મજબૂતાઇ અને વિદેશી ફંડો તરફથી ફરી શરૂ થયેલી લેવાલીને કારણે પણ બજારના માનસને ટેકો મળ્યો હતો. શેરબજારમાં શરૂઆતના તબક્કમાં તેજીનો માહોલ હતો અને એક તબક્કે સેન્સેક્સ ૪૫૦ પોઇન્ટ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ચીનના કોવિડ પોલિસી હળવી ના કરવાના સંકેત વચ્ચે યુએસ ફ્યુચર્સમાં પીછેહઠને કારણે થોડું પ્રોફિટ બુકિંગ આવતા થોડો સુધારો ધોવાઇ ગયો હતો. આમ છતાં ૬૧,૦૦૦ની સપાટી ટકાવી રાખવામાં બેન્ચમાર્ક સફળ રહ્યો હતો.
સત્ર દરમિયાન ૬૧,૪૦૧.૫૪ પોઇન્ટની ઊંચી અને ૬૦,૭૧૪.૩૬ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને સેન્સેક્સ અંતે ૨૩૪.૭૯ પોઇન્ટ અથવા તો ૦.૩૯ ટકાના સુધારા સાથે ૬૧,૧૮૫.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૮૫.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૪૭ ટકા વધીને ૧૮,૨૦૨.૮૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સ્ટેટ બેન્કના મજબૂત પરિણામની અસર પણ બજારના માનસ પર પજી હતી. સેન્સેક્સના શેરોમાં ૩.૪૪ ટકાના ઉછાળા સાથે સ્ટેટ બેન્ક ટોપ ગેઇનર બન્યો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એમએન્ડએમ, મારુતિ અને પાવરગ્રીડનો સમાવેશ સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં હતો. સૌથી વધુ ઘટનારા શેરોની યાદીમાં એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા અને ટાઇટનનો સમાવેશ હતો. આ શેરોમાં ૨.૩૭ ટકા સુધીનો ઘટાડો હતો.
માર્કેટ બ્રેથ સારી રહી હતી, સેન્સેક્સના ૩૦માંથી ૧૮ શેર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. એશિયાઇ બજારોમાં શાંઘાઇ, ટોકિયો, હોંગકોંગ અને સિઓલમાં સુધારો હતો. શુક્રવારે વોલસ્ટ્રીટમાં જોવા મળેલી તેજી બાદ યુરોપના શેરબજારોમાં પણ બપોર સુધી તેજીનું હવામાન રહ્યું હોવાના અહેવાલ હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ ૦.૧૯ ટકા ઘટીને બેરલદીઠ ૯૮.૩૮ ડોલર બોલાયા હતા. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૪૫ પૈસાની મજબૂતી સાથે ૮૧.૯૦ (પ્રોવિઝનલ) બોલાયો હતો. એફઆઇઆઇએ પાછલા સત્ર દરમિયાન રૂ. ૧૪૩૬.૨૫ કરોડની ચોખ્ખી લેવાલી નોંધાવી હતી.
મૂડીબજારમાં તેજીનો માહોલ યથાવત્ રહ્યો છે. કેઈન્સ ટેક્નોલોજી ઈન્ડિયા આઈપીઓ હેઠળ ૮૫૭.૮૨ કરોડ એકત્ર કરવા ૧૦ નવેમ્બરે આઈપીઓ લાવી રહી છે. જેની પ્રાઈસ બેન્ડ ૫૫૯-૫૮૭ અને માર્કેટ લોટ ૨૫ શેર્સ છે. ભરણું ૧૪મી નવેમ્બરે બંધ થશે. ૨૦૦૮માં સ્થાપિત, કેઇન્સ ટેક્નોલોજી એક અગ્રણી એન્ડ-ટુ-એન્ડ અને આઇઓટી સોલ્યુશન્સ ઇનેબલ્ડ ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કંપની છે. કંપની ઓટોમોટિવ, ઔદ્યોગિક, એરોસ્પેસ અને સંરક્ષણ, આઉટર-સ્પેસ, ન્યુક્લિયર, મેડિકલ, રેલ્વે, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં મુખ્ય કંપનીઓ માટે ક્ધસેપ્ચ્યુલાઇઝડ ડિઝાઇન, પ્રોસીજર એન્જિનિયરિંગ, ઇન્ટિગ્રેટેડે મેન્યુફેકચરિંગ અને લાઇફ સાઇકલ સપોર્ટ પૂરો પાડે છે.
દેશમાં પવન ઉર્જા કામગીરી અને જાળવણી સેવા પૂરી પાડવાનું કામ કરતી આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિઝ લિ.નો રૂ. ૭૪૦ કરોડનો આઈપીઓ શુક્રવારે ૧૧ નવેમ્બરે ખૂલશે અને ૧૫મી નવેમ્બરે બંધ થશે. જેની પ્રાઈસ બેન્ડ ૬૧-૬૫ નિર્ધારિત કરવામાં આવી છે. માર્કેટ લોટ ૨૩૦ શેર્સ અને ત્યારબાદ તેના ગુણાંકમાં રોકાણકારે અરજી કરવાની રહેશે. કંપની વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ માટે, ખાસ કરીને વિન્ડ ટર્બાઇન જનરેટર્સ અને વિન્ડ ફાર્મ્સ પર સામાન્ય માળખાકીય સુવિધાઓ માટે લાંબા ગાળાની ઑપરેશન એન્ડ મેન્ટેનન્સ સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં સંકળાયેલી છે. કંપની ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં હાજરી ધરાવે છે.
એક મહત્તવના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૮મી નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના જી-૨૦ પ્રેસિડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કરશે. લોગો, થીમ અને વેબસાઈટ આગામી વર્ષ દરમિયાન ભારતના પરિપ્રેક્ષ્ય અને સર્વોચ્ચ પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરશે. ભારત પહેલી ડિસેમ્બર, ૨૦૨૨થી જી-૨૦નું પ્રમુખપદ સંભાળશે. જી-૨૦ની આગામી શિખરમંત્રણામાં ભારતને પોતાના મુદ્દા રજૂ કરવાની મહત્ત્વની તક સાંપડશે. આ સત્રમાં સર્વિસિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સિવાયના બધા સેક્ટરલ ઈન્ડેક્સ વધ્યા હતા. આ સત્રમાં બજારનું માર્કેટ કેપિટલ રૂ. ૨૮૪.૭૭ લાખ કરોડ રહ્યું હતું. જે શુક્રવારે રૂ. ૨૮૩.૦૩ લાખ કરોડના સ્તરે હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સ્મોલ કેપ ૦.૬૪ ટકા, મીડ કેપ ૦.૬૯ ટકા, બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૪૫ ટકા, બીએસઈ લાર્જ કેપ ૦.૪૮ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૫૧ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૫૪ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૫૩ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૦૪ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૪૮ ટકા ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં ઓટો ૧.૨૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૨૩ ટકા, રિય લ્ટી ૧.૧૧ ટકા, એનર્જી ૧.૦૬ ટકા, મેટલ ૧.૦૬ ટકા, બેન્કેક્સ ૦.૯૮ ટકા, કમોડિટીઝ ૦.૯૫ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૭૮ ટકા, યુટિલિટીઝ ૦.૭૨ ટકા, કંઝ્યુમર ડિક્શનરી ૦.૫૮ ટકા, પાવર ૦.૫૫ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૫૦ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૫૦ ટકા, એફએમસીજી ૦.૪૬ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૩૪ ટકા, ટેક ૦.૧૫ ટકા અને આઈટી ૦.૧૧ ટકા વધ્યા હતા, જ્યારે સર્વિસિસ ૦.૨૫ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૧ ટકા અને હેલ્થકેર ૦.૧૦ ટકા ઘટ્યા હતા. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૪૪ ટકા, ટાટા સ્ટીલ ૧.૯૧ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૬ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૬ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૪ ટકા વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ ૨.૩૭ ટકા, બજાજ ફિનસર્વ ૧.૩૫ ટકા, સન ફાર્મા ૧.૧૩ ટકા, ટાઈટન ૦.૯૫ ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક ૦.૯૩ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપથી ૧૧ કંપનીઓમાંથી ૫ાંચ કંપનીઓને ઊપલી અને છ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

RELATED ARTICLES

Most Popular