સેનાએ જૂના જોગીઓ દેસાઈ અને રાવતેને ઉમેદવારી ન આપી: સચિન અહિર અને આમશા પાડવીને મેદાનમાં ઉતાર્યાં

આમચી મુંબઈ

કેબિનેટમાં ટૂંક સમયમાં ફેરફાર થાય એવા અણસાર

સમર્થન: વિધાન પરિષદની ચૂંટણી માટે શિવસેનાના ઉમેદવારો સચિન આહિર અને આમશા પડવી તેમના ટેકેદારો સાથે વિધાનભવનમાં પહોંચ્યા હતા, જ્યારે એ વખતે ઉપસ્થિત મહારાષ્ટ્રના પ્રધાન આદિત્ય ઠાકરે. (પીટીઆઈ ફોટો)

મુંબઈ: સત્તાધારી શિવસેનાએ વિધાન પરિષદની ચૂંટણી માટે પોતાના બંને ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી હતી. આમાં જૂના સેનાના વરિષ્ઠ નેતાઓ સુભાષ દેસાઈ અને રાવતેને ઉમેદવારી આપવામાં આવી નહોતી, જ્યારે તેને સ્થાને સચિન અહિર અને આમશા પાડવીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય શિવસેનાએ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદની ચૂંટણી ૨૦મી જૂને થવાની છે. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ ટૂંક સમયમાં જ પૂરો થવાનો છે, જેના સભ્ય દેસાઈ અને રાવતે છે. જોકે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે બંને સિનિયર નેતાને ઉમેદવારી આપી ન હોવાથી કેબિનેટમાં ટૂંક સમયમાં ફેરફાર થઇ શકે છે.
વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાએ તેમના બંને વરિષ્ઠ નેતા દેસાઈ અને રાવતેને ઉમેદવારી ન આપી. નથી. આનો એક અર્થ એવો પણ થાય છે કે કેબિનેટની ફેરબદલી ટૂંક સમયમાં થશે. જો કોઇ પણ ગૃહમાં તેઓ નહીં ચૂંટાય તો દેસાઈએ તેમનો કાર્યકાળ પૂરો થયા પછીના છ મહિના બાદ રાજીનામું આપવું પડશે.
પક્ષમાં ડેવલપમેન્ટ થવાનું કારણ શું, એવું પૂછવામાં આવતાં સુભાષ દેસાઈએ કહ્યું હતું કે અમે બે નવા ચહેરાને તક આપવા માગીએ છીએ. આ માટે જ મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે એવું કહેવું ખોટું ગણાશે કે બંને નેતા (દેસાઈ અને રાવતે)ને ઉમેદવારીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. બંને પક્ષના સિનિયર નેતા છે અને તેઓએ વર્ષો સુધી પક્ષ માટે કામ કર્યું છે.
——–
આખરી નિર્ણય સંગઠનના હાથમાં હોય છે: ચંદ્રકાંત પાટીલ
પંકજા મુંડેને શા માટે તક આપવામાં ન આવી એ અંગે બોલતાં ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે અમે બધા કોરી પાટી છીએ, જ્યાં સરનામું આપે ત્યાં જવું પડે છે. આથી રાજકારણમાં કામ કરનારી વ્યક્તિ અને તેમની ઈચ્છા એવી હોય છે કે તે વ્યક્ત કરવા માગતો હોય, પણ આખરી નિર્ણય તો સંગઠન જ લેતું હોય છે.
એકનાથ ખડસે વખતે પણ એવું જ થયું હતું: છગન ભુજબળ
એનસીપીના વરિષ્ઠ નેતા અને અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે એકનાથ ખડસેના સમયે પણ આવું જ થયું હતું. ભાજપે રાજ્યસભા ચૂંટણીમાં વધારે ઉમેદવાર આપ્યા છે, તેમ છતાં એમવીએના જ ઉમેદવાર ચૂંટાઈ આવશે, એવું ભુજબળે વધુમાં જણાવ્યું હતું. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.