સૂક્ષ્મ અધ્યાત્મજીવન વિષયક ઘણી બધી વિગતો એમની ભજન રચનાઓમાંથી પ્રાપ્ત થાય છે

ધર્મતેજ

ભજનનો પ્રસાદ – બળવંત જાની

દાસી જીવણને બે સમર્થ શિષ્યો. એક પ્રેમસાહેબ બીજા દાસ અરજણ. પોતાની જાતને દાસાનુદાસ માનતા અને ભારે મોટા સેવક હતા. જીવણસાહેબનો સમય ઈ.સ.૧૭પ૦થી ૧૮રપ. અરજણનો દીક્ષ્ાા અંગિકાર સમય ઈ.સ.૧૮૦૯. દીક્ષ્ાા પછી સોળેક વર્ષ્ા સુધી ગુરુનો સહવાસ એમને મળેલો. જામકંડોરણા પાસેના ભાદરા ગામના રાજપૂત જ્ઞાતિમાં જન્મ઼ બાલ્યાવસ્થાથી જ એમને અધ્યાત્મક્ષ્ોત્રે રુચિ હતી.
દાસી જીવણનું સાનિધ્ય ભજન, ર્ક્તિન એમને વિશેષ્ા ગમતા. જયાં પણ આવા પ્રસંગો હોય ત્યાં અરજણ
પહોંચી જાય. ભજનગાન અને શ્રવણમાં એકલીન બની રહેતા.
દાસી જીવણે પ્રેમસાહેબ અને અરજણને શિષ્ય બનાવ્યા એની પાછળ ભક્તિ, સાધના અને સેવાભાવવૃત્તિ કારણભૂત જણાય છે. પોતે ગુરુશોધમાં ઘણો સમય વિતાવ્યો. મોટે ભાગે ગુરુ શિષ્યને ચકાસીને પછી શિષ્ય તરીકે સત્કારે જયારે અહીં જીવણસાહેબે ગુરુની ચકાસણી કરીને પછી એમનાં પરિક્ષ્ાણમાં ખરા ઉતરેલા સિદ્ધને એમણે ગુરુ તરીકે પસંદ ર્ક્યા.
શિષ્ય માટે પણ પોતે કરેલ પરીક્ષ્ાણ, નિરીક્ષ્ાણ કારણભૂત જણાય છે. બહું શિષ્યોની ફોજ એમણે ઊભી ન કરી.
અરજણનું અધ્યાત્મજ્ઞાન, સાધનાભ્યાસ અને સતત ગુરુમાં એકનિષ્ઠભાવે દત્તચિત્ત બનીને રહેવાનું વલણ મને સ્પર્શી ગયું છે.
સ્થુળ જીવન વિશેની વિગતો ઓછી પ્રાપ્ત થાય છે. પણ સૂક્ષ્મ અધ્યાત્મજીવન વિષ્ાયક ઘણી બધી વિગતો એમની ભજન રચનાઓમાંથી પ્રાપ્ત થાય છે. અહીં એમની સાધના ક્રિયાની અનુભૂતિનું પ્રાગટય આલેખતી એક ભજન રચનાનો આસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે.
‘ગુરુ મેરી નજરું મેં મોતી આયા, હે જી મેં તો ભેદ બ્રહ્મકા પાયા….
ગુરુ? મેરી નજરું મેં મોતી આયા…ટેક
ઓહં સોહંકા જાપ અજપા, ત્રિકુટિ તક્યિા ઠેરાયા;
ચાલી સુરતા ક્યિા સમાગમ, સુખમન સેજ બિછાયા…
ગુરુ? મેરી નજરું મેં મોતી આયા…૧
અક્ષ્ારાતીતથી ઊતર્યા મોતી, શૂન્યમેં જઈને સમાયા;
વાકા રંગ અલૌકિક સુન લે, ગુરુ ગમસે સૂઝ પાયા…
ગુરુ? મેરી નજરું મેં મોતી આયા…ર
મોતી મણિમેં મણિ મોતી મેં, જયોતમેં જઈને સમાયા;
ઐસા અચરજ ખેલ અગમકા, દિલ ખોજત દરશાયા…
ગુરુ? મેરી નજરું મેં મોતી આયા…૩
અરસ પરસ અંતર નહીં નિરખ્યા, હરખ પરખ ગુણ ગાયા;
દાસ અરજણ જીવણ કે ચરણે, પરાપાર મેં સબકુછ પાયા…
ગુરુ? મેરી નજરું મેં મોતી આયા…૪’
ગુરુ પાસેથી દીક્ષ્ાિત થયા બાદ સાધનારત બને અને જે કંઈ પ્રાપ્ત થાય એનું બયાન પ્રસ્તુત રચના છે. અરજણ ક્યે છે કે હે ગુરુજી મને તમે સાધનાપંથે વાળ્યો ત્યાં મને અમુલખ વસ્તુઓ ખ્યાલ આવ્યો કે એથી મને બ્રહ્મનો ભેદ સમજાયો.
મેં તમે ચિંધેલ આહમ્-સોહમ્ અને અજપાજાપ જપ્યા એટલે ત્રિકુટીમાં (કપાળની વચ્ચેનું સ્થળ) હું સ્થિર થયો તુરત-સુરતની સાધના અને પછી સૂષ્ાૂમના નાડી જાગ્રત કરવી ત્યાં સ્થિર થવાનું બન્યું.
અક્ષ્ારાતિતથી પ્રાપ્ત જ્ઞાન શુન્ય તત્ત્વમાં સમાવિષ્ટ થયું એટલે અલૌકિક રંગની ઓળખ ગુરુકૃપાથી સૂઝ થઈ.
મણિ મોતીમાં કે મોતી મણિમાં, જેમ જયોતમાં જયોત મળી જાય-ભળી જાય એવું અચરજ, અગમ્ય ખેલ-હૃદયકમળ-દિલમાં ખોજતા મને દેખાણું.
અરસ-પરસની સાધનાથી અંતર ક્યાંય રહ્યું નહીં ગુરુ જીવણ સાહેબને ચરણે દાસ અરજણે પારાપાર-જન્મજન્માંતરનો ફેરો પાર કરી લીધો.
ગુરુકૃપાર્થી અરજણ રવિ-ભાણ પરંપરાની યોગસાધનાધારાને શરણે રહી. એ પંથને સ્વીકારીને પોતાની જીવનસાધનાનો ભાગ બનાવીને ક્યાં પહોંચીને શું પ્રાપ્ત કરી શક્યા એ અનુભૂતિનું પ્રાગટય પ્રસ્તુત ભજન રચના છે.
સાધનાની તાત્વિક ભૂમિકા, તાત્વિક માર્ગ એમાં અવલોક્વા મળે છે. અપરોક્ષ્ાાનુભૂતિનું નિરૂપણ કરવાની સૂઝ, શક્તિનું પરિચાયક આ ભજન ગુજરાતી જ્ઞાનમાર્ગી રચના પ્રવાહમાં મહત્ત્વનું જણાયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.