સુરતમાં AAPનો વિરોધ: જાતિવાદી રાજકારણ રમતા હોવાના આરોપ, ગોપાલ ઈટાલિયાનું પૂતળાદહન

આપણું ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની જાતિવાદના રાજકારણની રમત શરુ થઇ ગઈ છે. ત્યારે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહેલી આદમી પાર્ટીનો સુરતના અમરોલી વિસ્તારમાં સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કારમાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કરવામાં આવ્યું હતું. વિરોધકર્તાઓએ આરોપ લગાવ્યા હતા કે આમ આદમી પાર્ટી ‘જય ભીમ મોરચા’ અને ‘બિરસા મુંડા મોરચા’ની રચના કરી દલિત સમાજ અને આદિવાસીનો રાજકીય ઉપયોગ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં લઇ આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા બિરસા મુંડા મોરચો અને જય ભીમ મોરચાની રચના કરવામાં આવી છે. સુરતમાં આજે દલિત સમાજ સાથે સંકળાયેલા સમતા સૈનિક દળ દ્વારા ગોપાલ ઇટાલિયાના પૂતળાનું દહન કરીને આમ આદમી પાર્ટી પર જાતીવાદી રાજકારણ રમવાના આરોપ લગાવ્યા છે.

વિરોધ કરી રહેલા સમતા સૈનિક દળના પ્રમુખ ભાનુ ચૌહાણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા નવી કમિટી બનાવવામાં આવી છે. જેમાં માત્ર બિરસા મુંડા અને જય ભીમ કમિટીનું નામ આપવામાં આવ્યું છે તે અન્ય સંગઠનની કોઈ કમિટીને કોઈ મહાપુરૂષને વિભૂતિના નામથી રચના કરવામાં આવી નથી. જેમ કે આમ આદમી પાર્ટી દ્વારા પરશુરામ મોરચો, ગાંધી મોરચો કે સરદાર મોરચાના નામથી કોઇ પણ નવી સમિતિ બનાવવામાં આવી નથી. માત્ર અનુસૂચિત જનજાતિના નામનો ઉપયોગ કરીને જાતિવાદી માનસિકતા છતી કરી છે જેનો અમે વિરોધ કરીએ છીએ. આ બાબતની ગંભીર નોંધ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ લેવી જોઈએ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.