સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)
निर्षीजा पृथ्वी निरौषधि रसा, नीचा महत्वं गताः
भार्या भर्तु विरोधिनी पररताः, पुत्रा पितु र्द्वेषिणः॥
भूयालाः निज धर्म कर्म रहिताः विप्राः कुमार्गे गताः
हा कष्टं खलु जीवनं कलियुगे, धन्याः मृताः ये नशः॥
– સુભાષિત સંગ્રહ
———-
ભાવાર્થ
આ હલાહલ કળિયુગમાં પૃથ્વી બીજ વગરની થઈ જશે, ઔષધીઓ રસકસ વગરની થશે, નીચ હલકા માણસો મહત્ત્વના પદને પામશે. પત્ની પોતાના પતિનો વિરોધ કરનારી થશે તેમ જ ગમે ત્યાં ભટકનારી થશે, પુત્રો પિતાનો દ્વેષ કરનારા અને વિરોધીઓ થશે, રાજકારણીઓ, સરકારી અધિકારીઓ, પોતાના કર્તવ્ય ધર્મથી રહિત થશે. બ્રાહ્મણો, વિપ્રો, જ્ઞાનીઓ, બુદ્ધિમાનો, કુમાર્ગે જશે. આવા કલિકાળમાં કષ્ટમય જીવન જીવવું અને નજરે જોવું એના કરતાં જે લોકો મૃત્યુને શરણે થયા એ ધન્ય થઈ ગયા. અસ્તુ.
–