Homeઆમચી મુંબઈસુપ્રિયા સુળે વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી

સુપ્રિયા સુળે વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી

અંતે અબ્દુલ સત્તારે માફી માગી

મુંબઇ: રાજ્યના કૃષિપ્રધાન અબ્દુલ સત્તાર દ્વારા રાષ્ટ્રવાદી કોંગ્રેસના સંસદસભ્ય સુપ્રિયા સુળેની ખરાબ શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી જે બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું.
‘ હું કોઇપણ મહિલા અને બહેનો વિરુદ્ધ અપશબ્દ બોલ્યો નથી, મને જે બદનામ કરે છે તેના વિરુદ્ધ બોલ્યો છું. રાષ્ટ્રવાદીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે અને અન્ય કોઇપણ મહિલા વિરુદ્ધ હું કાંઇ બોલ્યો નથી અને મારા બોલવાથી કોઇને પણ દુ:ખ થયું હોય તો હું માફી માગીને મારા શબ્દો પાછા ખેચું છું. સોરી બોલું છું અને આ માટે મહિલા વર્ગની માફી માંગુ છું.’રાજ્યના કૃષિપ્રધાન અબ્દુલ સત્તાર દ્વારા રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેની ખરાબ શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી જે બદલ રાષ્ટ્રવાદી કોંગે્રસ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું. રાજ્યભરમાં અબ્દુલ સત્તારનો વિરોધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો અને આ અંગે વિરોધ વધતા અને આ અંગે મુખ્ય પ્રધાનન એકનાથ શિંદેનો આદેશ આવતા આખરે સત્તારે જણાવ્યું હતું કે હું મારા શબ્દો પાછા ખેચું છું.હું જે બોલ્યો હતો એ ખોખાં માટે બોલ્યો હતો અને કોઇ એનો અલગ અર્થ ના કાઢે. હું મહિલાઓનું સન્માન કરનારો નેતા છું, હું કોઇપણ મહિલા વિરુદ્ધ બોલ્યો
નથી એવું અબ્દુલ સત્તારે આ વખતે જણાવ્યું હતું, પરંતુ માફી માંગતી વખતે સુપ્રિયા સુળેનું નામ લેવાનું ટાળ્યું હતું.
સત્તાર શું બોલ્યા હતા?
આજે ઔરંગાબાદના સિલ્લોડ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને સંસદસભ્ય શ્રીકાંત શિંદેની જાહેરસભા યોજાવાની છે. આ માટે અબ્દુલ સત્તાર પાસેથી સમીક્ષા કરાવવામાં આવી રહી છે. આ સમયે વિરોધીઓ પર અબ્દુલ સત્તારે ટીકા કરી હતી. અમને ખોખાં બોલનારા લોકો ભિખારી હોવાનું સત્તાર બોલ્યા હતા અને સુપ્રિયા સુળેના માટે સત્તારે આવો ઉલ્લેખ કર્યો હતો અને એક વાર નહીં બે વાર આવું આક્ષેપવાળું વક્તવ્ય આપ્યું હતું.

અબ્દુલ સત્તારના ઘર પર હુમલો: બારીના કાચ તોડવામાં આવ્યા
મુંબઇ: કૃષિપ્રધાન અબ્દુલ સત્તારે રાષ્ટ્રવાદી કોંગે્રસના નેતા અને સંસદસભ્ય સુપ્રિયા સુળે વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે રાષ્ટ્રવાદી કોંગે્રસ આક્રમક બની છે. આ નિવેદનનો વિરોધ કરતાં રાષ્ટ્રવાદી કોંગે્રસના કાર્યકર્તાઓએ અબ્દુલ સત્તારના ઘરની બહાર આંદોલન કરીને હુમલો કર્યો હતો. આ સમયે અબ્દુલ સત્તાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદી કોંગે્રસના કાર્યકર્તાઓએ અબ્દુલ સત્તારના ઘર પર પથ્થરો ફેંક્યા હતા, જેનાથી બારીના કાચ તૂટી ગયા હતા.
આ ઘટના વખતે રાષ્ટ્રવાદી કોંગે્રસનાં મહિલા પ્રદેશઅધ્યક્ષ વિદ્યા ચવ્હાણ પણ ઉપસ્થિત હતાં. અબ્દુલ સત્તારની ૨૪ કલાકમાં પ્રધાનમંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવે એવી માંગણી રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા મહેશ તપાસેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલા પત્રમાં કરી છે.ઔંરગાબાદ શહેરમાં અબ્દુલ સત્તારના ઘર પર અને મુંબઇમાંના ઘર પર આંદોલનકારીઓને પથ્થરથી હુમલો કર્યો હતો. આ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સત્તારના હોમટાઉન સિલોદ ઉપરાંત, પૂણે, ઔરંગાબાદ, જાલના, નાગપુર, અને પંઢરપુરમાં દેખાવો કરનામા આંદોલનકારીઓની અટક કરવામાં આવી હતી.
અબ્દુલ સત્તારના દક્ષિણ મુંબઇના ઘરની બહાર રાષ્ટ્રવાદી કોંગે્રસના કાર્યકર્તાઓએ આંદોલન કરીને પથ્થરમારો કર્યો હતો.
‘૨૪ કલાકમાં અબ્દુલ સત્તારની પ્રધાનમંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવે નહીંતર…’રાષ્ટ્રવાદી કોંગ્રેસનું અલ્ટિમેટમ!
મુંબઇ: રાજ્યના કૃષિપ્રધાન અબ્દુલ સત્તારે સુપ્રિયા સુળે વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદન બદલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસે આક્રમક વલણ દાખવીને ૨૪ કલાકમાં અબ્દુલ સત્તારની પ્રધાનમંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવે એવી માંગણી રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા મહેશ તપાસે કરી છે.
વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યની સંસ્કૃતિના તાણાવાણા એકસૂત્રે બંધાયેલા છે અને આના માટે વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષે રાજકારણથી આગળ વધીને સૌહાર્દનું વાતાવરણ ઊભું કયુર્ં છે. આવા સમયે કૃષિપ્રધાન અબ્દુલ સત્તારે સુપ્રિયા સુળે વિશે કરેલું વિવાદાસ્પદ નિવેદન અશોભનીય અને અસંસ્કૃત છે એમ જણાવીને મહેશ તપાસેએ અબ્દુલ સત્તારે કરેલા નિવેદન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
સુપ્રિયા સુળેનું અપમાન એ રાજ્યની તમામ મહિલાઓનું અપમાન છે. આ બદલ અબ્દુલ સત્તારની પ્રધાનમંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવે નહીંતર રાષ્ટ્રવાદી કોંગે્રસના વિરોધનો સામનો કરવો પડશે એવો ઇશારો મહેશ તપાસેએ કર્યો હતો.
દરમિયાન અબ્દુલ સત્તારના આ નિવેદન અંગે ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અબ્દુલ સત્તારે વાપરેલા શબ્દોનું હું સમર્થન કરતો નથી. રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ ચાલ્યા કરે, પરંતુ અબ્દુલ સત્તારે ટીકા કરતાં ભૂલભરેલી ભાષાનો ઉપયોગ કર્યો છે એવો મત ઉદય સામંતે વ્યકત કર્યો હતો.
અબ્દુલ સત્તારના નિવેદનનો રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા એકનાથ ખડસેએ પણ વિરોધ નોંધાવીને કહ્યું હતું કે મુખ્યપ્રધાને ઉદ્યોગપ્રધાનને શિસ્ત શિખવવું જોઇએ.

RELATED ARTICLES

Most Popular