સિનેમાની સફર

ઉત્સવ

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ – આશ કરણ અટલ

પ્રતિ-નાયક
એન્ટિ-હીરો એટલે કે આપણો હવે પછીનો નાયકનો પ્રકાર જેને પ્રતિ-નાયક પણ કહેવામાં આવે છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિ-નાયકનું આગમન ઘણું વહેલું થઈ ચૂક્યું હતું. ‘ચંદ્રલેખા’માં રંજન, ‘મધર ઈન્ડિયા’માં સુનીલ દત્ત, ‘મિસ્ટર સંપત’માં મોતીલાલ, ‘દિલ દિયા દર્દ લિયા’માં દિલીપ કુમાર વગેરે વગેરે. વચ્ચેના સમયગાળામાં પ્રતિ-નાયકનો પ્રભાવ ઘટી ગયો હતો, પરંતુ થોડાં વર્ષો પહેલાં આવેલી ફિલ્મ ‘બાઝીગર’ બાદ ફરી એક વખત પ્રતિ-નાયક લોકપ્રિય થઈ ગયો છે.
સાહિત્યમાં દર્શાવવામાં આવેલા ચારેય નાયકો સાથે પ્રતિ-નાયકનાં લક્ષણો મળે છે. ધીરોદ્ધત એટલે કે ક્રોધી અને ચપળ સાથે. દક્ષિણ નાયક એટલે કે તમામ નાયિકાને એકસરખો પ્રેમ કરનારા નાયક સાથે, ધૃષ્ટ નાયક એટલે કે સાહસી અને નિર્દય નાયક સાથે તેમ જ શઠ નાયક એટલે કે ધૂર્ત અને છલિયા ઉર્ફે નકલી પ્રેમ કરનારા નાયક સાથે તેમનાં લક્ષણો મળે છે.
હિન્દી ફિલ્મોના નાયકનું આટલી હદે પતન થઈ જશે એવી અમને તેમની પાસેથી અપેક્ષા નહોતી. હવે છે શું કે આખી દુનિયામાં બધે જ મૂલ્યોનું પતન થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. કદાચ આ જ કારણસર નાયકનું પણ પતન થઈ રહ્યું છે અને તે પ્રતિ-નાયક બની ગયો છે. આપણો ભારતીય દર્શક દરેક ખરાબ વસ્તુને નફરત કરે છે, પરંતુ નાયક ગમે તેટલો ખરાબ હોય તેને નફરત કરતો નથી. ઊલટું આવા નાયકને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે અને તેથી જ આજે આપણી ફિલ્મોનો નાયક બગડીને બે કોડીનો રહી ગયો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.