ઑનલાઈન લોન ઍપ્લિકેશનની મદદથી છેતરપિંડીના ઉપરાછાપરી કેસ નોંધાઈ રહ્યા છે. હવે નાગરિકોમાં જાગરૂકતા લાવવા મુંબઈ પોલીસે સાયબર સૅફ્ટીની ‘એબીસી’ તૈયાર કરી છે અને શહેરભરમાં તેનાં બૅનર્સ લગાવવામાં આવ્યાં છે. આ આલ્ફાબેટ્સમાં સાયબર ફ્રોડથી બચવા માટેની સાવચેતી અંગે જાણકારી આપવામાં આવી છે. (જયપ્રકાશ કેળકર)
