સાપ્તાહિક ભવિષ્ય – પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

ઉત્સવ

તા. ૩-૭-૨૦૨૨ થી તા. ૯-૭-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મેષ રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ મિથુન રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર વૃષભ રાશિમાં શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તા. ૩જીએ કર્કમાંથી સિંહ રાશિમાં પ્રવેશે છે. તા. ૫મીએ સિંહમાંથી ક્ધયા રાશિમાં પ્રવેશે છે. તા. ૮મીએ તુલા રાશિમાં આવી સપ્તાહના અંત સુધી અહીં તુલા રાશિમાં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના નિર્ણયોમાં સરળતા જણાશે. તા. ૪થી, ૮મીએ નોકરીના નિર્ણયોમાં અનુકૂળતા રહેશે. તા. ૪, ૫ના કારોબારની વાટાઘાટો એકંદરે સફળ થતી જણાશે. નવા કામકાજનો પ્રારંભ પણ શક્ય છે. તા. ૪, ૭, ૮, ૯ના કારોબારના કામકાજ એકંદરે પ્રગતિસૂચક બની રહેશે. મહિલાઓને નોકરીના અધિકારીનો સહયોગ તા. ૬, ૭, ૮મીએ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના કામકાજ એકંદરે સફળ પુરવાર થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે સકારાત્મક નિર્ણયો લઈ શકશો. નોકરીમાં તા. ૫મી, ૭મી, ૮મીએ નવા આયોજનો સફળતાથી સંપન્ન થશે. નવા કામકાજ, નવીન વાટાઘાટો સફળ પુરવાર થશે. તા. ૫, ૭, ૮, ૯ના રોજ ગૃહિણીઓને પરિવારની જવાબદારી સંપન્ન કરવા માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં સ્વપ્રયત્ને અભ્યાસની મૂંઝવણમાં સરળતા પ્રાપ્ત થશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારની પ્રવૃત્તિઓમાં યશસ્વી પુરવાર થશો. નોકરીના કામકાજમાં વિશિષ્ટ પરિવર્તનો શક્ય જણાય છે. રાજકીય, સામાજિક પ્રવૃત્તિઓમાં તા. ૩, ૭, ૮, ૯મીએ સફળતા અનુભવશો. કાર્યક્ષેત્રે નાણાંની અનુકૂળતાઓ સરળતાથી મેળવી શકશો. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહના નવા અભ્યાસના પ્રારંભ માટે સફળતા પ્રાપ્ત થશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારની મહત્ત્વની પ્રવૃત્તિઓમાં સફળતા અનુભવશો. નોકરી અર્થે લાંબા અંતરનો પ્રવાસ શક્ય છે. તા. ૩જીએ, ૬ઠ્ઠીએ, ૭મીએ નવા આયોજનો સફળ થતાં જણાશે. મિત્રો દ્વારા કારોબાર માટે આર્થિક જરૂરિયાતો સરળતાથી સંપન્ન થતી જણાશે. મિત્રોમાં મહિલાઓનું માનપાન વધે. પડોશ સંબંધોમાં વિવાદો હળવા થાય. વિદ્યાર્થીઓને તા. ૩, ૪, ૭, ૮મીએ અભ્યાસ માટે ઈચ્છિત તકો પ્રાપ્ત થાય.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના કામકાજમાં જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. નોકરીમાં અપેક્ષાનુસાર પરિવર્તનોનો અમલ થઈ શકશે. તા. ૪, ૭, ૮, ૯ના કામકાજ સ્વતંત્ર કારોબારમાં યશસ્વી પુરવાર થશે. નાણાંની આવક જળવાય, મહિલાઓને કાર્યક્ષેત્રે પતિનો સહયોગ પ્રાપ્ત થાય. પરિવારના જૂના વિવાદોનો ઉકેલ આવે. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસના આયોજનો નિયમિતપણે જળવાઈ રહેશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નવી નોકરીનો પ્રારંભ તા. ૬, ૭, ૮મીએ શક્ય છે. નવી ભાગીદારીની રચના શક્ય છે. લાંબા અંતરના પ્રવાસમાં સાવધાની રાખવી જરૂરી છે. અકારણ નાણાં ખર્ચ ટાળવો જરૂરી છે. મહિલાઓને સંતાનના જવાબદારીના કામકાજ પૂર્ણ કરવા માટે સફળતા જણાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અધ્યયનના નિર્ણયો સફળ થતાં જણાય.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં અપેક્ષાનુસાર નવા નાણાંરોકાણનો અમલ થઈ શકશે. નોકરીમાં તા. ૪, ૫, ૮મીએ મહત્ત્વના કામકાજમાં અનુકૂળતાઓ પ્રાપ્ત કરશો. મિત્રો દ્વારા કારોબાર માટે જરૂરી સહયોગ પ્રાપ્ત કરશો. મહિલાઓને નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ પ્રાપ્ત થાય. વિભાગીય પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો એકંદરે સફળ થતાં જણાય.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારના દૈનિક સાપ્તાહિક વેપારથી લાભ થશે. નોકરીમાં ધાર્યા મુજબ ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. મુસાફરી દ્વારા આ સપ્તાહના કારોબારના કામકાજ સરળતાથી સંપન્ન થતાં જણાશે. મહિલાઓને આ સપ્તાહમાં મદદનીશ નોકર પ્રાપ્ત થાય. સંતાન પરિવારના કારોબારમાં સામેલ થશે. તા. ૩, ૭, ૮ના કામકાજ એકંદરે સફળ બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા જાળવવામાં સફળતા જણાશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં નવા નિર્ણયોનો અમલ થઈ શકશે. નોકરીના સહકાર્યકરોનો સહયોગ તા. ૩, ૭, ૮મીએ પ્રાપ્ત કરશો. સાહસિકતાથી નવા કામકાજ તા. ૪, ૫, ૭, ૮મીએ સંપન્ન થતાં જણાશે તથા જૂની નાણાંની ઉઘરાણીની વસૂલી અનુકૂળ બનતી જણાશે. મહિલાઓને તા. ૪, ૫, ૭, ૮મીએ અનુકૂળતાથી પરિવારના કામકાજ પૂર્ણ કરવામાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના નિર્ણયો અનુકૂળ બનતા જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે નવા નાણાંરોકાણનો અમલ થઈ શકશે. નોકરીમાં તા. ૩, ૬, ૭, ૯મીએ નિર્ણયો લેવા માટે સફળ રહેશો. સપ્તાહમાં મિલકતના નિર્ણયો ઉતાવળે લેવા નહીં. જૂની ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય જણાય છે. રાજકીય, જાહેર જીવનની પ્રવૃત્તિમાં તા. ૩, ૬, ૮મીએ સફળ થતી જણાશે. મહિલાઓને કાર્યક્ષેત્રે પતિનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસના નિર્ણયો લેવા માટે પરિવારજનો ઉપયોગી થશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે અપેક્ષિત નાણાંનું રોકાણ કરવાની તક મેળવશો તથા દૈનિક વેપાર પણ લાભદાયી પુરવાર થશે. નોકરીના ધાર્યા મુજબના નિર્ણયો તા. ૪, ૫, ૮મીએ સરળતાથી અમલમાં લાવી શકશો. કાર્યક્ષેત્રે યશ પ્રાપ્ત કરશો. રાજકારણમાં યશ મેળવશો. નાણાંવ્યવસ્થા વધુ મજબૂત બનશે. મહિલાઓ સાહસિકતાથી નવા કારોબારનો પ્રારંભ કરી શકશે. વિદ્યાર્થીઓને કુટુંબના સભ્યોનો સહયોગ પ્રગતિસૂચક પુરવાર થશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજાર માટે જરૂરી માર્ગદર્શન મેળવી શકશો. નોકરીમાં તા. ૫, ૭, ૮, ૯મીએ પ્રગતિ અનુભવાય. અકારણ નાણાંખર્ચ ટાળવા જરૂરી છે. કારોબારની નાણાંઆવક જળવાઈ રહેશે. મિત્રો દ્વારા આ સપ્તાહમાં અપેક્ષાનુસાર મહિલાઓને કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં વિભાગીય પરીક્ષામાં સફળતા જણાય.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.