સસ્પેન્ડર બનાવશે સ્માર્ટ…

પુરુષ

ફેશન-મૌસમી પટેલ

સસ્પેન્ડર… પુરુષો માટે એવી એક્સેસરીઝ છે કે મોટા ભાગના પુરુષો તેને પહેરતાં જ ગભરાય છે અને તેમને એની જરૂર ક્યારેય વર્તાતી જ નથી. આપણી આસપાસમાં કેટલાય પુરુષો તો એવા પણ હશે કે જેમણે એને પહેરવાનું વિચાર્યું સુધ્ધાં નહીં હોય, કારણ કે એમને એવો ડર સતાવે છે કે આને કારણે તેમનો લુક બદલાઈ જશે કે પછી તેમના લુક સાથે કોમ્પ્રોમાઈઝ થશે, પણ આ હકીકત નથી. જો તમે કેટલીક બેઝિક વાતોનું ધ્યાન રાખીને સસ્પેન્ડર સ્ટાઈલ કરશો તો તમારી પર્સનાલિટીને ચાર ચાંદ લાગી જશે…
——————
કેઝ્યુઅલ લુક માટે
જો તમે સસ્પેન્ડર સાથે કેઝ્યુઅલ લુક કૅરી કરવા માગો છો તો તમારે હંમેશાં પાતળા સસ્પેન્ડર ટ્રાય કરવાં જોઈએ. જેટલાં સસ્પેન્ડર પાતળાં હશે, લુક એટલો જ કેઝ્યુઅલ રહેશે. જો તમે ફોર્મલ લુક મેળવવા માગો છો તો પહોળા પટ્ટાનાં સસ્પેન્ડર પરફેક્ટ રહે છે. સસ્પેન્ડરને તમારી ફેશન સ્ટાઈલમાં સામેલ કરીને તમે ક્લાસિક લુક મેળવી શકો છો.
——————
એક્સ સસ્પેન્ડર કે પછી વાય સસ્પેન્ડર?
બજારમાં એક્સ અને વાય બંને ટાઈપનાં સસ્પેન્ડર સરળતાથી મળી જાય છે,
પણ એમાંથી કોઈ એકની પસંદગી કરવી એ એટલું અઘરું નથી જેટલું તમને
લાગે છે. બંને સસ્પેન્ડરની પોતાની એક આગવી સ્પેશિયાલિટી અને ખાસિયત
છે, પણ વાય ટાઈપનાં સસ્પેન્ડરને મૉડર્ન અને ફોર્મલ માનવામાં આવે છે, કારણ
તેમાં સામાન્યપણે ક્લિપની જગ્યાએ બટન્સ હોય છે, જ્યારે એક્સની સાથે એકદમ વિપરીત છે.
—————-
ડેનિમ કે સાથ ટ્રાય કીજિયે સસ્પેન્ડર
ડેનિમની સાથે સસ્પેન્ડર પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ડાર્ક કલરના ડેનિમ પર પસંદગી ઉતારવી જોઈએ અને તેની સાથે લાઈટ રંગનાં શર્ટ અને ન્યુટ્રલ કલરનાં સસ્પેન્ડર પહેરીને તમે તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી શકો. તમે લેધરનાં ડાર્ક બ્રાઉન રંગનાં સસ્પેન્ડર પણ ટ્રાય કરી શકો છો અને આ તમને કેઝ્યુઅલ લુક આપવાનું કામ કરશે.
—————-
સસ્પેન્ડર વિથ ટાઈ ક્યા બાત હૈ…
સસ્પેન્ડરની સાથે ટાઈ પહેરવી હોય તો એવું કરી શકાય, પણ આવું કરતી વખતે તમારે ખૂબ જ સમજી-વિચારીને એક્સપરિમેન્ટ કરવો પડશે. સસ્પેન્ડરની સાથે બો-ટાઈ કે પછી સ્લિમ ટાઈ ટ્રાય કરી શકાય છે. દર વખત કરતાં આ એક્સપરિમેન્ટ ચોક્કસ જ તમને અલગ લુક આપશે.
————–
સૂટ અને સસ્પેન્ડર
સૂટ અને સસ્પેન્ડરનું કોમ્બિનેશન પણ ટ્રાય કરવા જેવું ખરું હં કે… સૂટની સાથે સસ્પેન્ડર પહેરવાનો ચાન્સ ઘણી વખત મળશે, પણ એ વખતે એક વાતનું ધ્યાન રાખો કે સૂટ સ્લિમ કટ હોય અને એમાં પણ જો પેટર્ન હોય તો હાય હાય ક્યા બાત હૈ…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.