સરળ અને સહજ રીતે વિજ્ઞાનની સમજ કેળવતું મહત્ત્વનું પુસ્તક

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશી

નામ- જીવન અન્ો ઉત્કાંતિ
લેખક- ભીમભાઈ લાલભાઈ દેસાઈ
પ્રકાશક-ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ
પ્રકાશન વર્ષ-૧૯૩૬
કુલ પાના- ૧૬૩
કિંમત- ૧૨ આના
-ગુજરાતી ભાષાના વકીલ એવા ક.દ.ડા એટલેકે કવિ દલપતરામ ડાહૃાાભાઈન્ો ગુજરાતી ભાષા સાહિત્ય માટે તત્કાલિન સમયમાં પ્ાૂરતી સહાય કરનારા એલેકઝાન્ડર કિર્લોસ્ક ફાર્બસના પ્રયાસોથી જે ગુજરાતી ભાષા સાહિત્ય માટે જે કામ થયું એનો ઇતિહાસ આપણા માટે એક ગૌરવવંતી ઘટના છે. ફા.ગુ. સભાના સહાયક મંત્રી અંબાલાલ બુલાખીરામ જાની પોતાના નિવેદનમાં નોંધે છે એમ, ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાન વિષયક પુસ્તકોની સંખ્યા ઘણી જ ઓછી હોવાન્ો લીધે ફા.ગુ. સભાના મંડળે આ દિશામાં કાર્ય કરવા માટે એક યોજના ત્ૌયાર કરી અન્ો એના માટે ભંડોળ ફાળવ્યું. વિજ્ઞાનના વિષયોમાં ગુજરાતની ભૌગોલિક રચના, ગુજરાતની ખનીજ અન્ો રાસાયણિક સંપત્તિ, ગુજરાતનાં હવામાન, ગુજરાતની વનસ્પતિ અન્ો ગુજરાતના પ્રાણીઓ જેવા પુસ્તકો ત્ૌયાર કરાવાયા. આ ફાર્બસ સાહેબના નામે રચાયેલી ફાર્બસ ગુજરાતી સભાના ઉપક્રમે શરૂ થયેલી ગ્રંથમાળાનું ૨૭મું પુસ્તક એટલે આ જીવન અન્ો ઉત્કાંતિ.
આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીમાં ફા.ગુ. સભા દ્વારા જે પુસ્તકોનું પ્રકાશન થઈ ચૂક્યું હતું એમાં રાસમાળા, ફા.ગુ. સભાની હસ્તપ્રતોની સ્ાૂચિ, રસકલ્લોલ, પ્રબોધબત્રીશી, અહુનવર, પ્રબન્ધચિન્તામણિ, શાક્તસંપ્રદાય, મહાભારત, રાજ્યરંગ, બુદ્ધિવર્ધક વ્યાખ્યાનમાળા, વિક્રમચરિત, હવામાન, શૈવધર્મ અન્ો શ્રીકૃષ્ણલીલા કાવ્ય જેવા પ્રમુખ પુસ્તકો પ્રકાશિત થયા હતા.
૧૯૩૪માં મુંબઈમાં એકવીસમી વિજ્ઞાન મહાસભા મળી ત્યારે ફા.ગુ.સભાના ઉપક્રમે વિજ્ઞાનસભાના સભ્યોની એક બ્ોઠક મળી અન્ો એમાં વિજ્ઞાન સાહિત્યરસિક વિદ્વાનોની ટકોરથી, અટકી ગયેલી લેખન પ્રવૃત્તિ આગળ વધી અન્ો આ ગ્રંથનું પ્રકાશન શક્ય બન્યું. પોતાના આમુખમાં લેખક નોંધે છે કે વેલ્સ અન્ો હક્ષલેના જીવનવિજ્ઞાન જેવાં પુસ્તકો કે સર જેમ્સ જીન્સ અન્ો સર ઓલીવર લોજની કૃતિઓ માટે ગુજરાતમાં વાચક નથી એમ પ્રકાશક પણ નથી. સદ્ભાગ્યે ફા.ગુ.સભાએ આવું જોખમ ઉઠાવ્યું અન્ો પરિણામે આપણન્ો આ પુસ્તક પ્રાપ્ત થયું.
પુસ્તકો લખવાં સહેલા નથી અન્ો એમાંય વિજ્ઞાન વિષયક પુસ્તકો લખો તો અન્ોક રીત્ો મુશ્કેલ છે. લેખકની એ વાત તત્કાલિન સમયમાં જેટલી સાચી હતી એટલી જ આજના સમયમાં પણ સાચી છે. વિજ્ઞાન અન્ો તકનીકનો અભૂતપ્ાૂર્વ વિકાસ થયો છે છતાં આપણે જાણીએ છીએ કે અન્ય વિધાઓ કે વિષયોના પુસ્તકોની સંખ્યામાં જે રીત્ો અન્ો જે સંખ્યામાં વધારો નોંધાયો છે એ ઘટના વિજ્ઞાન વિષયક બાબત્ો બન્યું નથી. વળી વિજ્ઞાનના જે વિષય પર પુસ્તક લખવું હોય ત્ો વિશેનાં અન્ોક પુસ્તકો ધરાવનાર ખર્ચાળ પુસ્તકાલયનો આશરો લેવો પડે અન્ો જોઈતી માહિતી એકઠી કરવી પડે. પછી એન્ો તારવીન્ો ગુજરાતીમાં રજૂ કરવી પડે. એ સિવાય પણ અન્ોકવિધ મુશ્કેલીઓ સામે આવી ચઢે એનો પણ સામનો કરીન્ો પુસ્તક્ધો પ્રકાશન સુધી પહોંચાડવું પડે.
વિજ્ઞાન જેવા અઘરાં ગણાતા વિષયે પુસ્તક હોવાથી લેખકે સાહિત્યસામગ્રી સાથે ચિત્રપરિચય પણ આપ્યો છે. પુસ્તકમાં ૧૧ આકૃતિઓ અન્ો એની સમજ આપી છે. જેમાં પ્રાણીઓનું ઉત્ક્રાંતિવૃક્ષ, યુગનું પડ અન્ો એમાંથી મળતા પ્રાણી અન્ો વનસ્પતિના અવશેષો, નવી જાતોની ઉત્પત્તિ, ચિમ્પાઝીનું અન્ો માનવીનું મગજ ઇત્યાદિ આકૃતિઓનો સમાવેશ થાય છે.
કુલ ૧૬૩ પાનાના ફલક પર વિસ્તરેલા આ વિજ્ઞાનના પુસ્તક્ધો લેખકે આઠ પ્રકરણોમાં વિભાજીત કર્યું છે. જેમાં ઉત્ક્રાંતિ એટલે ‘શું’થી શરૂ થતી જીવન અન્ો ઉત્ક્રાંતિની વાત ચેતનસ્ાૃષ્ટિમાં સહચાર અન્ો સમાજજીવનના વિકાસ સુધી પહોંચે છે. વચ્ચે લેખકે જીવન એટલે શું, સજીવ અન્ો નિર્જીવ દ્રવ્યના ગુણધર્મ, ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જીવનંત વસ્તુનું વિહંગાવલોકન, ઉત્ક્રાંતિના પ્રમાણો, શરીર રચનાશાસ્ત્ર, ઉત્ક્રાંતિ વિશેના મતમતાન્તરો, ડાર્વિન પહેલાંનો મત, ડાર્વિનનો મત, વિકૃતિમત અન્ો આધુનિક મત, જાતિન્ોયતાની ઉત્ક્રાંતિ, વનસ્પતિમાં જાતિનો વિકાસ, પ્રાણીઓમાં જાતિનો વિકાસ, મનુષ્ય અન્ો ઘોડાની ઉત્ક્રાંતિ જેવા વિષયોન્ો
આવરી લીધા છે. પુસ્તકની શરૂઆતમાં
લેખકે વપરાશમાં લેવાયેલા તક્નિકી શબ્દોનો એક શબ્દકોષ પણ આમેજ કર્યો છે.
જેમાં ગુજરાતી શબ્દોનો અંગ્રેજી પર્યાય અન્ો જ્યાં જરૂરી લાગ્ો ત્યાં એની ગુજરાતી સમજ ઉમેરી છે.
સરવાળે જોવા જઈએ તો વિજ્ઞાન જેવા શુષ્ક વિષયે પોતાની પાકી સમજ અન્ો ચિત્રઆકૃતિઓ દ્વારા વિશદ્ છણાવટ
કરીન્ો લેખકે વિષય અન્ો એની રજૂઆતન્ો રસપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. ગુજરાતી ભાષા અન્ો સાહિત્યમાં વિજ્ઞાન વિષયક આવા હજુ ઘણાં પુસ્તકોની આવશ્યકતા અન્ો અનિવાર્યતા છે તો અન્ો તો જ જીવન અન્ો સમાજ માટે જરૂરી એવા વિજ્ઞાન વિષયે વિદ્યાર્થીઓના રસરુચિ કેળવાશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.