સરકારને જબ યે વરદી દી થી તબ ઇન્સાફ ઔર કાનૂન કી કસમ ભી ખીલવાઈ થી…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

‘ઝીહા લે – મિસ્કિન મુકુન બ – રંજીસ
બહાલે – હિઝરા બિચારા દિલ હૈ…
વો આકે પહેલું મે ઐસે બેઠે, કે શામ રંગીન હો ગઈ હૈ,
જરા – જરા સી ખીલી તબિયત, જરા સી ગમગીન હો ગઈ હૈ…’
કોઈ ફિલ્મનું ગીત તમારા કાનમાં ગુંજે કે મનમાં ઉઠે અને એ ફિલ્મ જો તમે જોઈ હોય તો એનાં દૃશ્યો તમારા નેત્રપટલ પરથી પસાર થવા માંડે એવી ફિલ્મો બહુ ઓછી હોય છે. ‘ગુલામી’ ફિલ્મનું ઉપર લખેલું ગીત અને ગુલામી આવી ફિલ્મ છે. ગુલઝારના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. મૂળ કવિ આમિર ખુસરો એ ફારસી અને હિંદવીમાં રચેલું ગીત ગુલઝાર સાહેબે સાંભળેલું અને એ ગીતનો ઉપાડ એમને બહુ જચી ગયેલો એટલે એ જ ગીતના એ જ પરદેશી શબ્દો જેમના તેમ રહેવા દઈને આ ગીતનો ઉપાડ કરેલો. આ ગીત ઉપરાંત લતા મંગેશકરજી નું ગાયેલું સોલો ગીત ‘મેરે પી કો પવન કીસ ગલી લે ચલી.’ ફિલ્મમાં ત્રણ અલગ અલગ અંદાઝમાં રેકોર્ડિંગ કરેલું સુપર્બ ગીત અને મનહર, સુરેશ વાડકર અને શબ્બીરકુમાર વાળું ‘પીલે પીલે શરાબ હૈ પીલે, કતરા કતરા ગુલાબ હૈ પીલે.’
“કોઈભી ઇન્સાન અપની મા કી કોખસે મુઝરીમ પૈદા નહિં હોતા. આ થીમ પર બનેલી રાજકપુરની ફિલ્મ આવારા.
ખ્વાઝા અહેમદ અબ્બાસની સ્ટોરી હતી આ ફિલ્મમાં.
અમેરિકામાં એક ખૂબ લાંબા સમયનો પ્રયોગ થયો છે. જે વિસ્તાર કે જે પ્રજાતિના નાગરિકો ગુનેગાર, અપરાધી બને છે એવા વિસ્તારના બાળકોને દત્તક લઈને ૩૦ વર્ષ સુધી આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને એ પ્રયોગમાં આ ગુનેગાર અપરાધી વાલીઓ અને એના જીન્સ ધરાવતા સંતાનોને સામાજિક ઉચ્ચ ભણતર અને રહેણીકરણી આપવામાં આવી ત્યારે એ ૫૦ કે ૬૦ જેટલી સંખ્યાના અપરાધી માતાપિતાના સંતાનોમાંથી એક પણ બાળક અપરાધી નથી બન્યો! દરેક બાળકો આજે ત્રીસ વર્ષ પછી ખૂબ સારી રીતે પોતાની કારકિર્દીમાં ગોઠવાઈ ગયા છે.
આજ થીમ પર આગળ જતાં મનમોહન દેસાઈએ પરવરીશ નામની ફિલ્મ બનાવેલી.
સેક્યુલર, સામ્યવાદી, ઉદારવાદી વિચારકોને ગમે તેવી યુનિવર્સલ થીમ છે અને આવારા ફિલ્મ રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશોમાં પણ ચિક્કાર ચાલી હતી.
મેઈન સ્ટ્રીમ હિન્દી ફિલ્મમાં જાતિ પ્રથાનું દુષણ અને માણસના શોષણની વાત કરતી ફિલ્મ મલ્ટીસ્ટાર કાસ્ટિંગ કરીને બનાવવી એ ભારે હિમતનું કામ છે અને જે.પી.દત્તા એ પોતાની પહેલી જ ડિરેકટર તરીકેની ભૂમિકામાં આ કામ કર્યું અને સફળ રીતે પાર ઉતાર્યું. ગુલામીના હીરો તરીકે પહેલા વિનોદ ખન્નાને પસંદ કરેલો પણ ગમે તે કારણે વિનોદ ખન્નાની જગ્યાએ ચૌધરી રણજિતસિંહની ભૂમિકા ધર્મેન્દ્રને મળી અને ધર્મેન્દ્રએ ભૂમિકા ઉજાળી. ધર્મેન્દ્રની કારકિર્દીમાં શ્રેષ્ઠ ભૂમિકાઓમાં મોખરાનું સ્થાન હકથી મેળવે એવો કિરદાર ધર્મેન્દ્રએ ભજવી બતાવ્યો અનેક મહારથીઓ વચ્ચે નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, રઝા મુરાદ, રિના રોય, અનિતા રાજ, ભરત કપૂર, મઝહર ખાન, ઓમ શિવ પુરી, કુળભૂષણ ખરબંદા અને મિથુન ચક્રવર્તીની બહેતરીન ભૂમિકા જાવર પ્રતાપ તરીકે, કુળભૂષણ ખરબંદાની ગોપી દાદાની હવાલદાર તરીકેની ભૂમિકા પણ શ્રેષ્ઠ.
‘હમ અપને ઉસુલો કે ગુલામ હૈ.’ કે ‘ચૌધરી રણજિતસિંહ બોલો ઠાકુર.’ જેવા ધર્મેન્દ્રને મળેલા ડાયલોગ તો ફિલ્મમાં જામે જ છે પણ મિથુન ચક્રવર્તીને મળેલો તકિયા કલામ ‘કોઈ શક!’ આજ સુધી મિથુનની ઓળખ તો છે જ પણ સમગ્ર ભારતમાં રિક્ષાઓ અને ટ્રકો પર સૌથી વધારે લખાયેલો આ કલામ છે.
જે.પી.દત્તાની લખેલી જ સ્ટોરી લગભગ હતી અથવા એમના પિતા ઓ.પી.દત્તા એ લખેલી. જે.પી. દત્તાને રાજસ્થાન સાથે ગજબનો પ્રેમ છે. હિન્દી ફિલ્મોમાં જે.પી.દત્તાએ જેટલું અને જે રીતનું રાજસ્થાન બતાવ્યું છે સુંદર રીતે તેવું અને તેટલું બીજા કોઈ સર્જકે ફિલ્માવ્યું નથી. ગુલામી ફિલ્મ રાજસ્થાનના ફતેહપુરમાં ફિલ્માવેલી. એ પછીની ફિલ્મો જે.પી.દત્તાએ બિકાનેર, જેસલમેર વગેરે રાજસ્થાનમાં ફિલ્માવેલી. કોઈ ડિરેકટર સૌથી વધારે આઉટડોર શૂટિંગ કરતા હોય તો એ જે.પી.દત્તા છે અને ફિલ્મોની લંબાઈ પણ લગભગ સાડા ત્રણ કલાક તો હોય જ.
ફિલ્મની એક એક ફ્રેમમાં ડિરેક્ટરની મહેનત ઝળહળી ઉઠે છે. હિન્દી ફિલ્મોમાં બેસ્ટ કેમેરાનો કસબ દેખાઈ આવે સ્પષ્ટ રીતે એવી ફિલ્મોમાં ગુલામી હકથી સ્થાન મેળવે. જબરદસ્ત સિનેમેટ્રોગ્રાફી. કલાકાર ભલે એકનો એક જ હોય પણ કલાકાર પાસેથી ઊંચા ગજાનું કામ કઢાવવું એ ડિરેક્ટરની ખૂબી છે. ધર્મેન્દ્રએ અઢળક હિન્દી ફિલ્મો કરી છે પણ ધર્મેન્દ્રને જ્યારે જ્યારે શ્રેષ્ઠ ડિરેક્ટરો મળ્યા છે ત્યારે ત્યારે ધર્મેન્દ્રએ અભિનયની ઊંચાઈ આંબી છે. ભલે કોઈ વખત ઍવૉર્ડ નથી મળ્યા એ અલગ અફસોસની વાત છે હિન્દી ફિલ્મજગત માટે.
અમિતાભ બચ્ચનનો અવાજ આ ફિલ્મમાં હતો, એટલે કે અમિતાભ બચ્ચને નેરેટરની ભૂમિકા ભજવેલી. ગુલામી ફિલ્મને કોઈ શક વગર જ ક્લાસિકમાં મૂકી જ શકાય. ઉ

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.