સબ્સ્ક્રિપ્શન મૉડલની વધતી લોકપ્રિયતાના સથવારે બિઝનેસ ગ્રોથ

વીક એન્ડ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

 

આજે વેપાર કરવાના આયામો બદલાઈ રહ્યા છે. જે લોકો બદલવા નથી માગતા તેઓ તેની ફરિયાદ કરે છે અને જે લોકો સમય સાથે ચાલવામાં માને છે તેઓ આવનારા બદલાવોને ઉત્સાહભેર વધાવે છે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ હોય કે પછી પ્રાઈઝિંગ કે પછી લોજિસ્ટિક્સથી લઇને ડિલિવરીથી લઈને પેમેન્ટ ચુકવવું કે પછી સામાન ક્યાંથી ખરીદવો ઑનલાઇન કે ઑફ્લાઇન. આમ, વેપારનું વાતાવરણ ખરા અર્થમાં ગ્રાહક કેન્દ્રિત થઇ ગયું છે. પહેલા કહેતા કે ગ્રાહક ભગવાન છે પણ આજે ખરેખર ગ્રાહકને ભગવાનની જેમ પૂજવામાં આવે છે.
આવા સમયે કસ્ટમરને રીઝવવા માટે કોર્પોરેટ્સ કે પછી નામી બ્રાન્ડ નવી નવી વ્યૂહરચનાઓ લઈને આવે છે. આજે આપણે તેવી જ એક વ્યૂહરચનાની વાત કરવાની છે અને તે એટલે સબ્સ્ક્રિપ્શન મૉડેલ. આ મૉડેલને બિઝનેસ અને માર્કેટિંગ બંને દૃષ્ટિએથી જોઈ શકાય. જોવા જઇયે તો આ મૉડેલ આપણા માટે નવું નથી કારણ વર્ષોથી આપણે આ મૉડેલને આપણા જીવનમાં અપનાવ્યું છે પણ મર્યાદિત ચીજો માટે. જેમ કે; રોજ સવારે દૂધ અને ન્યૂઝ પેપર અર્થાત્ છાપાઓ ઘરે આવવા. દૂધ અને છાપાઓના વેન્ડર આપણા વર્ષોથી તેજ હશે અને તેજ દૂધ અને તેજ છાપું આપણા ઘરે વર્ષોથી આવતું હશે. મહિનાના અંતે તે આવી તેનો હિસાબ કરી જશે. આમ આ સર્વિસ આપણે વર્ષોથી મ્હાણી રહ્યા છીએ. સબ્સ્ક્રિપ્શન બિઝનેસ મૉડલને સરળ અર્થમાં સમજીયે તો, આ રિકરિંગ રેવન્યૂ મૉડલ છે જેમાં ગ્રાહકો તમારા ઉત્પાદનો અથવા સેવાઓના બદલામાં સાપ્તાહિક, માસિક અથવા વાર્ષિક ફી ચૂકવે છે. ગ્રાહકો ચોક્કસ સમયગાળા પછી તેમનું સબ્સ્ક્રિપ્શન રિન્યુ અથવા રદ કરી શકે છે. આ મૉડલ તમને તમારા ગ્રાહક સાથેના સંબંધોની આડમાં આવકની સ્થિરતા પ્રદાન કરે છે. ગ્રાહકની વફાદારી અર્થાત્ કસ્ટમર લોયલ્ટી એ કોઈપણ કંપનીની માર્કેટિંગ વ્યૂહરચનાનો એક મૂળભૂત ભાગ હોય છે કારણ કે ગ્રાહકોને સંતુષ્ટ રાખવા અને તેમને જાળવી રાખવા એ નવા ગ્રાહકો મેળવવા કરતાં ઘણું સરળ અને ઓછું ખર્ચાળ હોય છે. સબ્સ્ક્રિપ્શન મોડલ એ લાંબા ગાળાની ગ્રાહક વફાદારી અને રિકરિંગ રેવન્યૂ જનરેટ કરવા પર કેન્દ્રિત બિઝનેસ વ્યૂહરચના છે. તે બંને, ઇ૨ઇ અને ઇ૨ઈ કંપનીઓ માટે અનુકૂળ થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં સબ્સ્ક્રિપ્શન મૉડેલનો જીમ મેમ્બરશિપ, ઘઝઝ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સથી લઈને ઘરેણાં, વાઈન અને ફૂડ સ્નેકીંગ કિટ્સ કે બોક્સ સુધીના તમામ પ્રકારના ભૌતિક અને ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓ આ વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. આ મૉડેલ દિવસે દિવસે વધુને વધુ પ્રચલિત થઇ રહ્યું છે કારણ તે ગ્રાહક માટે સરળ અને ફાયદાકારક છે.
હવે પ્રશ્ર્ન થશે કે શું સબ્સ્ક્રિપ્શન મૉડલ તમારી કંપની માટે યોગ્ય છે. હકીકત તે છે કે તે વફાદારી જનરેટ કરવાનો બહુમુખી વિકલ્પ છે જે વિવિધ વ્યવસાયો માટે અનુકૂળ થઈ શકે છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ પણ છે જેને તમારે ધ્યાનમાં લેવી જોઈએ. આના લાભ અને ગેરલાભ જોઈએ તો;
અનુમાનિત આવક: જો કે તમને દર મહિને/ત્રિમાસિક/વર્ષે મળી શકે તેવા રજિસ્ટ્રેશન અને કેન્સલેશનની ચોક્કસ સંખ્યાનું અનુમાન લગાવવું અઘરું છે, પરંતુ અમુક ચોક્કસ સમયગાળા માટે પ્રતિબદ્ધતા ધરાવતા વપરાશકર્તાઓ રાખવાથી તમે તમારી આવકનો વધુ સચોટ અંદાજ લગાવી શકો છો. તમારી કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ ઓછી કરે છે કારણ તમે નવા કસ્ટમરની પાછળ સમય અને પૈસા ન લગાડતા હયાત કસ્ટમરને વિવિધ બેનેફિટ્સ આપી તમારી સાથે બાંધી રાખી શકો છો. સૌથી મહત્ત્વનું તમે લાંબા ગાળા સુધીનો સંબંધ કસ્ટમર સાથે ટકાવી શકો છો.
ગ્રાહકનો વિશિષ્ટ અનુભવ: આજે લોકો વ્યસ્ત છે. અને, આવા સમયે તેમને ગમતા ઉત્પાદન જ્યારે તેઓને જરૂર હોય ત્યારે ઓછા પ્રયત્નો કર્યા વિના મળી શકે છે. સબ્સ્ક્રિપ્શન લોકોને નવા ઉત્પાદનો પર સંશોધન કરવા અને તેમના માટે સ્ટોર્સમાં ખરીદી કરવાના સમયની બચત આપે છે. તમારી પાસે કોઈ ઉત્પાદન હોય જે ચોક્કસ સમયગાળા પછી સમાપ્ત થઈ જાય (દા.ત. પર્સનલ હાઇજીન પ્રોડક્ટ જેમ કે ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, વાસણ અને કપડાં ધોવાના પાવડર, કોસ્મેટિક, ફૂડ સપ્લિમેન્ટ્સ, વગેરે), નિયમિત સબ્સ્ક્રિપ્શન હોવાનો અર્થ એ થાય છે કે ગ્રાહક રિસ્ટોકિંગની ઝંઝટ ભૂલી જાય છે કારણ સમયે સમયે આ પ્રોડક્ટ તેમની ઘરે પહોંચી જશે. નવા પ્રોડક્ટના પ્રોમોશન અને અનુભવ કસ્ટમરને આપી શકાય છે કારણ સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટ સીધા ઘરે જતા હોવાથી નવા પ્રોડક્ટ તમે સેમ્પલ તરીકે મોકલી શકો. ગેરલાભોમાં, જો તમે કસ્ટમરને ફ્રી ટ્રાયલ્સ અને ડિસ્કાઉન્ટેડ રેટ આપી તમારી સાથે જોડ્યા હશે તો સમયાવધિ પૂરી થયા બાદ તેઓ બીજી કોઈ બ્રાન્ડ જે આવા બેનિફિટ આપે છે તેમની સાથે જોડાઈ શકે છે. અર્થાત્ કસ્ટમરને બાંધી રાખવા તે બેનિફિટ પણ છે અને ગેરલાભ પણ. સ્પર્ધા અને સમયાંતરે નવા પ્રોડક્ટ લાવવા એક મોટી ચેલેન્જ હોઈ શકે કારણ કસ્ટમર લાંબા સમય સુધી તમારે પ્રોડક્ટ ખરીદવા બંધાય ત્યારે નવા પ્રોડક્ટની આશા રાખે તેમાં નવાઈ નહિ. ડેટાનો ઉપયોગ કરવાની ક્ષમતા હોવી અને તેના માટે એક્સપર્ટ અપોઇન્ટ કરવા. હવે પ્રશ્ર્ન થાય કે સબ્સ્ક્રિપ્શન મૉડેલને કેવી રીતે ઊભું કરવુ અને તેનું પ્રમોશન પ્લાન કરવુ. સૌપ્રથમ વિચારોકે તમારી પ્રોડક્ટ કે સર્વિસ તમારા કસ્ટમરના રોજિંદા જીવન માટે કેટલી ઉપયોગી છે. શું તેને તે અમુક સમયાંતરે જોઈશે અને જો તમારું પ્રોડક્ટ કે સર્વિસ તે ઓફર કરી શકે તો તેના પર કામ કરો.
તમારું સબ્સ્ક્રિપ્શન મૉડલ બનાવતી વખતે તમે ચોક્કસ સબ્સ્ક્રિપ્શન કિંમત વ્યૂહરચના પસંદ કરી શકો છો. દાખલા તરીકે, તમે વપરાશકર્તા દીઠ કિંમત નિર્ધારણ મૉડેલ અપનાવી શકો છો અથવા તમારા સબ્સ્ક્રિપ્શન પેકેજો અને સ્તરો બનાવવું. જો તમે તેને સરળ રાખવા માગતા હો, તો તમે ફક્ત એક પેકેજ બનાવીને પ્રારંભ કરી શકો છો અને જેમ જેમ તમે તમારા ગ્રાહકો પાસેથી વધુ પ્રતિસાદ મેળવો છો અને તેમની પસંદગીઓ વિશે વધુ જાણો છો, તેમ તમે જુદા જુદા સેગમેન્ટમાં સેવા આપતા વિવિધ પેકેજો બનાવી શકો છો.
યુઝર એક્સપીરિએન્સ સરળ રાખો જેનાથકી કસ્ટમરને સબ્સ્ક્રિપ્શન લેવું આસાન હોય. તમારી વેબસાઈટ કે એપની માહિતીઓ સરળ કરીને આપો જેથી તે તરત જ જોઈતી વસ્તુઓ સબસ્ક્રાઇબ કરી શકે. પેમેન્ટ માટેની પારદર્શિતા અને વિવિધ પેમેન્ટના આયામો તેને પ્રોત્સાહિત કરશે તમારી સાથે ડીલ કરવામાં. ફ્રી ટ્રાયલ્સ અમુક સમય માટે, આમાં મોટો ભાગ ભજવે છે તો તમે આના પર વ્યવસ્થિત રીતે કામ કરો કારણ આના અનુભવે તે પોતાનો નિર્ણય કરશે તમારી સાથે જોડાવાનો. ફ્રી ટ્રાયલ્સ ફ્રી સેમ્પલિંગનું કામ કરે છે. તમે અમુક ફીચર્સ ફ્રી આપી બીજા ફીચર્સ વાપરવા માટે તેમને કિંમત ચૂકવવા કહી શકો. એડવાન્સ પેમેન્ટ આપનારા કસ્ટમરને અપફ્રન્ટ ડિસ્કાઉન્ટ આપો.
ઇમેઇલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા દ્વારા સતત તેના સંપર્કમાં રહો. ક્ધટેન્ટ રસપ્રદ બનાવો કારણ કે આવા રસપ્રદ ક્ધટેન્ટ તેને તમારી તરફ આકર્ષશે અને જોડશે. નવા પ્રોડક્ટ, પ્લાન્સ, પ્રાઈઝિંગ, સર્વિસ, કસ્ટમરના અનુભવોની વાતો કરો. આમ સતત તેના સંપર્કમાં રહી તેની સાથે સંબંધ બાંધો. પર્સનલાઇઝ્ડ મેસેજિંગ પણ અસરકારક હશે કારણ તમને તેની જરૂરિયાત ખબર છે. ડેટાનો ઉપયોગ યોગ્ય રીતે કરો. આજે ડેટાને ન્યૂ ઓઇલ એમને એમ નથી કહ્યું. ડેટાના સથવારે નવી ઈન્સાઈટ્સ મેળવો જે તમને નવા પ્રોડક્ટ, સર્વિસ અને ક્ધટેન્ટ બનાવવામાં મદદ કરે. સબ્સ્ક્રિપ્શન આધારિત મૉડેલની લોકપ્રિયતા વધી રહી છે અને વિવિધ પ્રકારના બિઝનેસ અને બ્રાન્ડ આનો ફાયદો લેવા તત્પર છે કારણ આ અત્યંત નફાકારક મોડેલ બની શકે છે. વિવિધ કારણોસર આજનો ક્ધઝ્યુમર આવા મૉડેલો સાથે જોડાવા માંગે છે તો તેના માટે સમજી વિચારી વ્યૂહરચના ઘડો જે તમને તમારા પ્રતિસ્પર્ધીથી અલગ તારવે. આમ, સબ્સ્ક્રિપ્શન એ સ્પ્રિન્ટ નથી તે મેરેથોન છે; તેથી લાંબા અંતરની યાત્રા માટે તૈયાર રહો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.